________________
નવેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
તક્તીનું આયુષ્ય કેટલું? Dપન્નાલાલ ખીમજી છેડા
વિદ્વાન લેખક ચિંતક, સામાજિક કાર્યકર અને કચ્છી જૈન સમાજના અગ્ર છે.
દર શનિવારે ‘મુંબઈ સમાચાર'માં પ્રસિદ્ધ થતી શ્રી ધીરજભાઈ રાંભિયા લિખિત જન જાગે તો જ સવાર' કોલમમાં તા. ૩૦-૭૧૧ના પ્રસિદ્ધ થયેલ ઘટના પરથી મારા મનમાં ઉદ્ભવેલ પ્રશ્નને અહીં વાચા આપવાનો પ્રયત્ન કરું છું. આશા રાખું છું કે, વાચકો આ પ્રશ્ન પર તેમનું મંતવ્ય દર્શાવશે.
કૉલેજ, હૉસ્પિટલ, અતિથિગૃહો, ઉપાશ્ચર્યા, જ્ઞાનમંદિર, ચબુતરા, પરબ અને તેવી સ્થળ કે સંતોના નામ ધરાવતી સામાજિક કે ધાર્મિક સંસ્થાઓના પુનઃનિર્માણનું શું?
જે સંસ્થાઓના નામ સાથે સ્થળ, સંત કે કોઈ વિચારધારાનું નામ જોડાયેલું હશે તેનું પુનઃનિર્માણ તો લોકશક્તિ દ્વારા શક્ય બનશે પણ જે સ્થળની સાથે કોઈ દાતાનું નામ જોડાયેલું હશે તે સંસ્થાની પુનઃસ્થાપના હવે કોણ કરશે ? કોઈ પણ નવા દાતા માતબર દાન આપશે તો એ પોતાનું નામ રાખવાનો આગ્રહ રાખશે, એ આગ્રહ પણ ઉચિત હશે. આવા સમયે જીર્ણતા પામેલા સ્થળ કે તે સંસ્થાની થઈઉપયોગિતા અને જરૂરિયાતના ધોરણે મેળવાતાં દાન સિવાય એનો કોઈ ઉપાય નહિ હોય.
સ્પષ્ટતા કરું છું કે, શ્રી પીરજભાઈના લેખમાં ભોરારાના શ્રી ચુનીલાલ ભીમશી છેડાએ માગેલા તેમના અધિકાર સંબંધે લખવાનો મારો હેતુ નથી, એ પરિવાર મારા સ્નેહીજનો છે.
ભોરારા ગામની શાળા પરથી રંગકામ થતી વખતે તેમના
વડીલોનું ભૂંસાઈ ગયેલું નામ અને ધરતીકંપ પછી જર્જરિત ગયેલ શાળા નવી બનાવવામાં આવી ત્યારે મજકૂર શાળા પર મૂળ દાતાના નામની તકતી લગાડવામાં ન આવી એ માટે માહિતી અધિકાર કાયદા ૨૦૦૫ અન્વયે તેમણે ચલાવેલી લડત પરથી દાનની તકતીનું આયુષ્ય કેટલું હોવું જોઈએ? કેટલું હોઈ શકે ? દાતા કે સમાજને કેટલું સ્વીકાર્ય હોઈ શકે તે વિષે આજની પરિસ્થિતિ અને સમયના સંદર્ભમાં ઉદ્ભવેલ વિચારો અહીં દર્શાવું છું.
ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, તબીબી વગેરે અનેક ક્ષેત્રોમાં ઉદાચિત દાતાઓ પોતાનું દ્રવ્ય અર્પશ કરી, કીર્તિદાનની ઈચ્છાએ
સ્વજનોના નામને ચિરંજીવ બનાવવાનો સંતોષ મેળવે છે. સામાજિક
દૃષ્ટિએ આ વિચાર અયોગ્ય ન ગણાય. એવી જ રીતે સંસ્થાઓએ નક્કી કરેલ રકમનું દાન આપી ઈચ્છિત તિથિઓ લખાવે છે.
