________________
૨૪
નવેમ્બર, ૨૦૧૧
જાણીતા ચિંતક ડૉ. ગુણવંત શાહ્ને 'બટકું રોટલો બીજા માટે' વિશે જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યા અનુસાર જે એમનુષ્ય માત્ર પોતાના માટે ોજન રાંધે છે તે પાપી પાપ ખાય છે. સ્વાર્થી મનુષ્ય બીજાનો વિચાર કરતો નથી. બીજા માટેની ચિંતા એ જ ધર્મ છે. સ્વાર્થના સામ્રાજ્યમાં બીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ રહી નથી. આ જમાનામાં બીજા માટે ઘસાઈ છૂટે તો તે સાધુ ન હોય તો પણ અડધો સાધુ કહેવાય. આપણે જ્યારે ત્યાગ કરીએ છીએ ત્યારે વાસ્તવમાં કશુંક મેળવીએ છીએ. સત્કર્મો વડે પુણ્યની બેલેન્સ વધે છે. તેથી પુણ્યની બેલેન્સ વધે એવા કર્મો કાળજીપૂર્વક અને વિચારપૂર્વક કરવા જોઈએ. ગીતા, ઉપનિષદ, બાઈબલ અને કુરાનમાંથી હું સમજ્યો છું કે બીજા માટે કોઈને બટકું રોટલો આપવાની ભાવના મનમાં જાગે તેની સામે બીજા સુખ તકલાદી છે. વ્હીસ્કીના એક પેગમાં ૧૦૦ માણસોને બટકું રોટલો આપી શકાય. આપણાં બાળકો ભૂખે મરે એટલું નહીં પણ આપણા રોટલામાંથી શૅર કરવાની આ વાત છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતોમાં ઘણી સમાનતા છે. કતલખાનું મનુષ્યની બર્બરતાનું પ્રતીક છે. ત્યાં પશુઓની થતી કતલ માંસાહારીઓને દેખાડવામાં આવે તો તેઓ માંસાહાર છોડી દે. તપ અને ઉપવાસ એ ઉર્જા છે. શુદ્ધ અંતઃકરણ એ તપશ્ચર્યા છે. આપણે જીવનને ઈર્ષ્યા, દ્વેષ, હિંસા, ક્રૂરતા અને પરિગ્રહથી દૂર રાખવાનું છે.
પ્રબુદ્ધ જીવન
વ્યાખ્યાન સાતમું :
આપણે શરીર અને બુદ્ધિના ટ્રસ્ટી તરીકે કામ કરવું જોઈએ વલ્લભ ભણશાળીએ ‘વ્યવસાય, અનાસક્તિ અને સંપન્નતા' વિષય ઉપર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે જીવનમાં ત્યાગીને ભોગવવાનું છે. જીવનમાં જે મળ્યું તેમાંથી આસક્તિ જાય તો ભોગવી શકશો. જૈનોની સંપન્નતા માટે દાનની પરંપરા કારણભૂત છે. દાનને કારણે આશીર્વાદ મળે છે. છઠ્ઠી ઈન્દ્રિય (સિક્સ્થસેન્સ) આવે છે. આપણને ઈશ્વરે શરીર, બુદ્ધિ અને યોનિ આપી છે. આપણે તેના ટ્રસ્ટી છીએ એમ સમજીને ઉપયોગ કરવાનો છે. સંપત્તિવાન થવા પ્રયાસ કરવાને બદલે પોતાની જાતને શ્રેષ્ઠતા સુધી લઈ જવા પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વના અતિ ધનાઢ્ય વોરેન બુટે કહ્યું છે કે મને જે સફળતા મળી છે તે સંયોગ માત્ર છે. હું અઘાનિસ્તાનમાં જન્મ્યો હોત તો? સફળ વ્યક્તિ ભાગ્યે જ આવું વિચારી શકે. ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધકે ૨૪ કલાક જાગૃત રહેવું જોઈએ અને પ્રમાદમાં એક ક્ષણ પણ બગાડવી નહીં. બાહ્ય તપ કરતાં અંદરનું તપ મહત્વનું છે. બાહ્ય તપ એ અંદરના તપને મદદ કરવા માટે છે. પ્રકૃતિમાં ઈન્દ્રિયોના આકર્ષણોમાં આસક્તિ થાય નહીં તેનું ધ્યાન રાખીને વીરક્તિ ભણી ગતિ કરવાની છે. દુર્યોધનને સત્તા માટે આસક્તિ હોવાથી તેની પડતી થઈ. ભગવાન મહાવીરે અંદરની દુનિયાને જોઈને તેની વાર્તા જગત સમક્ષ મૂકી છે. પર્યુષણ એ સત્ય શોધવાનું પર્વ છે. અંદર અને બહારનું એમ બે સત્યો હોય છે. રાગદ્વેષ અને આસક્તિને ચોંટવાની વૃત્તિથી બચવું જોઈએ. જે કાયમી છે તેના માટે જ કામ કરવું. આપણે પૂર્વના કર્મ અનુસાર જ જીવતા હોઈએ છીએ. આપણે જીવનમાં ન્યાયપૂર્ણ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બીજાના પરાભવ માટે પ્રયત્ન ન કરવાથી દૂર રહેવું જોઈએ. [વલ્લભ ભાશાળી શેર બ્રોકરના વ્યવસાયમાં ગળાડૂબ હોવા છતાં ધર્મમાં પણ ઊંડા ઉતર્યા છે. જૈન ધર્મમાં ગાઢ આસ્થા અને પુષ્કળ જાણકારી માટેનો શ્રેય તેઓ પોતાના પિતાને આપે છે. નાણાંકીય બાબતો વિશે વક્તવ્ય આપે છે અને સાર્યસાય વિપશ્યનાન શિબિરમાં પણ ભાગ લે છે.]
