________________
નવેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
થશે તો તેમને શિક્ષા પ્રાયશ્ચિત્ત રૂપે ઉપવાસ વગેરે તપ આપી દુહા જેવા અનેક પર્દા શાસનને આપ્યાં. દેશે. આવી દયાભાવનાથી, પોતાની રસલુબ્ધિની કોઈ વૃત્તિ વિના, તુરત જ તેણે નવકાર ગણીને એ લાડુ ત્યાં આરોગી લીધો ! આખરે તો એ શ્રુતદેવી મા સરસ્વતી-પ્રદાત્ત અસમાન્ય મોદક!! એને આરોગતાં જ એની જિતવાર્ઝ સરસ્વતી વિરાજમાન થયા!!! તુત પ્રસ્ફુરિત થવા લાગી સ્તુતિઓ, થોયો, સ્તવનો...અભણ ૠષભદાસ પણ એ બધાં ઉચ્ચાર-શુદ્ધ પદો સુમધુર સ્વરે, ભાવ ભરી ભરીને કોઈ આશુ-કવિની અદાથી ગાઈ રહ્યો હતો...એ વિશાળ ઉપાશ્રયની મેડી ઉપર બિરાજેલા આચાર્ય ભગવંતના કાને એ અભૂતપૂર્વ જિનભક્તિના પર્દા અથડાતાં તેઓ આનંદવિભોર બની ગયા. થયું નક્કી પોતાના એ સાધુ-શિષ્ય, પોતે આપેલો સરસ્વતી-પ્રસંગો પ્રસાદ આરોગી લીધો છે અને તેના શ્રીકંઠેથી શ્રુતદેવી પ્રકટ થઈ રહી છે. તેઓ ઉપરથી નીચે આવ્યા તો શું જુએ છે? પેલા મુનિને શું બદલે આ અભણ શ્રાવક-સેવક એ ગાઈ રહ્યો છે! ભારે આશ્ચર્યથી પૂછી ઊઠ્યા:
‘ઋષભદાસ તું ?'
‘હા ભગવંત! આપની કૃપાથી મારી અંદરથી મા સરસ્વતી ગાઈ ગવડાવી રહી છે...' કહીને તેણે આચાર્યશ્રીને ત્રિકાળ વંદના કરતાં કરતાં સરળ, નિખાલસ ભાવે, કશુંય છુપાવ્યા વિના, પોતે લાડુ કેમ આરોગી લીધો, એ બધું કહ્યું અને પોતાના આ દોષ-કૃત્ય માટે પ્રાયશ્ચિત્ત પણ માગ્યું. ઋષભદાસને જીવનભર જાણનારા આચાર્ય પ્રવરે આ સારી યે ઘટનામાં શ્રુતદેવીનો કોઈ સંકેત જોયો અભણ છતાં, દીન-દરિદ્ર છતાં મુનિ નહીં હોવા છતાં સદા આજ્ઞા ઉઠાવતા ને વિનય ભક્તિ વૈયાવચ્ચ કરતા ઋષભદેવની યોગ્યતા નિહાળીને તેને પ્રાયશ્ચિત્તને બદલે અંતરના ધર્મલાભ-આશીર્વાદ આપ્યા. પોતાનો મારો બે વિદ્યા-વારસો, પોતાની આજ્ઞા ઊઠાવવામાં વચ્ચે સ્વયંનું ડહાપણ વાપરનારા સારા યે સાધુશિષ્યોને બદલે, આ વિનયવંત, આજ્ઞાંકિત, ભલાભોળા, અભણ, દીન શ્રાવકને સોંપ્યો. આજ્ઞા થાપનારા શિષ્યોને અવિચારીયા નિઃસંશયા ગુરુઆજ્ઞાો, 'આશાએ ધર્મા'નો, 'વિનય વડો સંસારમાં’ અને ‘રે જીવ માન ન કીજિએ, માને વિનય ન આવે' જેવી સજ્ઝાયોનો અને ભગવાન મહાવીરની ‘વિનય સૂત્ર'ની અંતિમ દેશનાનો આચાર્ય ભગવંતે જાણે પરોક્ષ સંકેત આપ્યો અને પછી પોતે પોતાની ઈપ્સિત ઉત્તમ શાંતિ-સમાધિપૂર્વક જગતથી વિદાય થતા ઊર્ધ્વગમન કરી ગયા! એમણે જાણે પ્રભુની જ વિનયમહત્તાની, આજ્ઞારાધનાની પ્રતિધ્વનિ જતાં જતાં સંભળાવીઃ
એવો માર્ગ વિનય તો, ભાળ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય.' (શ્રી આિિદ્ધ શાસ્ત્ર :૨૦) આ બાજુ ઋષભદાસે ‘ઋષભ કહે ભવ ક્રોડનાં કર્મ ખપાવે તેમ'ના
૨૧
