________________
३०
પુસ્તકનું નામ : અઘ્યાત્મશુદ્ધિ લેખક : મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિ. મ.સા. પ્રકાશક નરભાઈ નવસારીવાળા સન્માર્ગ પ્રકાશન પ્રાપ્તિસ્થાન : (૧) સેવંતીલાલ જૈન, ડી-૫૨, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, ૧લી પાંજરાપોળ ગલી, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન નં.
૨૨૪૦૪૭૧૭
(૨) નૃપેનભાઈ આર. શાહ,૪, સરગમ ફ્લેટ, વી. આર. શાહ સ્કૂલની બાજુમાં, વિકાસગૃહ, પાલડી, અમદાવાદ–૭. મો. : ૯૪૨૭૪૯૦૧૨૦.
પાના ઃ ૩૪૪, આવૃત્તિ-પ્રથમ વિ. સં. ૨૦૬૬,
ગ્રંથકારે ગ્રંથના પ્રારંભમાં જણાવ્યું છે કે, ‘શાસ્ત્ર, સુવિહિત મહાપુરુષોની પરંપરા અને સ્વાનુભવથી મેં જે અધ્યાત્મનું સ્વરૂપ અને તેના ઉપાયો અંગે જે જાણ્યું છે, જે તે જ આ ગ્રંથમાં વર્ણવું છું.’ ગુરુદેવનો આ ખુલાસો ગ્રંથના એક
એક વચનની શાસ્ત્ર સાપેક્ષતા અને તારકતાની ગવાહી પૂરવાર કરે છે.
સાચા સુખની દિશાનો નિર્ણય કરવા માટે અને નિહિત થયેલી દિશામાં તેની શોધનો પ્રારંભ કરવો તે અર્થ અધ્યાત્મ શાસ્ત્રકષિત પદાર્થોનું તે પુનઃ પુનઃ પરિશીલન કરવું જરૂરી છે. યોગ અધ્યાત્મવેત્તા શાસ્ત્રકાર મહર્ષિઓએ ભિન્ન ભિન્ન શૈલીથી યોગ અધ્યાત્મ પર પ્રકાશ પાડ્યો છે.
અધ્યાત્મસાર ગ્રંથમાં અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવીને અધ્યાત્મપ્રાપ્તિના ઉપાયો વર્ણવ્યા છે. તેમાં વીસમા અધિકારના અંતમાં ગ્રંથકાર મહર્ષિને અધ્યાત્મપ્રાપ્તિના-શુદ્ધિના ૩૩ ઉપાય વર્ણવ્યા છે. તે ઉપાયોના માધ્યમે જે વ્યાખ્યાનો થયા હતાં તેનું સંકલન આ પુસ્તકમાં છે.
ગુરુદેવનો આ પ્રયાસ સર્વ જીવોને અધ્યાત્મની પ્રાપ્તિ અને શુદ્ધિ દ્વારા મુક્તિ સુખને પ્રાપ્ત કરાવે તેવો છે.
XXX
પુસ્તકનું નામ : કલ્યાણ ભાવના
લેખક : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણા ચંદ્રસુરીશ્વરજી મહારાજ પ્રકાશક : પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન, સુમંગલમ્ કાર્યાલય, ૧૦/૩૨૬૮–એ, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. મૂલ્ય રૂા. ૩૦/પાના ઃ ૧૨+૧૦૦ આવૃત્તિ-પ્રથમ, ૨૦૬૭. પ્રાપ્તિસ્થાન : ધેશભાઈ રીખવચંદ સંઘવી, ૩૦૧, સ્વયંસિદ્ધિ એપાર્ટમેન્ટ, દેવદીપ સોસાયટી, સરગમ શોપિંગ સેન્ટરની સામે, પાર્થે પોઈન્ટ, સુરત-૩૯૫૦૦૩, મો. : ૯૩૭૬૭૭૦૭૭૭.
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત
Qડૉ. કલા શાહ
ફોન : (૦૨૨) ૨૩૮૬૧૮૪૩.
સાચન માટે સાહિત્ય ક્ષેત્રે ન પૂરી શકાય ન તેટલી ખોટ પડી છે. ધર્મ અને સંસ્કૃતિનો ધ્વંસ કરે તેવું અઢળક સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં પ્રગટ પઈ રહ્યું છે. આવા વાતાવરણમાં આપણે યાદ
રાખવું જોઈએ કે પૂર્વકાળના ઋષિમુનિઓએ સંસ્કૃત ભાષાના સુંદર સુભાષિતોનો આશરો લઈને આંખનું અંજન અને મનનું મંજન કરે તેવું સાહિત્ય સર્જન કરીને આપણને આપેલું છે. મહાપુરુષોનો આપણા પર આ બહુ મોટો ઉપકાર છે.
આ દુનિયાના દેદારને કળવો અતિ મુશ્કેલ છે. ઘણીવાર જે દેખાય છે એના કરતાં હકીકત જુદી જે જ હોય છે. સાચી હકીકતનું દર્શન થતું જ નથી. એથી સત્યનો સાક્ષાત્કાર પામવા સંસ્કૃત એથી સત્યનો સાક્ષાત્કાર પામવા સંસ્કૃત સુભાષિતોનો સહારો લેવો અનિવાર્ય બની જતો હોય છે. આવી સમર્થતા ધરાવતા સુભાષિતોમાંથી ‘કલ્યાણ'ની ભાવનાની પ્રભાવના કરતા ૨૫ સુભાષિતો કલ્યાણભાવનાના યથાર્થ નામે અહીં આ પુસ્તકમાં રજૂ થયાં છે.
