________________
૨૪
અને મહાનુભાવનાના દર્શન થયા. આથી જ 'જયભિખ્ખુનો વિજયધ્વજ' નામના લેખમાં શ્રી દુલેરાય કારાણી લખે છે;
‘એમની લેખિની–લેખનશૈલી રમતિયાળ છે, રઢિયાળી છે, રમઝમ કરતી મર્નોહર મુગ્ધા જેવી માનવતી છે, વાચકને પણ એ મસ્તીની મોજમાં લઈ જાય એવી શક્તિમાન છે, એમની કલમે ગુજરાતની જનતા પર જાણે કામણ કર્યું છે. એમને પોતાને તો ખ્યાલ પણ નથી કે હું એક મહાન ગ્રંથકાર છું મહાન સામર છું. એક વિદ્વાન ગ્રંથકાર માટે આ મોટી વાત છે. હિંદી સાહિત્યના એક સાહિત્યકારનું કથન છે કે
બલી ક્ષમી, નિર્મમ ધની, વિનમ્ર વિદ્યાવાન જગમેં મિલના કઠિન હૈ, તીનોં એક સમાન.
પ્રબુદ્ધ જીવન
‘બળવાન માણસ ક્ષમાશીલ હોય, ધનવાન માણસ મમતારહિત હોય અને વિજ્ઞાન માણસ વિનમ્ર હોય – આ ત્રણે પુરુષો દુનિયામાં દુર્લભ છે.’
શ્રી જયભિખ્ખુ એવા જ વિના વિદ્યાવાન છે. નાના-મોટા સૌને સમદ્રષ્ટિએ જોવાવાળા છે. સજ્જનતા અને સહૃદયતા એમની રગેરગમાં રમે છે. એટલે જ એક અતિ વિશાળ મિત્રવર્તુળની કુદરતે તેમને ભેટ આપેલ છે. સૌ કોઈના એ લાડીલા અને માનીતા મિત્ર બની રહે છે.’
સર્જકના ચિત્ત ૫૨ જીવનનો અનુભવ જુદી જુદી રેખા અને રંગ પૂરતો હોય છે. જયભિખ્ખુના જીવનનો આ અનુભવ એમને સાધુતાને જોવાની એક નવી દૃષ્ટિ આપે છે. અને તેને પરિણામે એમની નવલકથા અને વાર્તાઓમાં જૈન સાધુની આત્મસાધના સાથે પરોપકાર પરાયણતા પ્રગટ થાય છે.
‘કાલની કોને ખબર છે.' એ વાક્ય જાણે સાર્થક બનતું હોય તે રીતે ૧૯૪૫ની ૨૯મી નવેમ્બરે બપોરે સવા ચારની ટ્રેનમાં તેઓ સોનગઢથી પાલીતાણા જવા નીકળે છે. સાંજના સાત વાગ્યે પાલીતાણા પહોંચે છે. એ સમયે પાલીતાણાની જસોર ધર્મશાળામાં પૂજ્ય લબ્ધિશ્રીજી, ચંદનશ્રીજી, વલ્લભશ્રીજી અને જયંતિશ્રીજી વગેરે સાધ્વીઓને મળે છે. પછીને દિવસે વહેલી સવારે માધવલાલની ધર્મશાળામાં રાત રહીને શત્રુંજય તીર્થની યાત્રા કરે છે. નવટૂંકના દર્શન કરે છે. આદીશ્વર ભગવાનના મુખ્ય જિનાલયમાં સેવા-પૂજા કરે છે. આમ સાત વાગે ડુંગર ચડવાનું શરૂ કર્યું હતું અને બાર વાગ્યે પાછા આવ્યા. એ પછી સાધ્વીજી શ્રી લબ્ધિશ્રીજી મહારાજ સાથે વાર્તાલાપ કરે છે. આ શ્રી લબ્ધિશ્રીજી મહારાજ સંસારી દષ્ટિએ જયભિખ્ખુના પિતરાઈ ફૈબા હતા. એમનું સંસારી નામ લહેરીબા હતું. રતિભાઈના પિતાશ્રી દીપચંદભાઈના આ બાળવિધવા બહેને ભાઈની સાથે જ દીક્ષા ગ્રહણ કરી હતી.
.
જુલાઈ, ૨૦૧૧
રોજનીશીમાં તેઓ લખે છેઃ 'સાધ્વી જીવન સાધુ, શ્રાવક કે શ્રાવિકા કરતાં વિશેષ દુઃખદ દેખાયું.’
