________________
३०
પ્રબુદ્ધ જીવન
સ્થૂલિભદ્ર'ની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં નોંધે છે:
‘ઇતિહાસસિદ્ધ પ્રમાણો છે કે જન્મજાત વર્ણશ્રેષ્ઠતા તરફ જૈન ધર્મને બહુમાન નહોતું, અને એનું જ કારણ છે, કે એના તરણતારણહાર તીર્થંકરો ક્ષત્રિય હતા, એના ગણધરો બ્રાહ્મણશ્રેષ્ઠો હતા, વૈશ્યપુત્ર જમ્બુસ્વામી જેવા એના અન્તિમ કેવળજ્ઞાની હતા, ને શુદ્રમુનિ મેતારજ મુક્તિને વરનાર મહામુનિ હતા. આ નવલકથાના નાયક પણ બ્રાહ્મણ કુળના ને શૌર્યસૌંદર્યથી વિખ્યાત નાગરકુળનંદન હતા.
‘વર્ણથી જૈન ધર્મને નિસ્બત જ નહોતી. એક બ્રાહ્મણ રહીને પણ જૈન ની શકતો. અહિંસા, સત્ય ને તપમાં શ્રદ્ધા ધરાવનાર, જાવ માત્રને સમાન કલ્પનાર; દર્શન, જ્ઞાન ને ચારિત્રનો પિપાસુ, આત્માના પુરુષાર્થથી જ આત્માના ઉદ્ધારમાં શ્રદ્ધા ધરાવનાર, કોઈ પણ રાય કે રંક, ઊંચ કે નીચ; ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર આ પતિતપાવન ધર્મનો ઉપાસક બની શકતો. કોઈ અંતરાય એને નડતો નહિ.’
કયા ક્ષેત્રમાં કલમવિહાર કરવો એની ગડમથલ જયભિખ્ખુના જીવનમાં ચાલતી હતી. કલમના આશ્ચર્ય જીવવાનો સંકલ્પ કરનાર સર્જકને લેખન ઉપરાંત આજીવિકાનો વિચાર કરવો પડે. જયભિખ્ખુ માટે તો આ પ્રશ્ન મહત્ત્વનો હતો, કારણ કે પિતાની સંપત્તિ લીધી નહોતી. સુખી સગાંઓ પાસેથી કશું મેળવવાનો વિચાર સુદ્ધાં આવતો નહોતો. ઘરની રાખરખાપત જાળવવા માટે આવકની તો જરૂર હતી. સ્વમાન તો વહાલું હતું, પણ એથીય વિશેષ ક્યારેય કોઈની સમક્ષ પોતાની લાચારી કે મજબૂરી વ્યક્ત કરવી એ તો સ્વભાવમાં જ નહોતું. આથી સ્નેહીઓ, સગાવહાલાં અને મિત્રોના સમુદાયમાં આ જિંદાદિલ યુવાન એની મસ્તી અને મોજથી સહુનું સન્માન પામતો હતો. કોઈને એની આર્થિક કશ્મકશનો અણસાર પણ આવતો નહીં.
જૂન, ૨૦૧૧ કે વૈરાગ્યમાં થતું હતું. આ યુવાન સર્જકને આ કથાનકો ગમી ગયા. માત્ર ધર્માનુરાગીઓની સીમામાં બંધાઈ ગયેલા શુષ્ક, નિરસ અને વૈરાગ્યલક્ષી કથાનકોને જયભિખ્ખુએ જુદી દ્રષ્ટિથી નિહાળ્યા. એમાં જીવંત પાત્રસૃષ્ટિ સર્જી અને એક અનોખા ભાવલોકમાં વાચકને વિહરતો કરી દીધું, આથી જ વિજ્ઞાન અધ્યાપક શ્રી રવિશંકર જોશીએ નોંધ્યું છે કે ‘ગુલાબસિંહ’ અને ‘યોગિની કુમારી’ જેવી થોડી નવલો સિવાય ધાર્મિક વસ્તુને નવલકથાનું રૂપ આપવાનું ક્ષેત્ર અણખેડાયેલું જ રહ્યું હતું. આવા અક્ષુણ્ણ ક્ષેત્રમાં જયભિખ્ખુની કલમ વિહરવા લાગી અને એક સર્જક તરીકે એમણે એમાં સજ્જતા કેળવવા પૂર્ણ પુરુષાર્થ કર્યો.
પ્રાચીન કે મધ્યકાલીન વિષય પર આલેખતાં પૂર્વે એ સમયના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક વાતાવરણની વિગતો મેળવતા. આને માટે પ્રાચીન ગ્રંથો અને ઇતિહાસને ઉથલાવતા. લીટી વિનાની કોરી નોટબુકમાં એ મુદ્દાઓ નોંધી લેતા. એ સંદર્ભમાં કોઈ સંસ્કૃત શ્લોક મળે, તો એ ટાંકી લેતા. ભાવને અનુરૂપ કોઈ ઉર્દૂ શાયરી હોય તો એ લખતા અને નીચે એનો ગુજરાતી તરજુમો પણ નોંધતા.