પોતાના જીવનભરના વિદ્યાવારસાના રખોપાં સોંપનાર આવા અનેક આચાર્યો, મહાગુરુઓની સ્મૃતિ, આ સત્યઘટના સાથે શ્રી દુલા કાગના પેલા ભજવનના સંદર્ભમાં, મારા સ્મૃતિર્લોકમાં ફરી વળી. પ્રાકાલીન-વર્તમાનકાલીન અનેક આજ્ઞા-ચ્યુત, આજ્ઞાવિરાધક અને આજ્ઞા-આરાધક ઉભય પ્રકારનાં સંતો, સાધકો, સત્પુરુષો, સુશિષ્યો સામે દેખાયાં. પ્રભુ ઋષભદેવની આજ્ઞાથી વંચિત મરીચિ અને બાહુબલીની કથાઓથી માંડીને આચાર્ય ભદ્રબાહુના નિશ્ચાગત અને મહાન કામ-વિજેતા છતાં થોડા-શા અહંકાર પ્રદર્શનઃ માન-કષાય આવરિત સ્થૂળીભદ્રના ઘટના
અને તેના પરિણામે ચોદેવ પૂર્વીના પૂરા જ્ઞાનથી જૈન શાસન વંચિત રહી ગયાના બનાવો, સદ્ગુરુ આજ્ઞા-જિનાજ્ઞાના પાલનની મહત્તા અને અનિવાર્ય આવશ્યકતા વિષે ઘણું કહી ગયાં. સાચે જ યુગપ્રધાન ચૌદ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુના મહાજ્ઞાન વારસાથી જૈન શાસનને કેટલું વંચિત રહી જવું પડ્યું! તેનાં દુર્લભ ‘રખોપાં' કરી શકનાર, સિંહા-સુત સમ ઝાલી રાખનાર સક્ષમ, સુર્વાગ્ય શિષ્યો પછી શાસનમાં ક્યાં, કેટલા રહ્યાં ? પરવર્તી મહાન આચાર્યોમાં ‘કલિકાલ સર્વજ્ઞ' બિરુદે પહોંચેલા ને સેંકડો ગ્રંથોના મહાસર્જનને વરેલા આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ જેવાએ તો પોતાની લઘુતા દર્શાવી ભગવાન મહાવીરના શાસનના એક સામાન્ય સૈનિક તરીકે પોતાની ઓળખાણ કરાવી! તેમના જેવાં અનેક સુગ્ય શાસન-જ્યોતિર્ધરોએ પોતાની વિનય લઘુતાભરી સુપાત્રતા જાળવી રાખી. મહાયોગી આનંદઘનજી જેવાએ પણ ‘વીર જિનેશ્વરને ચરણે લાગીને પોતાને ગુણવિહીન અને પ્રભુને ‘ગુણ-ગગન-પ્રવીણા' કહીને પોતાની વિનમ્રતા ગાયા કરી. આ કાળમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ‘જિનેશ્વર મહિમા' અને ‘સદ્ગુરુ ભક્તિ રહસ્ય' ગાતાં ગાતાં પ્રથમ તો પોતાને ‘અધમાધમ અધિકો પતિત’ કહીને અને ‘પાપી પરમ અનાથ છું. ગ્રહો પ્રભુજી હાથ'ની વિનયભક્તિ દાખવીને અને પછી શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ'ની દશા પણ 'પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો' કહીને સાધી અને ઊર્ધ્વગમન પ્રાપ્ત કર્યું! તેમના આ પ્રભુ વીર પ્રત્યેના વિનયલાઘવમાંથી જ ૨૫૦૦ વર્ષ પૂર્વની તેમની, પ્રભુના ‘લઘુ શિષ્ય' તરીકેની યોગ્યતા તેમણે સિદ્ધ કરી અને પ્રભુના જ્ઞાન-વારસાના જાણે રખોપાં જેવું ને ‘ગણધરવાદ’ના પ્રતિધ્વનિ સમું ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' જગતને આપતા ગયા!!
ફરી નિકટના જ, શ્રીમદ્-પરવર્તીકાળ પર દૃષ્ટિ ફેરવતાં તેમના જ પ્રત્યક્ષ-પ્રભાવિત પ્રભુશ્રી લધુરાજજી સ્વામી અને પરોક્ષપ્રભાવિત ધૌગીન્દ્ર શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ) જાણે પ્રભુવિનય, સદ્દગુરૂ વિનયભક્તિઃ આશાભક્તિનાં ઉજ્જવળ દૃષ્ટાંત સ્પષ્ટપણે જગતને આપે છે. સહજાનંદઘનજીની વિનયાશાભક્તિ