Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 345
________________ નવેમ્બર, ૨૦૧૧ બંધારણની આ કલમ નં. ૩૧ બીનો સહારો લઈ બંધારણના આ નવમાં શેડ્યુલમાં નાંખી સંસદે અને સરકારે બંધારણની ઉપરવટ જઈને પોતાની મનમાની કરેલ છે અને હજુ પણ કરી શકે છે. ટૂંકમાં આપણા દેશનું બંધારણ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજથી અમલમાં આવ્યું તેના પછી એક વર્ષના ટૂંકા ગાળામાં જ સરકારે તેમાં સૌથી પહેલો બંધારણ સુધારો કરી આ કલમ નં. ૩૧ ભી ઉમેરી દઈ પોતે સરમુખત્યાર હોઈ એ રીતની સત્તા હાંસલ કરી લીધી અને જનતાની આઝાદી ચાલાકીથી છીનવી લીધી જેની જનતાને ખબર પણ ન પડી. આજે લગભગ ૬૦ વર્ષ પહેલાંનો આ બંધારણ સુધારો છે. તે વખતે બ્રિટીશરોથી આઝાદી મળ્યાનો તાજો આનંદ હતો અને જવાહરલાલ નહેરુનો જનતા ઉપર જાદુઈ પ્રભાવ હતો. તેથી જ્યારે બંધારણમાં આ કલમ ૩૧-બી ઉમેરાય ગઈ ત્યારે ખાસ વિરોધ થયો ન પણ હોય, પણ ત્યાર પછીના આ ૬૦ વર્ષના ગાળામાં ખ્યાતનામ સિનિયર વકીલો, દેશના નેતાઓ કે પછી સુપ્રીમ કોર્ટના જજો કે જેઓ કોઈની અરજી વગર પોતે (suo-moto) પણ આ બાબત વિચારણા કરી ઘટતું કરી શકવાની સત્તા ધરાવે છે. તેમાંથી કોઈએ પણ હજુ સુધી અવાજ ઉઠાવ્યો નથી તેથી તેઓ બધા જ પોતાની ફરજ ચૂકી ગયા છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. જ્યાં સુધી સરકારનો કાન પકડી આ કલમ ૩૧-બી રદ કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર બંધારણની ઉપરવટ જઈ કાયદા બનાવતી રહેશે અને તેથી સાચી આઝાદી હાંસલ કરવી હોય તો આ કલમ રદ થવી જ જોઈએ. ન (૫) લોકસભાની, વિધાનસભાની તથા અન્ય ચૂંટણીઓને લગતા સુધારા : વર્તમાન સરકારની ડામાડોળ સ્થિતિ જોઈને ઘણાંને થાય છે કે આના કરતાં તો અમેરિકા જેવી પ્રમુખ પદ્ધતિ હોય તો સરકાર ઉપર દરરોજ ભની તલવાર લટકતી ન હોય, અને એ દેશના પ્રશ્નો અંગે હિંમતથી ઝડપભેર નિર્ણયો લઈ શકે. અમેરિકી પ્રમુખ પદ્ધતિમાં પ્રમુખની સીધી ચૂંટણી થાય છે એટલે ચાર વર્ષની મુદત સુધી દેશમાં સ્થિર શાસન ચાલે છે. એની બીજી ખૂબી એમ છે કે પ્રમુખ જે પ્રધાનો પ્રબુદ્ધ જીવન ૧૫ પસંદ કરે એ સંસદ સભ્ય નહીં હોવો જોઈએ. આથી શાસન કરનાર પ્રધાનો રાજકારણી નહીં પણ, પોત પોતાના ક્ષેત્રના નિષ્ણાતો હોય છે. તે ઉપરાંત બીજા ઘણાં ફાયદાઓ છે. પણ હાલની બ્રિટીશ પદ્ધતિની ચૂંટણી બદલે કોણ? એક સમયે શ્રીમતી ઈંદિરા ગાંધીએ આ અંગે વિચાર