અહીં સાધ્વીસમાજની વાસ્તવિક પરિસ્થિતિનો જયભિખ્ખુને પરિચય થાય છે. એમની વેદનાઓ, બંધનો, મુશ્કેલીઓ અને બંધિયાર પરિસ્થિતિને જાણે છે. આ અનુભવ વિશે તેઓ
જીવનનો રઝળપાટ ચાલતો હતો, પણ સાથેસાથે જયભિખ્ખુના મનમાં કેટલાંક વિચારો જાગતા હતા. આટલી બધી સંસારિક દોડધામ વચ્ચે નિરાંતે સાહિત્ય સર્જન શક્ય છે ખરું ? એક પછી એક સામાજિક પ્રસંગો ઊભા થતા હતા અને એને પરિણામે સમય અને શિક્ત બન્ને એમાં ખર્ચાઈ જતા. એની સાથોસાથ આર્થિક રીતે પણ મુશ્કેલી પડતી. ઉદાર સ્વભાવને કારણે કરકસર સ્વભાવ વિરુદ્ધ બની હતી. આ ખમીરવંતા સર્જક ૧૯૪૫ની પહેલી ડિસેમ્બરે એટલે કે વિક્રમ સંવત ૨૦૦૨ની કારતક વદ બારશના દિવસે નોંધે છે,
નવા વર્ષ પછીના આજ સુધીના દિવસો મુખ્યત્વે કમાણી વગરના ગયા. નોકરી વગરનું આ રીતનું અર્થોપાર્જન મુશ્કેલ છે. તે માટે તરત વિચાર કરવો ઘટે, નહીં તો ભવિષ્ય ભારે થઈ જશે.'
આ રીતે ભવિષ્યની ચિંતા સતાવે છે, પરંતુ એ ચિંતા એમના જીવનને નિરુત્સાહી બનાવી શકતી નથી. જયભિખ્ખુનો મિજાજ જ એવો હતો કે આવી બધી ચિંતાઓ ચાલતી હોય, તો પણ એમના રોજિંદા જીવનમાં એ ક્યારેય પ્રગટ થતી નહીં. એમના નિકટના પરિચિતોને પણ એનો ખ્યાલ આવતો નહીં અને આથી કોઈ સારી ફિલ્મ હોય, મિત્રો કે કુટુંબ સાથે હોટલમાં ભોજન કરવાનું હોય કે પછી ક્રિકેટની મેચ હોય તો તે જોવાનું ચૂકતા નહીં.
અભ્યાસકાળમાં ગ્વાલિયર બાજુ રહ્યા હોવાથી એમને વિશેષ રસ હૉકીની રમતમાં હતો. ક્યારેક હૉકીના જાદુગર તરીકે ઓળખાયેલા ધ્યાનચંદની રમતની ખૂબીઓની રસભર વાર્તા કરતા હતા. અમદાવાદમાં ગુજરાત કૉલેજ પર ખેલાતી મૅચ જોવા જતા અને એ રીતે ૧૯૪૬ની છઠ્ઠી જાન્યુઆરીએ સિંધ અને ગુજરાત વચ્ચેની મંચ જોવા ગયા હતા. આ અત્યંત રસાકસીભરી મંચ હતી અને એમાં ગુજરાતની ટીમ પરાજિત થાય એવી પરિસ્થિતિ હતી તેમ છતાં અંતે ગુજરાતની ટીમનો વિજય થાય છે.
આનો અર્થ જ એ કે એમને મન જીવન એક આનંદયાત્રા હતી. કોઈ મદદ માગવા આવ્યા હોય, તો એને માત્ર મદદ તો કરતા જ, બલ્કે એને હિંમતથી જીવવાનો વિશ્વાસ પણ અર્પતા હતા. એમની આસપાસના મિત્રવર્તુળમાં એમનો આગવો પ્રભાવ એ રીતે પડતો કે તેઓ એમની વાતોથી, વ્યવહારથી, આતિથ્યથી તથા પરગજુપણાથી સહુનાં હૃદય જીતી લેતા હતાં. આથી એમના મિત્રવર્તુળોમાં સંતો, મહંતો હતા. લેખકો અને ચિત્રકારો હતા. સાધકો અને જાદુવિધાના વિશારદો પણ હતા. જયભિખ્ખુ એ ડાયરાના માણસ હતા.
(ક્રમશ:) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