________________
ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧
‘આ રાજાનો તું ભર્તાર તરીકે સ્વીકાર કર.'
વિદ્યુત્પ્રભા કહે, ‘હું સ્વતંત્ર નથી. ઘેર માતાપિતા છે.' મંત્રીએ એને બધી પૂછતાછ કરી ઘરનો પરિચય મેળવી લીધો. મંત્રી ગામમાં ગર્યા અને અગ્નિશાં બ્રાહ્મણ પાસે એની પુત્રીનું રાજા માટે માગું કર્યું. પિતા કબૂલ થયો. મંત્રી અને રાજા પાસે લઈ આવ્યો. પછી રાજાએ ગાંધર્વવિવાહથી વિદ્યુત્પ્રભા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી એનું નામ બદલીને આરામોભા રાખવામાં આવ્યું; કેમકે એની ઉપર આરામ (ઉદ્યાન) શોભાયમાન વિરાજમાન હતો.
પ્રબુદ્ધ જીવન: જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
જિતશત્રુ રાજા જ્યારે આરામશોભાને લઈને પાટલિપુત્ર પહોંચ્યો ત્યારે નગરની સમગ્ર પ્રજા રાજારાણીને વધાવવા ઘર બહાર નીકળી આવી. સૌ આ નવી રાણીની પ્રશંસા કરવા લાગ્યાં. વળી. હાથી ઉપર બિરાજેલ રાણીને માથે નાનકડો ઉદ્યાન જોઈ કુતૂહલ વ્યક્ત કરવા લાગ્યાં.
પછી રાજારાણીને વિષયસુખ ભોગવતાં ઘણો સમય વીતી ગયો. હવે આ બાજુ, આરામશોભાની સાવકી માતાએ પુત્રીને જન્મ આપ્યો. પુત્રી વર્ષમાં આવી ત્યારે માતાએ વિચાયું કે જો કોઈ રીતે આરામશોભાની હયાતી ન હોય તો રાજા મારી પુત્રીને પરણે
આમ વિચારી એણે આરામશોભાનો કાંટો કાઢવા પ્રપંચ આદર્યો.
એક દિવસ તે પતિને કહેવા લાગી, ‘તમે આરામશોભાને ભેટમાં કાંઈ ભાતું કેમ મોકલતા નથી? ભલે એને ત્યાં કશી કમી નથી, પણ આપણા ચિત્તના સંતોષ માટે એમ કરવું જોઈએ.' બ્રાહ્મણ પત્નીની વાત સાથે સંમત થયો.
સાવકી માએ મસાલાથી ભરપૂર સિંહકેસર લાડુ બનાવ્યા. એમાં એણે વિષ ભેળવ્યું. પછી એક ઘડામાં મૂકી પતિને આરામશોભાને ત્યાં મોકલ્યો. સાથે એવી સૂચના આપી કે 'આ લાડું માત્ર આરામશોભાએ જ ખાવાના છે.' એ માટે એણે દલીલ એવી કરી કે 'જો રાજકુળમાં બીજા ખાય તો આપણી તુચ્છતા હાંસીપાત્ર બને.”
સરળ સ્વભાવનો બ્રાહ્મણ પત્નીનો દુષ્ટ ઈરાદો કળી શક્યો નહીં. લાડુ ભરેલો ઘડો લઈ તે પાટલિપુત્ર પહોંચ્યો. થાક્યો હોવાથી નગર બહાર એક વડના ઝાડ નીચે સૂતો.
ત્યાં રહેલા પેલા નાગદેવે જાણી લીધું કે આ લાડુમાં ઝેર ભેળવેલું છે. આ લાડુ જો ખાય તો આરામશોભા મરી જ જાય. એટલે એન્ડ્રુ પોતાની દેવી શક્તિથી ઝેરના લાડુને સ્થાને અમૃતના લાડુ મૂકી દીધા.
બ્રાહકો જાગી ગયા પછી રાજમહેલે ગયો. રાજાને સંદેશો મોકલાવ્યો કે રાણીના પિતા મળવા આવ્યા છે. રાજાએ અગ્નિશર્માને મહેલમાં તેડાવ્યો. પછી બ્રાહ્મણે આરામશોભાને ભેટ ધરીને કહ્યું, ‘તારી માતાએ પ્રેમથી આ ભાતું મોકલ્યું છે. બધામાં હાંસીપાત્ર ન બનું એટલે આ ભેટ કેવળ તારા માટે જ છે.'
આરામશોભાએ રાજાની સંમતિ લઈને જેવો ઘડો ખોલ્યો કે એમાંથી મીઠી સુગંધ પ્રસરી રહી. રાજા કૌતુકથી લાડુ જોવા લાગ્યો.