કરેલ પણ પાછળથી તેને પડતો મૂકેલ. આ બાબત હાલ શક્ય નથી તો પછી હાલની ચૂંટણી પદ્ધતિમાં નીચે મુજબના સુધારાઓ કરવા જોઈએ. () રાઈટ ટુ રીજેક્ટ અને રાઈટ ટુ રીકોલ માટે વિચારી શકાય. તે માટે કયા નિયમો હોવા જોઈએ અને તેનો અમલ કરવામાં મુશ્કેલીઓ પડી શકે તેમ છે. તે સિવાય (I) સરકારી અમલદારોની જેમ ઉમેદવારની વય મર્યાદા હોવી જોઈએ. • જાગો, જનતા જાગો, દેશ આખાને જગાડો, કલમ ૩૧-બી રદ કરાવી, આઝાદી પાછી લાવો. (i) દેશનો વહીવટ ચલાવવા માટેનું અમુક મિનિમમ ક્વોલિકેિશન હોવું જોઈએ. મનને ચંચળ ભલે કહીએ પણ મન તો ક્યાં ને ક્યાં બંધાયું હોય છે. મનનો કબજો લઈ લે છે, કોઈ વિચાર, કોઈકનો ઠપકો, કોઈકે કરેલ વખાણ, કોઈ પ્રસંગ, કોઈના કઠણ વેણ, કોઈ જૂની યાદ. મન એ વાતને ઘૂંટ્યા કરે છે. આજે મારા મનનો કબજો કુર મુનિએ લીધો છે. ભિક્ષા વહોરવા જતા, ભાત વહોરીને આવતા, અન્ય તપસ્વી મુનિઓને વિનયપૂર્વક (iv) ઉમેદવારને બે જગ્યાએથી ઉમેદવારી કરવાની છૂટ ન આપવી અને તેમ ન થઈ શકતું હોય તો બંન્ને જગ્યાએથી ચૂંટાઈ આવેલ ઉમેદવાર જે સીટ ઉપરથી રાજીનામું આપે ત્યાં ફરી ચૂંટણી કરવાને બદલે બીજા ઉમેદવારને જેને વધુ મત મળ્યા હોય તેને ચૂંટાઈ આવેલ જાહે૨ ક૨વો જોઈએ. (૫) પોલિટીકલ પાર્ટીઓને મળતા ડોનેશનો તથા તેમાંથી ચૂંટણી લડવા માટે કરેલા ખર્ચની આંડિટેડ હિસાબ દર વર્ષે જનતા સમક્ષ રજૂ થવો જોઈએ. હાલમાં આવું બંધન ન હોવાથી ભ્રષ્ટાચારમાં ભડકો થયેલ છે અને ચૂંટણી લડવા માટે દરેક પક્ષ કરોડોનું ભંડોળ ભેગું કરવા માટે કરોડોના કૌભાંડો કરે છે, જેથી મોંઘવારી વધે છે અને જનતા માથે આડેધડ ટેક્ષ નાંખી તેની વસુલાત કરવામાં આવે છે. માટે ઉપ૨ોક્ત સુધારાઓ વિચારી ઘટતું કરી શકાય. લેખકનો Mobile : 9819093717 સમતાના મેરુ – કુરઘડુ ઘગુલાબ દેઢિયા વિદ્વાન લેખકે સ્વામી આનંદના વન અને સાહિત્ય ઉપર સો પ્રબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે, ઉત્તમ નિબંધકાર, વક્તા અને અધ્યાપક છે. પૂછતા, તિરસ્કારનો ભોગ બનતા, ભાતના પાત્રમાં તપસ્વી સાધુઓનું થૂંકવું, મધ્યાહ્નનો તડકો, ઉપાશ્રયની શાંતિ બધું ચિત્રવત્ દેખાયા કરે છે. વાર્તા શરૂ થાય છે દૃષ્ટિવિષ સર્પથી. જેની દ્રષ્ટિના ઝેરથી જોનાર મરણને શરણ થાય. આ સર્પને જાતિસ્મરણ જ્ઞાન થવાથી આ દૃષ્ટિવિષષપણાની ભયંકરતા યાદ આવી. કોઈનો ધાન ન થાય ન

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402