________________
૫૨
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
મૂર્છાવશ બન્યો. પછી મૂર્છા વળતાં બેબાકળા બનેલા રાજાએ આપઘાત કરી લીધો. અરિંદમન રાજા કારાગૃહમાં જ મૃત્યુ પામ્યો. આમ, કોકાસની સ્પષ્ટ ના છતાં અરિદમન રાજાની જીદ અને સ્વચ્છંદી આપમતિલાપણાનું કેવું ભયંકર દુષ્પરિણામ આવ્યું ! ૨. વસુદત્તાની કથા
ઉજ્જયિની નગરીમાં વસુમિત્ર નામે એક ધનાઢ્ય પુરોહિત રહેતો હતો. એની પત્નીનું નામ ધનશ્રી હતું. સંસારસુખ ભોગવતાં આ દંપતીને એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ. પુત્રનું નામ ધનવસુ, પુત્રીનું નામ વસુદત્તા. વસુદત્તા રૂપે તો જાણે રંભાના અજાણ્યા સમૂહ સાથે જવાની હતી એનો એને ભેટો થયો કે કેમ અવતાર સમી. વસુદત્તા યુવાન થયમાં આવી હતી.
આ બાજુ ધનદેવ પરદેશથી ઘેર આવ્યો. પત્ની અને બે પુત્રોને ન જોતાં માતાપિતાને પૂછવા લાગ્યો. ત્યારે એમણે કહ્યું, ‘બેટા! અમે વહુને ઘણું સમજાવી. પણ એણે અમારી કોઈ વાત માની નહિ અને બે બાળકોને લઈને હઠ કરીને પિયર જવા નીકળી ગઈ છે. જે
એની પણ ખબર નથી.'
કોસંબી નગરીથી ધનદેવ નામનો એક વેપારી વેપાર અર્થે ઉજ્જયિની આવ્યો. વસુમિત્ર સાથે એનો પરિચય હોવાથી એને ઘેર આવીને રહ્યો. ધનદેવ અને વસુદત્તા સરખેસરખી વયનાં હોવાથી અને નિકટના સહવાસથી બન્ને સ્નેહની ગાઠથી બંધાઈ ગયાં. વસુમિત્ર આ બન્ને વચ્ચે પ્રેમ પાંગરેલો જોઈને એમનાં લગ્ન કરી આપ્યાં. ધનદેવ વેપારનું કામ પતાવી નવોઢા વસુદત્તાને લઈને કોસંબી નગરી પોતાને ઘેર આવ્યો. ધનદેવના માતાપિતા પણ આ નવપરિણીતાને જોઈને ખૂબ હર્ષ પામ્યાં.
સમય પસાર થતો ગયો. દાંપત્યસુખ ભોગવતાં વદત્તાને બે પુત્રની પ્રાપ્તિ થઈ. અને ત્રીજી વખત એ સગર્ભા બની.
આ ગાળામાં પતિ ધનદેવને વેપાર અર્થે પરદેશ જવાનું થયું, આવી વિોગાવસ્થામાં અને સગર્ભાવસ્થામાં અને પિયરની યાદ આવી ગઈ. માતાપિતાને મળવા માટે તે ખૂબ અધીરી બની ગઈ. પા જવું કેવી રીતે આ પ્રશ્ન હતો. એવામાં અને જાણવા મળ્યું કે નગર બહાર કોઈ સમુદાય ઊતરેલો છે અને તે ઉજ્જયિની જઈ રહ્યો છે. વસુદત્તાએ આ સમુદાય સાથે પિયર જવા મનમાં વિચાર્યું. સાસુસસરાને આ અંગે વાત કરતાં એમણે વસુદત્તાને તદ્દન અજાણ્યા સમૂહ સાથે જવું યોગ્ય નથી એવી સલાહ આપી. પછી કહ્યું કે ‘કોઈ કારણે એ લોકોથી છૂટી પડી જઈશ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ. એના કરતાં ધનદેવ પાછો આવી જાય એ પછી તું એની સાથે જાય તે યોગ્ય રહેશે.’
વસુદત્તા કહે, 'સસરાજી, મારા પતિ ક્યારે આવે ને શો નિર્ણય કરે એની શી ખબર પડે? મને માતાપિતાને મળવાની ખૂબ જ ઉત્સુકતા છે.”
ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧
વસુદત્તાએ વિચાર્યું કે ઝડપથી ચાલીને એ કાફલાની સાથે જોડાઈ જઈશ. પછી ચાલતાં ચાલતાં આગળ ઉપર બે માર્ગ આવ્યા. ભૂલથી ઉજ્જયિનીનો માર્ગ લેવાને બદલે બીજા માર્ગ ઉપર તે ચડી ગઈ. અને પરિણામે ભૂલી પડી.
સસરાએ એને ઘણી સમજાવી પણ આપમતિલી વસુદત્તા વડીલની સલાહ-સમજાવટને અવગણીને બન્ને પુત્રોને લઈને પિયર જવા ઘેરથી નીકળી ગઈ. નગર બહાર પહોંચીને ઉજ્જયિની જનારા
સમુદાયની તપાસ કરી તો જાણવા મળ્યું કે એ સમુદાય તો અહીંથી વિદાય થઈ ગયો છે ને ચારેક કોસ જેટલે દૂર પહોંચ્યો છે.
આ સાંભળીને ધનદેવે તરત જ ઉજ્જયિનીની વાટ પકડી. એ માર્ગે તો ક્યાંય વસુદત્તા મળી નહિ. એટલે એણે બીજા વેરાન પ્રદેશનો માર્ગ લીધો. એ રસ્તે આગળ જતાં છેવટે એને વસુદત્તા અને બે બાળકોનો ભેટો થયો. વનવગડાનો પ્રદેશ હતો. બધાં ભૂખ્યાં-તરસ્યાં હતાં. બાળકો રડતાં હતાં. છેવટે એક વૃક્ષ નીચે બધાં રોકાયાં. અહીં રાતવાસો કરીને સવારે આગળ જવાનું ધનદેવે વિચાર્યું. વસુદત્તાને પતિનું મિલન થતાં આનંદ તો થયો પા આતોએ એમનો પીછો છોડ્યો નહોતો.
વસુદત્તાને પેટમાં સખત પીડા ઉપડી. ધનદેવે આમતેમથી પાંદડાં ભેગાં કરી પત્નીને એના ઉપર સુવાડી. હકીકતમાં એ પીડા પ્રસવીડા હતી. દર્દ વધતું ગયું ને છેવટે વસુદત્તાએ આ વનપ્રદેશમાં જ પુત્રને જન્મ આપ્યો. પાણી વિના પ્રસવશુદ્ધિ પણ ન થઈ શકી.
તાજી પ્રસૂતિના રુધિરની ગંધ મૃગલાના માંસ જેવી હોય છે. આવી ગંધ ચોમેર વ્યાપી ગઈ. આવી ગંધથી ખેંચાઈને એક વાઘ ત્યાં આવી ચડ્યો. વાધની ગર્જનાથી ભયગ્રસ્ત બનેલાં પતિપત્ની કાંઈપણ વિચારે એ પહેલાં તો વાઘ ધનદેવને ઉપાડીને ત્યાંથી ભાગી ગયો. વસુદત્તા કાંઈ પણ કરવા નિરુપાય અને લાચાર હતી. વિલાપ કરવા લાગી. મૂર્છાવશ બની ગઈ. મૂર્છા ટળી, પણ ભયગ્રસ્ત થઈ જવાથી દેહ એવો તપ્ત થઈ ગયો હતો કે સ્તનનું દૂધ પણ બળી ગયું. નવજાત શિશુને દૂધ ન મળવાથી એ પણ મૃત્યુ પામ્યો.
રડતી-કકળતી વદત્તાએ જેમતેમ કરી ત્યાં રાત વીતાવી. પછી સવાર થતાં બન્ને બાળકોને લઈને આગળ ચાલવા લાગી. અધૂરામાં પૂરું વરસાદે પણ ધોધમાર વરસવાનું શરૂ કર્યું. આગળ જતાં એક નદી આવી. ખૂબ વરસાદ વરસી જવાથી નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. વસુદત્તા વિમાસણમાં પડી કે નદી ઓળંગી સામે કાંઠે બાળકોને લઈને પહોંચવું શી રીતે ? થોડોક સમય તો શૂન્યમનસ્ક સમી બેઠી જ રહી. પછી નદીના જળ સહેજ ઓછાં થતાં તે એક પુત્રને સામે કાંઠે મૂકીને પાછી આવી. પછી બીજા બાળકને લઈને નદી ઓળંગવા
લાગી. નદીની મધ્યમાં આવી ત્યાં નદીપટની વચ્ચે રહેલો એક પથ્થર