________________
ઑક્ટોબર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
મન કોને ન થાય?
અને ૨૦ જુલાઈની સાંજની ફ્લાઈટમાં હું કલકત્તા પહોંચ્યો. ૨૧ મીએ સવારે અમે ત્રિપુટી ઉપરાંત શ્રી બિપીનભાઈના કલકત્તા નિવાસી મિત્ર નિતીનભાઈ બાવીશી સાથે શાંતિનિકેતનની જાત્રાએ ઉપડ્યા. મૂશળધાર વરસાદ, સ્નેહીઓનો સાથે અને ઈચ્છિત સ્થળના દર્શનની ઉત્કંઠા, વાતાવરણ મનભર અને મનહર હતું.
ચાર કલાકનો રસ્તો, જાતજાતની વાત ગોષ્ટિ કરી અને બિપીનભાઈએ થોડાં છંદો બદ્ધ ગીતો ગાઈને ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું ગાન ઉપાડ્યું. રેશ્માએ મધુર કંઠે પોતાનો સાથ પૂરાવ્યો. જે ધ્વનિ મારા રોમે રોમમાં વર્ષોથી ગુંજી રહ્યો હતો, અને જે સ્થળના દર્શનની વરસોથી ઝંખના હતી, આ બેઉ પળે મને ધન્યતાનો અનુભવ
કરાવ્યો.
અમારી ત્રિપુટીએ શાંતિનિકેતનમાં પ્રવેશ કર્યો. આ નામ સાથે શ્રીનિકેતન અને વિશ્વભારતી નામ પણ જોડાયેલું છે. આપણા ઉમાશંકર જોષી–જેમની અત્યારે શતાબ્દી ઉજવાઈ રહી છે-એક
વખત આ યુનિવર્સિટીના કુલપતિ હતા. આ સંકૂલને આદરથી ‘વિશ્વ-તીર્થ’ પણ કહેવાય છે. આ અતિ વિશાળ સંકૂલમાં અનેક ભવનો છે, જેમાં વિવિધ પ્રકારનું શિક્ષણ અપાય છે. અત્યારે ટાગોરની ૧૫૦ વર્ષની જન્મ જયંતિ ભારત ઉજવી રહ્યું છે. પ્ર.જી.ને તો મે-૨૦૧૦નો ટાગોર અંક પ્રગટ કરી ૧૫૦મી શતાબ્દીના શ્રી ગગ્નેશ માંડી દીધાં જ હતા.'આત્મસિતિ' શાસ્ત્રના સર્જનને ૧૧૫ વર્ષ થઈ ગયા. આ બધાં કેટલા શુભ યોગાનુયોગ!
આ શાંતિનિકેતન વિશે તો માહિતીસભર એક દીર્ઘ લેખ લખી શકાય, પરંતુ અત્યારે તો આ તીર્થના સ્પર્શથી અમારા હૃદયમાં જન્મેલા અગણિત દિવ્ય આનંદની અનુભૂતિ અહીં થોડાં જ શબ્દોમાં કંડારવાનો પ્રયત્ન કરવો છે.
અહીંના અણુએ અણુમાં ટાર્ગોરની દિવ્યતાની આજે ય અનુભૂતિ થાય છે. ટાગોરનું રહેઠાણ, ખુલ્લી હવામાં વૃક્ષ નીચે બેસી અપાતું શિક્ષણ, ટાર્ગોરનું મહાપુરુષો સાથેનું મિલન, બસ, આ સ્થળના અણુ અણુમાં એકરસ થઈ જવું એ અમૂલ્ય અને અમૃતતૂલ્ય અનુભૂતિ છે. વરસતા વરસાદમાં અમે છત્રી વગર એક સ્થળેથી બીજા સ્થળે દોડ્યા હતા, ત્યારે શિવય મસ્તક ઉપર બિરાજી ગયું હતું. બિપિનભાઈ મરક મરક હાસ્ય વેરતા સ્થિતપ્રજ્ઞ ભાવે આ બધું અનુભવતા હતા, એઓ તત્ત્વ પામે ઘણું, સત્ત્વ પીવે ઘણું, અને પ્રેમ તો અઢળક પીવડાવે, પણ આ બધું સ્વસ્થ ભાવે જ. મારા માટે આવો સ્વસ્થ ભાવ શક્ય જ ન હતો, મારા વર્ષો ક્યાં ખોવાઈ ગયા એની સ્મૃતિ જ ન રહી. અને રેશ્મા તો મુગ્ધ ભાવે આનંદવિભોર થઈને બસ જાણે મન અને આંખોથી નર્તન કરતી હોય!! મેં કહ્યું નક્કી એક ભવમાં તું અહીં આવીને ટાગોર પાસે રહી હશે, અને ટાગોરની ‘ચિત્રાંગદા' જેવી નૃત્ય નાટિકાની નાયિકા થઈ કરો.