વ્યાખ્યાન આઠમું :
ત્યાગીને આપણે વાસ્તવમાં કશુંક મેળવીએ છીએ
અતિ વર્ષાના કારણે છેલ્લી ઘડીએ વિમાનની સેવા અલભ્ય થવાને કારણે ડૉ. ગુણવંત શાહ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત રહી શક્યા નહતા. ડૉ. ગુણવંત શાહના ચાહકો દૂર દૂરથી એમને સાંભળવા આવ્યા હતા, એઓ નિરાશ ન થાય એટલે વ્યાખ્યાનના સમયે જ વડોદરાથી ડૉ. ગુણવંત શાહે પોતાના ઘરેથી વક્તવ્ય આપ્યું જે એ જ સમયે યાંત્રિક સાધનો દ્વારા શ્રોતાઓને સંભળાવાયું, દષ્ટોટ્ઠષ્ટની જેમ જ મુંબઈ, પાટકર હૉલમાં બેઠેલા ૬૦૦ શ્રોતાઓએ આ વ્યાખ્યાન શાંતિથી મનભરીને ક્યું. આ નવતર પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો.
ઝુકાવંત શાહે ૧૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં તેઓ બેસ્ટ સેલર બેખક છે. સાચા બોલા અને બાબા બોલા આ લેખકને આખા ગુજરાત પુષ્કળ પ્રેમ કર્યો છે. આ જાગૃત સર્જકે તેમના પુસ્તકમાં ભગવાન મહાવીરના વિચારોને નવી વિભાવના આપી છે.
વ્યાખ્યાન નવમું :
જણુની ધર્મમાં સારા વિચાર, સત્ય વચન અને સત્કર્મનો ઉપદેશ એરવડ પરવેઝ મીનોયર બજાને ‘જરથ્રુસ્તી ધર્મ' વિશે વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે અમારા ધર્મમાં સારા વિચાર, સત્ય બોલવું અને સત્કર્મ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સારા વિચાર કરીએ તો સારી વાણી બોલી શકાય. મન સારું હોય તો આપણે કામો પણ સારા કરી શકીએ. સત્ય બોલવાના જીવનમાં ઘણા ફાયદા છે. ઈર્ષ્યા, અભિમાન અને ગર્વ એ પડતીના કારણો છે. જરથુસ્તી ધર્મમાં સત્કાર્યો કરવાનો ઉપદેશ અપાયો છે. જૈનોની જેમ જરથ્રુસ્તીઓએ પણ મુંબઈમાં પરોપકાર અને સખાવતના ઘણા કાર્યો કર્યાં છે. બધા પ્રાણીઓમાં મનુષ્ય ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે તેથી પરોપકારના કાર્યો કરીને જીવનને સફળ બનાવવું જોઈએ. જરથુસ્તી ધર્મમાં ઉપવાસ કે દેહદમનનો ઉપદેશ અપાયો નથી. તેમાં જીવનમાં મોજમજા માળવાનો, દુર્ગુણોથી દૂર રહેવાનો તેમજ નાકમાં રળવાનો ને સત્કાર્યો માટે દાન કરવાનો ઉપદેશ અપાયો છે.