________________
८
પ્રબુદ્ધ જીવન
ગીતા અને કુરાન
૩ડૉ. મહેબૂબ દેસાઈ
વિદ્વાન લેખક ભાવનગર યુનિવર્સિટીમાં ઈતિહાસના પ્રાધ્યાપક તેમજ ઇતિહાસ પરિષદના પૂર્વ પ્રમુખ અને અનેક ગ્રંથોના સર્જક છે.]
૧. ભૂમિકા :
વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું, ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા. અબુલ કલામ આઝાદ એકવાર વધુમાં ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મોલાના આઝાદ દંગ રહી ગયા. એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું, ‘આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું?'
ઑક્ટોબર, ૨૦૧૧
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું, ‘આધ્યાત્મ એટલે ૧. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો
૨. નૈતિક જીવન વિશેની અતુટ શ્રદ્ધા
૩. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા ૪. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અનુટ વિશ્વાસ,’(૧)
વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમાં આપના બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે. જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મુલ્ય નિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે. જો કે અત્રે એ વિચારોનો પૂર્ણ તુલનાત્મક અભ્યાસ કરવો સંભવ નથી. પણ તેના થોડા છાંટાઓનું આપને આચમન કરાવવાનું પ્રજન છે.
૩. ગ્રંથ અને રચયતા :
ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુર્ખ ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જ્યારે ધૃતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું, હઝરત મહંમદ પયગમ્બર (ઈ. સ. ૧૭૧-૬૩૨) સાહેબ (સલ્લલ્લાહો અલયહિ વ સલ્લમ) નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં
મુલ્યનિષ્ઠ ધર્મ કેન્દ્રમાં છે. કૃષ્ણ જેવું બુદ્ધિતત્ત્વ પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સલ્લલ્લાહો અલયહિ વ સલ્લમ) સાહેબ પણ માનવજાતીના મસીહા બની ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. જેમણે અરબસ્તાનની જંગલી અને અંધશ્રદ્ધામાં જીવતી પ્રજાને ખુદાનો સંદેશ સંભળાવી, માનવતાના પાઠ ભણાવ્યા હતા. તેમને ખુદા તરફથી ‘વહી’ દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ. બંને દેવી પુરુષોનું જીવન સામ્ય પણ જાણવા જેવું છે. શ્રીકૃષ્ણ પૂર્ણ સંસારી હતા, તેમણે ન તો સંસારનો વિરોધ કર્યો હતો, ન સન્યાસ્તની પક્કડમાં આવ્યા હતા. તેમણે આઠ લગ્નો કર્યા હતા. તેમની પત્નીઓના નામ રુકમણી, જાંબુવતી, સત્યભામા, ભદ્રા, મિત્રવૃંદા, સત્યા, કાલિંદી અને લક્ષ્મણા હતા. (૨) મહંમદ સાહેબ (સલ્લલ્લાહો અલયહિ વ સલ્લમ) પણ સંસારી હતા. તેમણે દસ નિકાહ કર્યા હતા. તેમની પ્રથમ પત્ની ખદીજા તેમના કરતા ઉંમરમાં ૧૫ વર્ષ મોટા હતા. એ પછી હઝરત આયશા, હઝરત સવદા, હઝરત હઝા, ઇઝરત હિંદ, હઝરત ઝેનબ, હઝરત જુવેરીયા, હઝરત સફિયા, હઝરત ઉમ્મા-હબીબા અને હઝરત મેમુના સાથે તેમના નિકાહ થયા હતા. (૩) મહંમદ સાહેબના પ્રથમ નિકાહને બાદ કરતા બાકીના તમામ નિકાહ એ સમયની સામાજિક અને રાજકીય જરૂરીયાતનું પરિણામ હતા. આમ બંને મહાપુરુષો સંસારી હોવા છતાં તેમની ઈબાદત અને આધ્યાત્મિક ઊંચાઈ અદ્ભુત હતી. એ તેમના ઉપદેશોમાંથી ફલિત થાય છે. ૩. પ્રથમ શબ્દ અને પ્રથમ શ્લોક :
ગીતાનો આરંભ ધર્મક્ષેત્ર' અથવા 'ધર્મભૂમિ' શબ્દથી થાય છે. જ્યારે કુરાને શરીફનો આરંભ ‘બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ’ શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,
‘હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું ?' (૪)
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મઅધર્મની વિશાદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રિય વિચાર છે.
(આ વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંધની વેબ સાઈટ www.mumbai jairyuvasangh.com ઉપર લેખકના સ્વમુખે સાંભળી કો.વેબ સંપાદક : હીતેશ માયાણી મો. નં. ૯૮૨૦૩૪૭૯૯૦.