________________
ડિસેમ્બર, ૨૦૧૧
એમણે નિર્મળાનું પાત્ર આલેખ્યું છે. આઝાદ નિર્મળાને લેખક પોતાનું કલ્પના સંતાન કહે છે. વિ. સં. ૧૯૯૪માં પ્રગટ થયેલી ‘બેઠો બળવો’ના પુરોવચનમાં લેખક લખે છેઃ
‘હિંદુસંસારની જ એકાદ મા, બહેન કે દીકરી નિરાધાર બની, ઠગાઈ, છેતરાઈ, વેશ્યાના પાટલે બેઠાના સમાચાર આજે ક્યાં નવા છે? નિઃસંતાન શ્રીમંત પત્નીઓ, નપુંસક પતિની નવવધૂઓ અને અંતઃપુરની રાણીઓનાં જીવન તો કોઈ લેખક ન લખી શકે કે કોઈ ચિતારો ન ચીતરી શકે એટલાં કલુષિત છે. ‘બાળવિધવાઓ, ભ્રૂણહત્યાઓ, આપઘાતો, ત્યકતાઓ તો સાથે પૂછ્યું, આ સંસારની નિત્યપરિચિય વસ્તુઓ છે.
‘આ અને આથીય વધુ ભયંકર અનાચારમાં અને અત્યાચારમાં હડસાયેલી સ્ત્રીઓનાં ચિત્રો જાણેલાં ને જોયેલાં છે. પણ ડર એ વાતનો છે, કે કદાચ એ ચિત્રના આલેખનને, આજનો સંસ્કૃતિ અને સભ્યતાનો ડોળઘાલુ સમાજ, ઘાસલેટિયું સાહિત્ય કહી, જોયાજાણ્યા વગર ફેંકી દેશે.’
પ્રબુદ્ધ જીવન
નારીજીવનનું હીર ચૂસી લેતો પુરુષસમાજ અને દુઃખોના મહાસાગરમાં ડુબાડતા રિવાજો, રૂઢિઓ અને માન્યતાઓ સામે લેખક કલમ ઉઠાવે છે. કોઈ સુધારકની માફક ઉપદેશ આપવાને બદલે નારીજીવનના વેદનાભર્યા વાસ્તવિક, અનુભવજનિત ચિત્રો આલેખે છે.
એક વાર શારલૉટ ક્રાઉઝે સાથે વિદ્યાર્થી જયભિખ્ખુ જગન્નાથપુરીની યાત્રા કરી ભુવેશ્વરનાં દર્શને ગયા. ત્યાંથી ખંડગિરિ અને ઉદયગિરિનો યાત્રાપ્રવાસ પૂરો કરી ચેન્નાઈ જવા માટે ગાડી પકડવાની હતી. બે-ત્રણ ટ્રેન પસાર થાય, તેવું નાનકડું સ્ટેશન અને એની બાજુમાં સાવ નાનકડું ગામડું હતું. જર્મન વિદુષી ડૉ. ક્રાઉઝે નિરામિષાહારી હતાં, પણ એમણે તો ફળફળાદિ આરોગીને ભોજન પતાવી લીધું, પણ વિદ્યાર્થી જયભિખ્ખુની ફળફળાદિથી કઈ રીતે ભોજનતૃપ્તિ થાય? આથી એ આ નાનકડા ગામમાં ભોજનની ખોજમાં નીકળ્યા.
હૉટલમાં તો માંસાહારી ભોજન મળતું હતું અને શાકાહારી દુકાનોમાં પણ આગળ માછલીના ઢગના ઢગ પડ્યા હોય. આથી આખરે કેળાં ખાઈને કકડીને લાગેલી ભૂખની આગને ઓલવવાનો વિચાર કર્યો.
એક દુકાને જઈને ભાવ પૂછ્યો, તો કેળાં વેચનારી સ્ત્રીએ વળતું પૂછ્યું કે એકાદ કેળું લેવું છે કે વધારે લેવાં છે? પણ વિદ્યાર્થી
જયભિખ્ખુ એની ભાષા સમજે કઈ રીતે ? કેળાં વેચનારી તો વિદ્યાર્થીને વારંવાર એક જ પ્રશ્ન પૂછવા લાગી. વિદ્યાર્થી મૂંઝાયો. કરવું શું? આવી માથાકૂટ ચાલતી હતી, ત્યાં પાછળથી એક મીઠો અવાજ આવ્યો, ‘ભાઈ, તમારે શું લેવાનું છે?’