આવી રીતે કોઈપણ નવલકથાના સર્જન પૂર્વે એ વિષયની પ્રાપ્ય સામગ્રી એકત્રિત કરતા. આમે ય સર્જન સમયે ઐતિહાસિક કે પ્રમાણભૂત વિગતોને વળગી રહેવાનું વધુ પસંદ કરતા. નવલકથામાંથી વર્તમાન સમયને અનુરૂપ એવાં તારણો, ઉદ્દેશો અને એનો સંદેશ આલેખતા. જયભિખ્ખુની પ્રત્યેક નવલકથા એ વર્તમાન સમયનો ચિતાર આપનારી અને સમસ્યાઓ અને સંઘર્ષમાં દિશાસૂચન આપનારી બની. પ્રાચીન કે મધ્યકાલીન કથાવસ્તુનું વર્તમાન યુગ સાથે જોડાણ કરવા માટે એ ક્યારેય ઇતિહાસથી બહુ દૂર ગયા નથી. કાલ્પનિક પાત્રોનાં સર્જન દ્વારા જુદી જુદી ભાવનાઓ પ્રગટાવવાનો કે રોમાંચ ખડો કરવાનો કદી પ્રયાસ કર્યો નથી. ઐતિહાસિક કથાનકમાં ભાવનાના રંગો પૂરીને એમકો એમનો હેતુ સિદ્ધ કર્યો છે. વૈવિધ્યભર્યા પાત્રોની ગરિત્ર રેખાઓને સ્પષ્ટ રીતે ઉપસાવે છે અને શાશ્વત જીવનતત્ત્વથી ઘડે છે અને એ કારણે જ એમની નવલકથાનાં પાત્રો ભાવકના ચિત્તમાં ચિરકાળ સુધી ટકી રહે છે.
પ્રત્યેક કથાનકની પાછળ જયભિખ્ખુનો એક ઉદ્દેશ હોય છે. જેમ પ્રથમ નવલકથા ‘કામવિજેતા સ્થૂલિભદ્ર' વિશે લેખકે સ્વયં પ્રસ્તાવનામાં પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરી દીધો છે.
લેખનના પ્રારંભે એમણે આદર્શરૂપ આચાર્ય મહારાજોના ચરિત્રો રચ્યાં. પોતે જે વાતાવરણમાં જીવ્યા, એનું આલેખન કરવાનું સ્વાભાવિક રીતે જ મન થાય. પરંતુ કથારસપ્રેમી જયભિખ્ખુના સર્જક જીવને આમાં લેખનની ઈતિશ્રી લાગી નહીં. સમાજમાં સ્ત્રીઓની અવદશાના પ્રત્યક્ષ અનુભવોને પરિણામે આ યુવાનમાં નારીગૌરવની ભાવના સતત ધબકતી હતી. પોતાના કુટુંબજીવનમાં પણ માન-સન્માન જાગે એવાં નારી ચરિત્રોનો અનુભવ થયો હતો. ‘રવિવાર’કે સાપ્તાહિકની કૉલમમાં નારીવેદનાને વાચા આપતી ઘણી કથાઓ રસપ્રદ રીતે આલેખી પણ હતી, આથી સમાજનું પ્રતિબિંબ ઝીલનારા સર્જક બની શકે તેવી એક શક્યતા હતી. પરંતુ સાધુજીવન કે સમાજસુધારા જેવા વિષય પણ દર્શનોની વ્યાપકતા અને ઈતિહાસની ભૂમિમાં ભ્રમણ કરીને તેજસ્વી પાત્રો નિરખનારને સંતુષ્ટ કરી શકે તેમ નહોતા.
ભાવના, વિષય, આલેખન અને શૈલીથી એમનું ચિત્ત કોઈ નવી ક્ષિતિજો ઉઘાડવા ચાહતું હતું, આથી સાહજિક રીતે જ એમની દૃષ્ટિ જૈન કથાનકો પર ગઈ. એ કથાનકોમાં પ્રારંભે ભૌતિક જીવનનું આકર્ષણ અને કામઃરાગનું નિરૂપણ હતું, તો એનું પર્યવસાન દીક્ષા
'આ વાર્તાનું હાર્દ એટલું જ છે, કે માણસ સંસારમાં બધું જીતી શકે છે, પણ કામ જીતવો મુશ્કેલ છે. અને જેણે કામ જીત્યો એને સંસારમાં જીતવા જેવું બહુ ઓછું બાકી રહે છે.
'ઘણીવાર સાદી નજરે દેખાતા પતનમાંય જીવનનો અદ્ભુત સ્રોત વહેતો હોય છે, અને જેને પાપી ગણીને તિરસ્કારી કાઢ્યાં હોય છે એમના જ જીવનમાં અનેક વાદળછાયાં સુવર્ણરશ્મિઓ ચમકતાં હોય છે. આ માટે માનવીએ દેખાતા દોષી, દુર્ગુણી કે પતિત તરફ હમદર્દ બનવું ઘટે છે. પાપને બદલે પાપીની ધૃષ્ણા એ પણ એટલું જ પાપ છે એટલે જીવનના વિકાસનું બીજ અહંતાના ત્યાગમાં અને સહૃદય