Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 334
________________ ૪ ફેડરેશનના પ્રમુખ, જૈન સોશ્યલ ગ્રુપ-માટુંગા અને ઝાલાવાડી સભા અને ઝાલાવાડની અન્ય સંસ્થાઓ, કેટકેટલી સંસ્થાઓને યાદ કરીએ ? જૈન સોશ્યલ ગ્રુપ-મુંબઈ સાઉથના તો ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતા. એટલું જ નહિ, આ સંસ્થાના પ્રમુખપદે પાંચ વર્ષ પછી રીટાય૨ થવું જોઈએ, પણ સર્વે સભ્યોના અતિ પ્રેમાગ્રહથી ફરી બીજા પાંચ વર્ષ પ્રમુખસ્થાને બિરાજ્યા, અને આ ‘બાપા'ને કોઈએ રીટાય૨ થવા ન દીધાં. આટલી બધી ચાહના તેઓ ભાગ્યશાળી હતા. ૧૯૨૩માં સૌરાષ્ટ્રના રાણપુરમાં જન્મેલા રસિકભાઈએ શાળા શિક્ષણ વઢવાણ અને અમદાવાદમાં લીધું. મુંબઈ આવી આપ બળે લોખંડનો વ્યાપાર શરૂ કર્યો અને પોતાની પેઢી એચ. રસિકલાલને એક માનભરી ઊંચાઈ આપી, યોગ્ય સમયે એઓ નિવૃત્ત થયા અને એ નિવૃત્ત જીવન સામાજિક સંસ્થાઓને અર્પા કર્યું. પ્રબુદ્ધ જીવન મારો એમની સાથેનો સંબંધ પંદરેક વર્ષથી, આ સંસ્થાને કારણે જ, ઊંમરમાં મારાથી ખૂબ જ મોટા પણ પોતાની બધી ‘મોટાઈ’ને ઓગાળીને મારી સાથે મિત્રભાવે ચર્ચા કરે અને ડિલજેષ્ટ બંધુ જેટલો મને પ્રેમ આપે. આ સંસ્થા માટેની મારી દરેક યોજના પ્રેમથી સાંભળે, એનું વિશ્લેષણ કરે, સૂચન કરે અને પ્રોત્સાહન આપે. હું ક્યાંક નિરાશ થાઉં તો હિંમત આપે. થોડા દિવસ પહેલાં હું હૉસ્પિટલમાં હતો, ત્યારે એઓ પણ હૉસ્પિટલમાં હતા, પરંતુ ત્યાંથી મારી ચિંતા કરે અને મારા પરિવારને હુંફાળી હિંમત આપે. મારા માટે તો મને એક પિતાની ખોટ પડી છે. મારા વિચારને સુક્ષ્મતાથી સમજે, આપાને સમજનારની જીવનમાંથી બાદબાકી થઈ જાય ત્યારે એ આંતરવેદનાને સમજાવવા ક્યા સમજદાર પાસે જવું? આ શૂન્યાવકાશ ન જ પૂરાય. સંસ્થાઓને અનુદાન આપવા અમો બહારગામ જઈએ ત્યારે વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ વિચારવા આત્માને, ભાગ્યો અત્ર જોબ. (૨) કોઈ યાજડ થઈ રહ્યા, રાખજ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. (૩) નવેમ્બર, ૨૦૧૧ એમની સાથે પ્રવાસ કરવો એ એક લહાવો બની જાય. જ્યાં અંધશ્રદ્ધા જુએ ત્યાં એમનો પુણ્ય પ્રોપ વરસી જાય. એઓ વક્તવ્ય એવું આપે કે વ્યંગાત્મક રમુજની છોળો વરસે, અમારા બધાના વ્યક્તવ્યો ઝાંખા પડે અને એઓ મેદાન સર કરી જાય. વક્તવ્ય પછી બધાં એમને ઘેરી વળે ત્યારે અમારા મનમાં મીઠી ઈર્ષા જાગે એવા એ ચેતનવંતા અને જીવંત. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેષતા, તેહ ક્રિયાજડ ઈ (૪) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, હાં સમજવું તેમ ત્યાં ત્યાં તે તે ખાચર, આત્માર્થી જન એહ. (૮) લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં હું અમારા ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ સાથે એમની ખબર કાઢવા એમના ઘરે ગર્યો, ત્યારે બિમારીમાં પણ ચેતનવંતા લાગે. આ વરસે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અમે જે સંસ્થાના અનુદાન માટે-વિચરતા સમુદાય સમર્થન મંચ- સમાજને વિનંતિ કરેલી, એના ફળ સ્વરૂપે આ વખતે પંચાવન લાખથી વધુ રકમ એકત્ર થઈ છે એ સાંભળ્યું ત્યારે ગંભીર માંદગીમાં પણ એઓ ચેતનવંતા થઈ બોલી ઊઠ્યા, “આ વરસે તો યુવક ‘ધજાગરો’ ફરકાવ્યો, વાહ...' આ સંસ્થા પ્રત્યે આવો ઉમદા એમનો પ્રેમ. ૮૮ વર્ષની વયે રસિકભાઈ અમારાથી દેહથી જ અલગ થયા છે, પરંતુ આત્માથી તો દરેક પ્રવૃત્તિમાં અમારી સાથે જ છે. એમણે તો માત્ર ખોળિયું બદલ્યું છે. શ્રી રસિકભાઈના પરિવારજનો ધર્મપત્ની રસિલાબેન, સુપુત્ર ભદ્રેશભાઈ અને સર્વ પરિવારજનો, અમે સૌએ એ એક વડલા જેવા હુંફાળા વડીલને દેહથી જ ગુમાવ્યા છે. આવી ‘ઊમદા’ અને ‘સાચકલી’ વ્યક્તિના આત્માની શાંતિ માટે આપણી પ્રાર્થના સર્વદા ગુંજતી અને ગોરંભાતી રહો ! ૐ શાંતિઃ અર્હત નમઃ આત્મસિદ્ધિ શાસ્ત્ર આચમન આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઈંગ અપૂર્વ વાર્શી પરમદ્ભુત, -ધનવંત શાહ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવાર drdtshah@hotmail.com સદ્ગુરુ યોગ્ય. (૧૦) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ દિન ઉપર; એવો લક્ષ ૨જા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧) સદ્ગુરુના ઉપદેશ ૧૪, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્યું જિનસ્વરૂપ. (૧૨) નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળ ન મધ્યસ્થતા, તે મતાર્યો દુર્ભાગ્ય, (૩૨) ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) - ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402