________________
જુલાઈ, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
૧૧
આવી. સુતાપાહુડમાં તો સ્પષ્ટ રુપે સ્ત્રીને માટે પ્રવજ્યા-દીક્ષાનો થાય છે કે આગમિક વ્યાખ્યાઓના યુગમાં અને તે પછીના સમયમાં નિષેધ કરવામાં આવ્યો છે. જૈન પરંપરામાં સ્ત્રીની અપેક્ષાએ પુરુષોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં પણ સ્ત્રીની બૌદ્ધિક ક્ષમતાને લીધે તેને દૃષ્ટિવાદ, અરુોપપાત, નિશીથ વગેરેના અધ્યયન માટે અોગ્ય માની છે પરંતુ તેની મોક્ષપ્રાપ્તિની ક્ષમતાનો સ્વીકાર કર્યો છે. શારીરિક સંરચનાને કારણે તેને માટે સંયમ સાધનાના ઉપકરણના રુપમાં વસ્ત્ર આવશ્યક હોય, પરંતુ આસક્તિના અભાવને કારણે તે પરિગ્રહ ન ગણાય તેથી તેનામાં પ્રવજિત થવાનું તથા મુક્ત થવાનું સામર્થ્ય છે.
એ વાત નિશ્ચિત છે કે આગમિક કાળના જૈનાચાર્યોએ ન કેવળ સ્ત્રીમુક્તિ અને સ્ત્રી-દીક્ષાનો સ્વીકાર કર્યો છે, પરંતુ મલ્લિનો સ્ત્રી તીર્થંકર રુપમાં સ્વીકાર કરીને પ્રતીતિ કરાવી છે કે આધ્યાત્મિક સર્વોચ્ચ પદની અધિકારી નારી પણ થઈ શકે છે. સ્ત્રી તીર્થંકરની વિચારણા એ જૈન ધર્મની પોતાની એક વિશિષ્ટ વિચારણા છે જે નારીની ગરિમાને અનોખો મહિમા અપાવે છે.
જૈન ધર્મમાં તીર્થંકરની જે વિચારણા છે તે પોતાની વિશેષતા છે. અને તે એ સૂચિત કરે છે કે વિશ્વનું સર્વોત્તમ ગૌરવશાળી પદ પુરુષ અને સ્ત્રી બંને સમાન રુપે પ્રાપ્ત કરી શકે છે. તે છતાં પરવર્તી આગમોમાં અને આગમિક વ્યાખ્યા સાહિત્યમાં આ વાતને એક આશ્ચર્યકારક ઘટના કહીને પુરુષના પ્રાધાન્યને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
જૈનધર્મ સંઘમાં નારીની મહત્તાને યથા સંભવ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મથુરામાંથી પ્રાપ્ત થયેલા શિલાલેખો પરથી એ સ્પષ્ટ થાય છે કે ધર્મકાર્યોમાં પુરુષોની જેમ જ સ્ત્રીઓ પણ ભાગ લેતી હતી. સ્ત્રીઓ માત્ર પુરુષોની જેમ ધર્મકાર્યોમાં ભાગ લેતી હતી એટલું જ નહિ પણ પોતાની ઈચ્છા પ્રમાણે દાન કરતી હતી અને મંદિર પણ બંધાવતી અને બંધાવવાના કાર્યમાં ભાગીદાર બનતી હતી.
આગમિક કાળમાં જોવા મળે છે કે સંઘના પ્રમુખના રુપમાં આચાર્યનું પદ પુરુષના અધિકારમાં હતું. કોઈપણ સ્ત્રી આચાર્ય થયાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. પરંતુ ગશિની, પ્રવર્તિની, ગણાવચ્છેદિની, અભિષેકા વગેરે પદો સ્ત્રીઓને પ્રદાન કરવામાં આવતા હતા અને આ વ્યવસ્થા સાધ્વી સંઘની સ્વતંત્ર રુપે આંતરિક વ્યવસ્થા હતી. તે છતાં યુવાન ભિક્ષુશીઓ-સાધ્વીઓની સુરક્ષાનું કાર્ય ભિક્ષુ સંધને સોંપવામાં આવ્યું હતું. પરંતુ સામાન્ય રીતે ભિક્ષુણીઓ પોતાની સુરક્ષાની વ્યવસ્થા સ્વયં રાખતી હતી. કારણ રાત્રિના સમયે અથવા પદયાત્રા-વિહારમાં સાધુ અને સાધ્વીઓને એક સાથે રહેવાનું વર્જિત ગણાતું હતું. તેથી ભિક્ષુણી-સાધ્વી સંઘમાં સુરક્ષા પ્રતિહારી વગેરેની નિમણૂંક કરવામાં આવતી. આ રીતે આ સાધના ક્ષેત્રમાં નારીના ગૌરવને યથાસંભવ સુરક્ષિત રાખવામાં આવ્યું. તે છતાં કેટલાંક તથ્યોનું અવલોકન કરતાં એ વાત નિશ્ચિત
છતાં પણ જ્યાં સુધી વ્યાવહારિક જીવનનો પ્રશ્ન હતો ત્યાં સુધી જૈનાચાર્યો હિંદુ-ચિંતનથી પ્રભાવિત રહ્યા હતા. મનુસ્મૃતિમાં સામાન્ય વ્યવહારભાષ્યમાં પણ કહેવામાં આવ્યું છે કે જન્મ પછી સ્ત્રી પિતાને અધીન, વિવાહિત થયા પછી પતિને અધીન અને વિધવા થયા બાદ પુત્રને અધીન હોય છે, એટલે કે તે પોતે કદી સ્વાધીન નથી હોતી. આ પ્રમાણે આગમિક વ્યાખ્યા સાહિત્યમાં સ્ત્રીની સ્વાધીનતા મર્યાદિત કરવામાં આવી છે.