૫
શાંતિનિકેતનના આવા સૂક્ષ્મ આંદોલનો તો અગણિત છે, એને શબ્દસ્થ કરવા શક્ય નથી.
અમારી ત્રિપુટીની આ શાંતિનિકેતન યાત્રા અવિસ્મરણિય રહી, અનેક રીતે.
અમને ગાઈડ પણ સારો મળ્યો હતો. અમારા બિપીનભાઈએ છૂટા પડતા અને પૂછ્યું: 'તું માંસાહારી છે?' પેલાએ હા પાડી, એટલે બિપીનભાઈ કહે જો હું તને રોજના સો રૂપિયા આપું તો એક દિવસ તું માંસાહાર છોડે ?' પેલાએ હા પાડી, એટલે બિપીનભાઈએ તરત જ એક હજાર એ ગાઈડને આપ્યા, અને દશ દિવસ માંસાહાર ન કરવાનું વચન લીધું. ત્રણ દિવસના સાથ દરમિયાન ડ્રાઈવર વગેરે જે જે મળે એ બધાંને બિપીનભાઈએ રકમ આપી આવા સંકલ્પો કરાવ્યા. વ્યક્તિનો ભાવ અને ઈચ્છા હોય તો શુભ કર્મોના માર્ગ આપોઆપ મળી જાય છે.
ચાર કલાકના શાંતિનિકેતનના દર્શન પછી કલકત્તા પહોંચવા અમે ગાડીમાં ગોઠવાયા. રસ્તામાં અવરોધને કારણે લગભગ આઠ-નવ કલાકની
મુસાફરી કરી મોડી રાત્રે અમે કલકત્તા પહોંચ્યા. આ અવરોધની પણ એક રસપ્રદ કહાણી છે, પણ અત્યારે એ અસ્થાને છે.
પાછા ફરતા સફરમાં ફરી બિપીનભાઈ અને રેશ્માએ ‘આત્મ સિદ્ધિ'નું ગાન શરૂ કર્યું. લગભગ બધી જ ૧૪૨ ગાથાનું ગાન પિતા-પુત્રીને કંઠસ્થ, એ પણ ભાવવાહી સ્વરે એનું ગાન.
સફરમાં આવતા-જતા શ્રવણ કરેલું આ સ્તોત્ર હવે તો મારા મનમસ્તિષ્ક અને હૃદય તેમજ આત્માના અણુએ અણુમાં સ્થિર થયું, અને એનું પ્રતિગુંજન હૃદયમાં થવા લાગ્યું.
વરસો પહેલાં આ સ્તોત્રનું બીજ રોપાયું હતું, એ આજે જાણે જીવનમાં વિરાટ વૃક્ષ જેવું બની ગયું હોય એવી અનુભૂતિ થઈ. ક્યારેક કોઈ પુણ્યકર્મ કર્યું હશે એટલે આ પુણ્યયોગ પ્રાપ્ત થયો. આ નિમિત્તનો શો સંકેત હશે? શો હેતુ હશે?
(૪)
શાંતિનિકેતનના દર્શન કરી ૨૨ જુલાઈના કલકત્તામાં અમે મહર્ષિ અરવિંદના નિવાસના દર્શન કર્યા અને એજ સાંજની ફ્લાઈટમાં હું અને બિપીનભાઈ મુંબઈ પરત થયા. એ શુક્રવાર હતો. બીજે દિવસે સવારે મારે બોરીવલીથી શતાબ્દીમાં બેસી અમદાવાદ પહોંચી ત્યાં તે દિવસે રાત્રે ટાગોરનું ‘કાબુલીવાલા’ જોવાનું હતું. એના નિર્માતા-દિગ્દર્શક નિમીષ દેસાઈને મેં વચન આપ્યું હતું કે બે મહિના પહેલાંના શોમાં પહોંચી શક્યો ન હતો, પણ આ શો વખતે જરૂર પહોંચીશ-કાબુલીવાલાનું નાટ્યાંતર મેં કરેલું, એટલે એ જોવાનું મન થાય એ સ્વાભાવિક છે, વળી ટાગોરના માહોલમાં જ તો હું હતો જ.
શુક્રવારે રાત્રે ‘પ્રબુદ્ધ જીવન'ના આંઑગસ્ટ-સપ્ટેમ્બરના અંકની મેટર તૈયા૨ કરી પેકેટ બનાવી દીધું.