Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 379
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન જરથોસ્તી ધર્મ એરવડ પરવેઝ એમ. બજાન વિદ્વાન લેખક આ ધર્મના ઊંડા અભ્યાસી, ચિંતક અને પ્રચારક છે. આ ધર્મ વિષયક દેશ-પરદેશમાં વ્યાખ્યાનો આપ્યા છે. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઈરાનીયન લેંગવેજના માનાદ્ પ્રાધ્યાપક હતા. મુંબઈમાં ભાયખલાની પારસી અળિયારીના મુખ્ય પ્રિસ્ટ છે.] મનુષ્ય વિચાર કરતું પ્રાણી છે. ખુદાએ માનવીને વિચારશક્તિ, અક્કલ અને વાચા બક્ષી છે. આ બક્ષીસોને કારણે માનવી બીજી પેદાયશો કરતાં શ્રેષ્ઠ ગણાય છે. માણસ પોતાની અક્કલ કે સારાનરસાનો તોલ કરીને પોતાની ફરજ બજાવી શકે છે. એટલા માટે દરેક માનવી જે કામ બજાવે તે માટે પોતે જવાબદાર ગણાય છે. માનવીને પોતાની ફરજ ઘટતી રીતે બજાવવાને માટે રહેમુનાઈ કરવા ધર્મ આપવામાં આવે છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે ફરજ. જે રસ્તે માનવી પોતાના ખોદા તરફની, પોતાની આજુબાજુનાઓ તરફની, અને પોતા તરફની ફરજ સમજી શકે, તે તેનો ધર્મ કહેવાય. ધર્મ માટે અવસ્તા શબ્દ ‘દર્શન' છે. ‘દર્શન' અથવા ‘દીન' એટલે માર્ગ દેખાડનાર, જેમ દુનિયાને લગતી જુદી જુદી બાબતોનું જ્ઞાન જુદી જુદી વિદ્યાઓ મારફતે મેળવી શકાય તેવી જ રીતે માનવી પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે, આ દુનિયામાં તેને જન્મ લેવાનું કારણ શું, મરણ પછી તેની શી ગતિ થાય છે, વગેરે માનવીની જિંદગી સાથ સંબંધ ધરાવતા બનાવોનું જ્ઞાન દુનિયાની કોઈ પણ વિદ્યાથી માનવીને સંપાદન થતું નથી. એ જ્ઞાન ફક્ત તેનો ધર્મ જ સમજાવી શકે છે. આ રીતે ‘ધર્મ’ અથવા ‘દીન’ માનવીને પોતાની અંદર રહેલા તથા પોતાની આસપાસની પેદાયોમાં તથા આખીય સૃષ્ટિમાં વ્યાપી રહેલાં આત્મિક તત્ત્વનું જ્ઞાન આપે છે. આત્માની અમર્ગી (અમરત્વ) ધર્મ માનવીને શીખવે છે કે માનવી કાંઈ આ બહારનું દેખાતું શરીર નથી. શરીર એ આત્માનું ઘર છે. આત્મા શરીરૂપી ઘરનો માલિક છે. શરીર ફેરફાર અને નાશને આધીન છે. જ્યારે આત્મા અમર છે. અવસ્તા ભાષામાં આત્માને ઉર્ધ્વન' યાને રવાન કર્યો છે. આ શરીરમાં રહીને રવાન જે કર્તવ્ય કરે તે માટે મરણ પછી તે જવાબદાર છે. આ જગતમાં માનવી જે ભલા કે બૂરા કર્તવ્ય કરે છે. તે મુજબ તેને મરણ બાદ ભલો કે બૂરો બદલો મળે છે. મરણ બાદ રવાનને મળતો ભલો બદલો તે બહેત” (Heaven) કહેવાય છે, અને રવાનને મળતા બુરા બદલાને ‘દોજખ” (Hell કહે છે. અવસ્તામાં કહ્યું છે કેમ કાઈ, વહુઈમ ઋષિમ હોવે યાને બૂરાને કુરો અને ભલાને મો બદલો. ૧૩ ધર્મની અગત્યતા અને તેના ફાયદા માનવી શરીર અને આત્મા એ બે મુખ્ય ભાગોનો બનેલો છે. જેમ શરીરને ટેકવવાને માટે શુદ્ધ ખોરાકની જરૂર છે, તેમ આત્માને ટેકવવાને માટે ધર્મ અને ખુદાની બંદગીની જરૂર છે. Religion to a man is like water to a fish. યાને માછલીને જેટલી પાણીની જરૂર છે, તેટલી જ ઈન્સાનને ધર્મની જરૂર છે. ધર્મની વ્યાખ્યા આપતાં કવિ જણાવે છે ધર્મ વિચારો રે પર ચકી, તે કપટ તમામ પડતાં ધારે જે પાપમાં, ધર્મ તેનું છે નામ. યાને ‘માનવીને પાપમાં અટકાવે તે તેનો ધર્મ જ છે, માટે કે માણસો ! સઘળાં છળકપટ છોડી દઈ, શરૂઆતથી જ અને નાનપણથી જ જ ધર્મનો વિચાર કરતા રહો. અશોઈ વિષે જરથોસ્તી ધર્મનું શિક્ષણ અવસ્તામાં કહ્યું છે-રસ્તો માત્ર એક જ છે અને તે અશોઈનો છે, બીજા બધા માર્ગ ખોટા છે. ‘અશોઈ’ એ ફારસી (Persian) શબ્દ છે. અને અવસ્તા શબ્દ ‘અષ’ છે. અશોઈ એટલે પવિત્રાઈ, સચ્ચાઈ, સફાઈ–સુધરાઈ અથવા વ્યવસ્થા. અશોઈ એ જરથોસ્તી ધર્મનો પાયો છે. અશોઈનું પાલન કરવું એ જરથોસ્તી ધર્મનું પાલન કરવા બરાબર છે. અોઈ બે પ્રકારની છે ૧. તન યાને શરીરને લગતી પવિત્રાઈ. ૨. ૨વાન યાને જીવાત્માને લગતી પવિત્રાઈ શરીરને સ્વચ્છ, નિર્રાગી અને મજબૂત રાખવા માટેના સધળા નિયમો જાળવવાથી શરીરની પવિત્રાઈ જળવાય છે. જ્યારે મનને સ્વચ્છ, જ્ઞાની અને દૃઢ રાખવાના નિયમો જાળવવાથી રવાનની (યાને આત્માની) પવિત્રાઈ જળવાય છે. આપણા મનમાંથી તમામ બૂરા વિચારોને દૂર રાખવાથી અને અંતઃકરણને સઘળી બૂરી લાગણીઓને દૂર રાખવાથી, રવાનની પવિત્રાઈ જળવાય છે. ‘હોાબામ્' નામની અવસ્તા બંદગીમાં કહ્યું છે અએ અહુ૨મજદ! સૌથી સરસ અશોઈઓ કરીને તથા શ્રેષ્ઠ અર્ણાઈઓ કરીને હર્મો તારા દર્શન કરીએ, હો તારી નજદીક પહોંચીએ અને હમો હંમેશ સુધી તારા દોસ્ત થઈએ. રવાન (યાને આત્મા)ની પવિત્રાઈ માટે માનવીએ પહેલાં પોતાના

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402