________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
૭ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’ : ૫૮
અંક : ૧૧
નવેમ્બર ૨૦૧૧ ૭ વિક્રમ સંવત ૨૦૬૮ વીર સંવત ૨૫૩૮ ૭ કારતક વદ-તિથિ-૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
પ્રભુટ્ટ જીવા
વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૦ ૦
૭૦ છૂટક નકલ રૂા. ૧૦/- ૭ ૭
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
અમારા રસિકભાઈ
રસિકભાઈ એટલે એક ફૂલ-ગુલાબી વ્યક્તિત્વ. પ્રત્યેક પાનખરે એ વંસત જેવા લાગે એવા નિરોગી અને સ્ફૂર્તિના ફુવારા જેવા. એમને મળો એટલે આપણી અંદર છૂપાયેલો વિશાદ ઓગળી જાય અને આપણને સ્મિત ઓઢાડી દે એવા એ ઉષ્માભર્યા. માત્ર જ્ઞાતિ અને સ્વધર્મીજનો જ નહિ પણ માનવ માત્ર માટે મદદ માટે તૈયાર, પોતાની પાસેથી આપવાનું ઓછું પડે તો ઝોળી લઈને અન્ય કાજે માગવા ઉત્સાહભેર નીકળી પડે. ‘પરકાજે માગવામાં શરમ શેની?’
એ એમનો સેવા મંત્ર, અને દાતા પણ હસતા હસતા એમની ઝોળી છલકાવી દે એવા આ સંસ્કાર મૂર્તિ. મસ્તકથી ચળકતા બૂટ સુધી જેટલા સુઘડ અને સ્વચ્છ એટલાં જ નહિ, એથી યે વિશેષ ‘અંદર’થી સ્વચ્છ, પારદર્શી વ્યક્તિત્વ. નામ પ્રમાણે રસિક અને રસજ્ઞ પણ એટલા જ, અને આ રસિકતામાંય એમનું આભિજાત્ય છલકે એવા એ ‘ઈસમ’. ખોટું કે અન્યાય સહન કરે નહિ, અને કોઈ હૃદય કે બુદ્ધિને ન સ્પર્શે એવું બોલે, એવી વાત કરે તો કોઈ પણ શેહશરમ રાખ્યા વગર પોતાને ‘સાચું’ લાગે એ ‘રોકડું’ પરખાવી દે એવા આ કાઠિયાવાડી મરદ માણસ. ક્રિયામાં ન માને પણ કર્મ અને પુરુષાર્થમાં જ માનવું એ જ એમનો ધર્મ. જન્મે જૈન પણ ‘સમજણ’થી પૂરા બુદ્ધિવાદી અને પાક્કા ‘રેશનાલિસ્ટ’. વાંચન વિશાળ પણ બુદ્ધિ સંમત થાય એ ‘વાત’ને જ માને. સંગીતના જાણતલ આ ઈન્સાનનું જીવન પણ સંવાદો અને તાલથી ભર્યુંભર્યું હતું, અને અતિથિ દેવો
ભવઃ એ સૂત્ર તો એમની અને એમના પરિવારની નસેનસમાં ધબકતું હતું.
અમારા ડૉ. રમણલાલ ચી. શાહ આ સંસ્થાના પ્રમુખ તરીકે ૧૪ વર્ષ રહ્યા અને ૭૦ની વય થતાં, એઓશ્રીએ પ્રતિજ્ઞા લીધેલ કે હવે દરેક હોદ્દા પરથી નિવૃત્તિ લેવી, એ સિદ્ધાંતે તા. ૭-૧૨-૧૯૯૬માં પોતાની દીર્ઘદ્રષ્ટિથી અને સર્વ સંમતિથી આ સંસ્થાનું પ્રમુખ પદ અમારા રસિકભાઈને સોંપ્યું. માનવ કલ્યાણ અને જ્ઞાનની વિવિધ પ્રવૃત્તિથી આ સંસ્થાને એક ઊંચી ઊંચાઈએ ડૉ. રમણભાઈએ પહોંચાડી અને એ ઊંચાઈની લગામ પ્રેમાગ્રહથી, રસિકભાઈની ઈચ્છા ન હોવા છતાં, રસિકભાઈને સોંપી અને શ્રી રસિકભાઈ
આ અંકના સૌજન્યદાતા
શ્રીમતી કેતકી રાજ વાધવા સ્મૃતિ : સ્વ. રાજ લાલચંદ વાધવા
આ સંસ્થાના પ્રમુખસ્થાને જીવનના છેલ્લા શ્વાસ સુધી, ૧૫ વર્ષ રહી આ સંસ્થાને ડૉ. રમણભાઈએ યોજેલ
પ્રવૃત્તિ યથાતથ રાખી નવી સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ ઊમેરી આ સંસ્થાને સર્વના સાથ સહકાર થકી એક વિશેષ ઊંચાઈએ રસિકભાઈ લઈ ગયા.
રસિકભાઈની સેવા પ્રવૃત્તિનો વ્યાપ માત્ર આ સંસ્થા પૂરતો જ મર્યાદિત ન હતો. અનેક સામાજિક સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે તન, મન અને ધનનું યોગદાન આપી એઓ સંકળાયેલ હતા. રાણપુર પ્રજા મંડળ, રાણપુર એજ્યુકેશન સોસાયટી, રાણપુર પાંજરાપોળ, રાણપુર હૉસ્પિટલ, વિકાસ વિદ્યાલય-વઢવાણ-જૈન સોશ્યલ ગ્રુપ
•
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬
• Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990