આ બન્ને પ્રકારોમાં દાનનું સ્વરૂપ સરખું છે. ભારતમાં હજારો વર્ષ જૂના મંદિરો અસ્તિત્વમાં છે. આ મંદિરોનું નિર્માણ કરનારાઓના નામ ઈતિહાસમાં કંડારાયેલા હોઈ આજ દિવસ સુધી એ મંદિરો તેના નિર્માણદાતાઓના નામથી ઓળખાય છે, જેમકે, વસ્તુપાળ-તેજપાળના દે'શે, વગેરે. બીજી બાજુ સ્થળ કે તીર્થંકર ભગવંતોના નામથી પ્રસિદ્ધ થતાં દેરાસરો જેમકે, રાણકપુર, પાવાપુરી, શંખેતાર પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, ગોડી
પાર્શ્વનાથ વગેરે વગેરે.
૧૭
સદીઓ જૂના આ મંદિરોને જ્યારે કાળની થપાટ પડે છે અને આ મંદિરોના જર્ણોધ્ધારની જરૂર પડે છે ત્યારે દેરાસરોમાં સંચિત થયેલું દેવદ્રવ્ય વહારે આવે છે. ભાવિકોની શ્રદ્ધા અને પૂજ્યભાવને કારણે મળતું દાન ઉપયોગી બને છે અને જીર્ણોધ્ધાર પામેલું મંદિર જૂના નામે ઓળખાતું રહે છે.
અહીં દેવદ્રવ્ય અને શ્રહાભાવ ઉપયોગી બન્યાં. હવે શાળા,
આવું જ બને છે તિથિઓ વિષે. જૈન સમાજમાં વિવિધ સ્થળોએ દરોજની, આઠમ-ચૌદસ કે પાની, જિનાલોમાં વિવિધ પૂજાઓની કે ભોજનાલયોમાં ભોજનની કાયમી તિથિઓની ૨કમ નક્કી થાય છે. જે જે સમર્થ આવા દાનની રકમ નક્કી થતી હોય તે તે સમયે એ રકમ યોગ્ય ગણાય છે, પરંતુ, સમય જતાં રૂપિયાનું મૂલ્ય ઘટી જાય, મોંઘવારી વધી જાય ત્યારે જૂના સમયનો રૂપિયો નાનો બનતો જાય છે.
જે વિસ્તારમાં ધર્મની પ્રભાવના વધી જાય ત્યારે તે સમયે લખાવેલા
નાળાનું રકમનું મહત્ત્વ અત્યંત નજીવું બની જતાં તે તે પ્રવૃત્તિઓ માટે તે સહાયક દાતાઓ શોધવા પડે છે. અથવા તો મૂળ દાતા કે તેમના પરિવારજનોને અગાઉ આપેલી ૨કમમાં વધારો કરવા વિનંતી કરવી પડે છે.
શક્ય છે કે, એ સમયે દાતાના પરિવારજનોની સ્થિતિ કે સંજોગો મૂળ રકમમાં વધારો કરી શકે તેવી ન હોય, દાંતાના પરિવારજનોનું તે પરિસરમાં અસ્તિત્વ જ ન હોય કે પછી બરોબર હોવા છતાં મૂળ રકમના દાનમાં વધારો કરવા ડાંડાઈ કરતાં હોય તો શું કરવું ? એકાદ કિસ્સામાં કોઈ ધાર્મિક સંસ્થાએ મૂળ દાતાને જણાવ્યા વિના સહાયક દાતાનું નામ લખતાં, મૂળદાતાએ સંસ્થાને ન્યાયાલય ભણી ઘસડી ગયાનો દાખલો પણ સાંભળવા મળ્યો છે.
અનેક વિદ્યાલયો શાળા કે મહાશાળામાં પ્રથમ કક્ષાએ પાસ થતાં વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક કે રજતચંદ્રક માટે વર્ષો પૂર્વે દાતાઓએ કાયમી દાન આપ્યું છે. મેં કોઈક અહેવાલમાં વાંચ્યું મેં હતું કે આપણા એક સુપ્રસિદ્ધ વિદ્યાલયમાં લગભગ સોએક વર્ષ પહેલાં મેટ્રિકમાં પ્રથમ આવનાર છાત્રને એક તોલાનો સુવર્ણચંદ્રક