________________
૨૬
નહીં. પરંતુ સર્જકના ચિત્ત પર મહર્ષિ મેતારજનું પાત્ર એવું છવાઈ ગયું હતું કે એમાંથી એમને ‘નવક્રાંતિનાં અનેક બળોનું દર્શન' લાવ્યું, એ સમયનું ભગવાન મહાવીરના જીવનકાળનું વાતાવરણ પણ એમને માટે પ્રબળ આકર્ષણનો વિષય બન્યું, સ્યાદ્વાદના પરમ ધારક જ્ઞાતપુત્ર મહાવીરની ઉપદેશધારા ક્યાં ક્યાં અને કેવી રીતે વહી, એનું સળંગ દર્શન આલેખવાનું આ યુવાન સર્જકને મન એ માટે થયું કે એના દ્વારા જૈન ધર્મની વિશાળતાને દર્શાવી શકાય.
પ્રબુદ્ધ જીવન
મનમાં એવો પણ વિચાર આવ્યો કે જાતિ, મહત્તા અને ધર્મજડતાએ મહર્ષિ મેતારજના જીવનને બને એટલું ગોપડ્યું હશે અથવા તો રૂઢિગ્રસ્તતાએ એને ગૌણ બનાવી દીધું હશે, તો શા માટે આ ચરિત્ર આલેખીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને દર્શાવતા આ અંત્યજ મુનિનાં પ્રમાણમાં અજ્ઞાત રહેલા પણ અતિ તેજસ્વી ચરિત્રને કેમ ન આલેખવું ? આમ મુનિ સ્થૂલિભદ્રના જીવનને આલેખનારી કલમ હવે મુનિ મેતારજના અલ્પપ્રસિદ્ધ જીવનને આલેખવા માટે ઉત્સુક બની. જેવું આકર્ષણ મુનિ મેતારજનું હતું, એવું જ આકર્ષણ મહાવીર અને બુદ્ધના એ સમર્પણશીલ કાળનું હતું અને તેથી આમાં કર્મશૂર અને ધર્મશૂર રોહિોય, અલબેલી વિરૂપા, છેલછબીલો માતંગ અને નૃત્યકુશળ દેવદત્તા, પ્રબળ પરાક્રમી મગીયાર ને બુદ્ધિનિધાન મહામંત્રી અભય જેવાં પાો નવલકથામાં આલેખાયા છે.
(૧૫)
બાર વ્રતની પૂજામાં એક પંક્તિ આવે છે કે
જૂઠો નરપત, ભૂમિ ભોજન
જળ છંટકાવ કર્યો !
ઑક્ટોબર, ૨૦૧૧
કવિશ્રી 'સુંદરમ્'એ જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહર્ણયનાં પાત્રો જે રીતે આલેખાયાં છે તેના વિશે લખ્યું છે કે ગુજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે જ હશે. એથીય વિશેષ આ નવલકથામાં રોહિણેયના પાત્ર વિશે કવિ સુંદરમ્ નોંધે છે –
'રોહિણેયનું પાત્ર લેખકની શક્તિનું એક અનોખું સર્જન કહેવાય તેવું છે. એની અજેય સ્વસ્થતા, અખૂટ શારીરિક શક્તિ, બુદ્ધિશીલતા તેમ જ એની પરાક્રમગાથા તેને અસ્વાભાવિકતાની હદે પહોંચતી, પરીકથામાં સંભવે તેવી ગુણાવત્તાથી ભરી દે છે, છતાં એની રંગદર્શિતા ખરેખર આલ્હાદક બને છે. વાર્તાના રસનું – એ રસ આખી વાર્તામાં ગૌશ છે, છતાં પ્રધાન આધાન આ પાત્ર બની રહે છે.’
આમાંના કાવ્યરસિક પ્રસંગો ઉત્તમ ઉર્મિકવિતાની છટાએ પહોંચી શક્યા એવું નોંધીને કવિ સુંદરમ્ કહે છે કે આમાં લેખકના અભ્યાસનો પરિપાક અને કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે. આમાં પણ લેખકની આલેખન શૈલી દ્વારા ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક સુંદર ચિત્ર ઉપસી આવે છે.
(ક્રમશ:)
શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો
=૫. પૂ. આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ.
મોહન મેરી, મુગતિ સે જાઈ મિલ્યો !
આ પંક્તિઓમાં એક સુંદર કથા છે. એક હરિજન સ્ત્રી કોઈ વૃક્ષની
નીચે જમવા બેસે છે. તેની પાસે બે પતરાળાં છે. ભોજનમાં માંસ છે. એ જમીન શુદ્ધ કરે છે કેમકે જમવા બેસવું છે. એ સમયે ત્યાંથી એક બ્રાહ્મણ પસાર થાય છે. એ શૂદ્ર સ્ત્રીને આમ કરતી જોઈને પૂછે છે કે તારે માંસનું ભક્ષણ કરવાનું છે અને રક્તનું પાન કરવાનું છે પછી જમીન સાફ કરવાની શી જરૂર?
બ્રાહ્મણ મજાકમાં હસે છે.
એ સમયે શૂદ્ર સ્ત્રી કહે છેઃ
‘હે બ્રહ્મદેવતા, મારે માંસનું ભક્ષણ કરવાનું અને રક્તનું પાન કરવાનું એ તો મારા કર્મનો પ્રતાપ છે, એનું મને દુઃખ પણ છે. પણ હું આ જમીન એટલા માટે શુદ્ધ કરું છું કે આ રસ્તા પરથી અનેક જૂઠાં, પાપી, અનીતિવાન, વ્યભિચારી માણસો પસાર થાય છે એના પુદ્ગલો
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
મને અડી ન જાય અને હું એમના જેવી ખરાબ ન થઈ જાઉં!”
ધર્મ યાદ આવે તે પુણ્ય છે. પૈસા વધે ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. સુખમાં સોની યાદ આવે છે. દુઃખમાં રામ યાદ આવે છે.
પ્રત્યેક જીવ હીરા જેવો છે. એ એવો હીરો છે કે તેના પર સંસ્કારની પહેલ પડવાની બાકી છે.
પ્રત્યેક પળે ભગવાનને હ્રદયમાં રાખો. ક્લેશ અને ઝગડાથી દૂર રહો.
ક્લેશથી ભરેલું મન એટલે સંસાર. ક્લેશથી મુક્ત મન એટલે ભવ
પાર.
(૧૬)
જ્યારે પણ સમય મળે ત્યારે સારા કામ કરો. સજ્જનનો ધર્મ શું ? તમારો દુશ્મન કોણ? તમે પોતે. કર્મ તમારો દુશ્મન નથી. કર્મને તમારી સાથે વેર શા માટે હોય? તમારું કામકાજ જ એવું છે કે પાપ કર્મ બંધાય છે. તમારું કામકાજ સુધારો. પછી કોઈને દોષ આપવો નહીં પડે.
મરીચી મુનિએ વિચિત્ર વેશ ધારણ કરેલો. એ બિમાર પડ્યા. આદિનાથ પ્રભુના કોઈ સાધુએ તેમની સેવા કરી નહીં. મરીચી મનથી નિરાશ થઈ ગયા. એ સમયે કપિલ નામનો એક રાજકુમાર તેમની