ધર્મ અને સંસ્કૃતિના વારસાને જાળવી રાખતા સદ્ભાવ-સદ્વિચારનું ઝરણું સુંદર અને સર્વોત્તમ સાહિત્યનો રસથાળ છે. તેનું આગમન સર્વને તૃપ્તિ કરાવશે.
XXX
પુસ્તકનું નામ ઃ કલ્યાણ કામના લેખક : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
પ્રકાશક : પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન, સુમંગલમ્ કાર્યાલય, ૧૦૨૩૨૬૮-એ, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત.
પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્ર જ્વેલર્સ,૧૦૦, ભંડારી સ્ટ્રીટ, ગોળદેવળ, મુંબઈ–૪.ફોનઃ ૨૩૮૬૧૮૪૩, અમદાવાદ–કેતનભાઈ કપાસી નરોડા, અમદાવાદ. મો : ૯૯૨૫૧૩૩૭૦૭,
સમગ્ર જગતમાં સદ્ભાવ-સન્ક્રિયા અને સદ્વિચારનું ઝરણું જીવંત રાખવા માટે જો કોઈ
પણ આધાર હોય તો તે સત્સાહિત્યનો છે. મહાપુરુષો શાસ્ત્રના ગહન પદાર્થોને સરળ અને સુબોધ શૈલીમાં સામાન્યજનોને પણ સમજાય તે રીતે અભિવ્યક્ત કરતા હોય છે. આ પ્રકારના
મુંબઈ : જિતેન્દ્ર જ્વેલર્સ, ૧૦૦, ભંડારી સ્ટ્રીટ, સાહિત્યને આધારે જ ધર્મ અને સંસ્કૃતિનો વારસો ગોળદેવળ, મુંબઈ-૪.
જળવાઈ રહે છે.
ઑક્ટોબર, ૨૦૧૧
આ પ્રકારનું સદ્ભાવનું સાહિત્ય આપણાં પૂર્વજોએ રચેલા સુભાષિતો છે. આ સંસ્કૃત સુભાષિતો અક્ષરના આંગણે અનુપ્રાસોના આસોપાલવ બાંધવામાં નથી માનતા; શબ્દોના સ્વસ્તિકો રચવામાં સાર્થકતા નથી સમજતા પણ જીવનયાત્રામાં ઉપયોગી થાય એવું પ્રેરણાનું પાથેય પીરસવું એ જ એનું ધ્યેય છે. આવા સુભાષિતોના સાગરમાંથી ‘કલ્યાણ'ની કામના વ્યક્ત કરતા ૨૬ સુભાષિતો ‘કલ્યાણકામના’ના નામે અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. જેનું આચમન કરી હૃદયને તૃપ્ત કરીએ એ જ મનોકામના.
XXX
પુસ્તકનું નામ : ગુજરાતી પત્રકારત્વ અને વિજ્ઞાપન લેખક : ડૉ. શર્મિષ્ઠા ચુનીલાલ શાહ પ્રકાશક અને વિક્રેતા : એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧૦૬૩૩, ૨૨૦૩૩૧૨૮. પ્રાપ્તિસ્થાનડૉ. શર્મિષ્ઠા ચુનીલાલ શાહ ૯, નટરાજ, ૧૧મો રસ્તો, મધુ પાર્કની સામે, ખાર, પશ્ચિમ, મુંબઈ-૪૦૦૦૫૨. મૂલ્ય રૂા. ૩૫૦, પાના ઃ ૪૦૪. આવૃત્તિ-૧-૨૦૧૧.
:
ડૉ. શર્મિષ્ઠા શાહે આ શોધ નિબંધ પ્રકાશિત કરીને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે એક વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ૪૦૦ પાનાના આ દળદાર ગ્રંથમાં તર્ક, ચર્ચા અને દલીલો દૃષ્ટાંતો સાથે ગુજરાતી પત્રકારત્વ અને વિજ્ઞાપન વિશે વ્યક્ત થયેલ છે.
ગ્રંથની ભાષા સરળ અને રસભરી હોવાથી વાચકને વાંચવી ગમે તેવો બન્યો છે.
આ મહાનિબંધમાં ત્રાજવાના બે પલ્લામાં બે વિષયો છે, પત્રકારત્વ અને વિજ્ઞાપન. આ બંને વિષયને લેખિકાએ પૂરેપૂરો ન્યાય આપી બન્નેને એકબીજાના પૂરક સાબિત કર્યા છે. ગુજરાતી પત્રકારત્વના વિભાગમાં પત્રકારત્વની ભૂમિકા, ભારતનું પત્રકારત્વ, ગુજરાતી ભાષાના પત્રકારત્વનો ઉદ્ગમ અને વિકાસ, વિજ્ઞાપન ક્ષેત્રે વિજ્ઞાપનની ભૂમિકા, વિકાસ તથા વિવિધ પાસાઓની સમીક્ષા કરી લેખિકાએ ઊંડું અને વિદ્વતાભર્યું સંશોધન કર્યું છે.
પુસ્તકના કવર પેજ પર આપેલા વિજ્ઞાપનોના જૂના નમૂનાઓ તે સમયના વિજ્ઞાપનોની માહિતી આપે છે.
આ ગ્રંથ ગુજરાતી પત્રકારજગતમાં સીમાચિહ્ન બની રહે તેવી છે અને દરેક પત્રકારે
વાંચવો જરૂરી પણ છે.
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. ફોન નં. : (022) 65509477.