૪૫
એટલું જ નહિ, લાડુ પ્રેમથી આરોગ્યા પણ ખરા. રાજાએ રસમધુર લાડુની ખૂબ પ્રશંસા કરી. વળી, અન્ય રાણીઓને પણ એકેક લાડુ મોકલાવ્યા. સૌએ આરામશોભાની માતાની આવડતને વખાણી.
પછી બ્રાહ્મણે પોતાની પુત્રીને થોડા સમય માટે પિયર મોકલવાની રાજાને વિનંતી કરી. ત્યારે રાજાએ કહ્યું, 'રાજરાણી સૂર્યથી ઓઝલમાં રહે છે.” આમ રાજાની 'ના' થવાથી પિતા એકલો પાછો ફર્યો. ઘેર પહોંચીને બો વૃત્તાંત કહ્યો. ત્યારે પત્ની પોતાનું કાવતરું નિષ્ફળ જવાથી નિરાશ થઈ. પછી નિર્ણય કર્યો કે બી વાર વધારે અસરકારક ઝેર ભેળવીશ.'
થોડાક દિવસો પછી સાવકી માએ વિશ્વમિશ્રિત સૂતરફેણીનો કરંડિયો આરામશોભાને ભેટ ધરવા પતિ સાથે મોકલ્યો. બ્રાહ્મણ પહેલાંની જેમ જ નગર બહારના વડ પાસે પહોંચ્યું. નાગદેવે તેને જોયો. દેવી વિદ્યાથી સત્ય જાણી લીધું. એટલે મીઠાઈમાંથી વિષ દૂર કર્યું. બ્રાહ્મણે મહેલે જઈને ભેટ ધરી. પહેલાંની જેમ જ આરામશોભાની માતાની સૌએ પ્રશંસા કરી. આ વખતે આરામશોભા સગર્ભા હતી. પિતાએ ઘેર પહોંચી આ સમાચાર પત્નીને કહ્યા.
થોડા સમય પછી માતાએ ત્રીજી વાર પતિને મીઠાઈ સાથે પાટલિપુત્ર મોકલ્યો. અને પતિને ખાસ સૂચના આપી રાખી કે સગર્ભા પુત્રીને પ્રસૂતિ માટે અહીં લઈ આવવી અને રાજા ન માને તો બ્રાહ્મતેજ બતાવવું.
આ વખતે પણ વડ પાસે નાગદેવે મીઠાઈમાંથી વિષ હરી લીધું. બ્રાહ્મણે રાજમહેલે જઈ મીઠાઈની ભેટ ધરીને પછી સગર્ભા પુત્રીને પ્રસૂતિ માટે પિયર મોકલવા રાજાને વિનંતી કરી. રાજાએ ના પાડી એટલે તરત જ પિતાએ પોતાના પેટ ઉપર છરી મૂકીને કહ્યું, "જો પુત્રીને નહિ મોકલો તો હું બ્રહ્મહત્યા કરીશ.' ત્યારે રાજાએ મંત્રીનું સમર્થન લઈને આરામશોભાને ધણી સામગ્રી તેમજ પરિચારિકાઓ સાથે પિયર મોકલી.
પતિ આરામશોભાને લઈને ઘેર આવી રહ્યો છે એની જાણ થતાં ઘરની પાછળ એક કૂવો ખોદાવ્યો. પછી, પોતાની વયમાં આવેલી સગી પુત્રીને છાની રીતે એક ભોંયરામાં રાખી.
આરામશોભા રાજવી ઠાઠપૂર્વક આવી. થોડા સમય પછી આરામશોભાએ એક સ્વરૂપવાન બાળકને જન્મ આપ્યો.
એક દિવસ લાગ જોઈને માતા આરામશોભાને કુદરતી હાજતે પાછલા દરવાજેથી લઈ ગઈ. કૂવા તરફ એની નજર જતાં કુતૂહલથી એણે કૂવામાં ડોકિયું કર્યું. ત્યારે માતાએ એને નિર્દયતાથી કૂવામાં ધકેલી દીધી. આરામશોભા ઊંધે મોંએ કૂવામાં પડી. પડતાં વેંત એણે નાગદેવે આપેલી સલાહ અનુસાર દેવનું સ્મરણ કર્યું. ત્યારે તે નાગદેવે પોતાની હથેળીમાં તેને ઝીલી લીધી. અને કૂવામાં એક પાતાલભવન બનાવી એમાં એને રાખી. આરામશોભા ત્યાં સુખેથી