અર્થોપાર્જન અને કોટુંબિક વ્યવસ્થાની દૃષ્ટિએ જૈનધર્મીઓમાં પણ પુત્રની પ્રધાનતા રહી હોય, પરંતુ જ્યાં સુધી ધાર્મિક જીવન અને સાધનાનો પ્રશ્ન હતો ત્યાં જૈન ધર્મમાં પુત્રની મહત્તાને કોઈ સ્થાન ન હતું. જૈન કર્મ સિદ્ધાંતે સ્પષ્ટ રીતે ઉદ્ઘોષિત કર્યું છે કે વ્યક્તિ પોતાના કર્મો અનુસાર સુગતિ અથવા દુર્ગતિમાં જઈને ભોગવે છે. સંતાન દ્વારા કરેલા કર્મકાંડો પૂર્વજોને કોઈ પણ રીતે પ્રભાવિત કરતા નથી.
વિવાહ-વ્યવસ્થા પ્રાચીન કાળથી લઈને આજ સુધી માનવ સમાજ વ્યવસ્થાનું એક મહત્ત્વપૂર્ણ અંગ રહી છે. એ એક સત્ય છે કે જૈન ધર્મના અનુયાયીઓમાં પ્રાચીનકાળથી વિવાહ વ્યવસ્થાને ખાસ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. ધાર્મિક દૃષ્ટિએ તે સ્વપત્ની અથવા સંતોષવ્રતની વ્યવસ્થા કરે છે એનું તાત્પર્ય એ છે કે વ્યક્તિએ પોતાની કામવાસનાને સ્વપત્તિ અથવા સ્વપત્ની સુધી સીમિત રાખવી જોઈએ, જેને માટે બ્રહ્મચર્યનું પાલન સંભવ ન હોય તેને લગ્ન કરવા જોઈએ.
કોઈપણ વ્યક્તિ માટે બ્રહ્મચર્ય પાળવું અશક્ય હોય તો તે પોતે વિવાહ કરી શકે છે. જ્યાં સુધી સ્વયંવર વિધિનો પ્રશ્ન છે ત્યાં સુધી એ વાત નિશ્વિત છે કે નારી સ્વાતંત્ર્યની દ્રષ્ટિએ આ વિધિ મહત્ત્વની હતી. પરંતુ જન સામાન્યમાં માતા-પિતા દ્વારા આયોજિત વિવાહ પ્રકૃતિ પ્રચલિત હતી.
માતા-પિતા દ્વારા આયોજિત આ વિવાહ વિધિમાં સ્ત્રી-પુરુષની સમાનતા પર કોઈ પ્રભાવ પડતો નથી. તે છતાં એ વાત સાચી છે કે જૈનાચાર્યોએ વિવાહ-વિધિ સંબંધે ગંભીરતાથી ચિંતન કર્યું નથી. તેમ છતાં વિવાહ વિધિને ગૌરવહીન બનાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી.
પ્રાચીનકાળથી માંડીને આજદિન સુધી વિવાહ કરવો કે ન કરવો એ પ્રશ્ન સ્ત્રીની વિવેકબુદ્ધિ પર છોડવામાં આવ્યો છે, જે સ્ત્રી એમ સમજતી કે પોતે અવિવાહિત રહીને પોતાની સાધના કરી શકશે તેને વિવાહ કર્યા વિના દીક્ષિત થવાનો અધિકાર હતો. વિવાહ સંસ્થા જૈનો માટે બ્રહ્મચર્યની સાધનામાં સહાયક થવાના રુપમાં સ્વીકારવામાં આવી હતી, જેનોને માટે વિવાહનો અર્થ પોતાની