૨૭
જ્યાં ગુજરાતનું પંખી જોવાનું પણ દુર્લભ હતું, ત્યાં આવી મીઠી, શુદ્ધ ગુજરાતી વાણી ક્યાંથી? એક સફેદ ધોતી પહેરેલી શ્યામ વર્ણની, સુરેખ વદના યુવતી આમ બોલીને આગળ આવી અને એને વિદ્યાર્થી જયભિખ્ખુએ ઊછળતા ઉત્સાહ અને પરમ આશ્ચર્ય
‘શું તમને ગુજરાતી આવડે છે?’
સૌરાષ્ટ્ર છોડીને જયભિખ્ખુ મધ્યપ્રદેશમાં આવે છે. ગ્વાલિયરના શિવપુરી ગુરુકુળમાં પ્રવેશ મેળવે છે. આ શિવપુરીમાં શિક્ષિકા નિમુબહેનનું પુનઃસ્મરણ થાય તેવા વિદુષી ડૉ. શારલૉટ ક્રાઉઝેને જુએ છે. આ જર્મન વિદુષી શ્રીમતી શારલૉટ ક્રાઉઝે શિવપુરી ગુરુકુળમાં જૈનસાહિત્યનો અભ્યાસ કરતાં હતાં. તેઓ ‘સુભદ્રાબહેન’આટલી તરીકે ઓળખાતાં હતાં.
એના શ્યામ મુખ પર શ્વેત દંતપંક્તિ વીજળીની માફક ચમકી ઊઠી અને એ હસતાં-હસતાં બોલી, ‘ગુજરાતી કેમ ન આવડે ? હું તો ગુજરાતી છું.’
યુવતીનું શ્યામસૌંદર્ય વિલસી રહ્યું, પરંતુ વિદ્યાર્થી જયભિખ્ખુને એ સમયે શ્યામ રંગમાં સૌંદર્ય દેખાતું નહીં. વળી એના સૌંદર્યનું વિશ્લેષણ કરે એવી એમની સ્થિતિ પણ નહોતી.
વિદ્યાર્થી જયભિખ્ખુના પ્રશ્નમાં રહેલા સંદેહને પારખીને એ યુવતીએ કહ્યું, ‘તમારે શું જોઈએ? કેટલાં કેળા લેવાં છે?'
ભૂખ્યા વિદ્યાર્થીને ભગવાન મળ્યા એવું લાગ્યું. એણે વિચાર્યું કે હવે ફળાહારી એકાદશીને બદલે ઉદરતૃપ્તિ માટે ભોજનપ્રાપ્તિની જાણકારી મેળવી લેવી.
વિદ્યાર્થીએ કહ્યું, ‘કેળાં તો ઠીક, પણ મારી ઈચ્છા તો ભોજન કરવાની છે.'
પેલી સ્ત્રીએ સાહજિક વાણીમાં કહ્યું, ‘તો જુઓ, આસપાસ બધી દુકાનો છે. બસ, ખાઓ-પીઓ.'
વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, ‘ના, પણ હું તો શાકાહારી છું અને અહીંની શાકાહારી દુકાનોમાં માંસ-માછલી વેચાય છે. ત્યાં મારાથી ખાઈ શકાય નહીં.'
ના, એવું નથી. અહીં માંસની અને મચ્છીની દુકાનો જુદી જુદી છે. મચ્છીની દુકાને માંસ ન મળે. માંસની દુકાને બંને મળે. માછલી અહીં શાકાહાર ગણાય છે.'
યુવતી ચીપી ચીપીને ગુજરાતી બોલતી હતી અને શબ્દેશબ્દથી પોતાના ગુજરાતીપણાની છાપ પર મહોર લગાવતી હતી. જાણે પોતે ગુજરાતી છે એની પાકી ખાતરી કરાવવા ચાહતી ન હોય!
વિદ્યાર્થી જયભિખ્ખુ આશ્ચર્યથી બોલી ઊઠ્યા, ‘અરે! માછલી શાકાહારમાં કઈ રીતે ? અજાયબ દુનિયા છે આ!'
અરે! મારા ભાઈ!' શ્યામ યુવતી મધુર ગુજરાતી રણકા સાથે ‘ભાઈ’ શબ્દ બોલી, જે વિદ્યાર્થીના કાનમાં ગુંજવા લાગ્યો. એણે કહ્યું, ‘માછલી તો જલડોડી કહેવાય. આપણે ત્યાં પેલું શાક...'
એ યુવતી શાકનું ઉડિયા નામ બોલી, પણ એ આ વિદ્યાર્થીને