________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૧
જાગી ગયું. જેનું આત્મસત્ત્વ ઝળહળે છે તેને સંસારનો કોઈ અંધકારમનની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ કેવી મોટી ઉપલબ્ધિ છે! છૂપાવી શકતો નથી. નંદિપેશ પુનઃ સાધુ બનીને આત્મ કલ્યાણ પામી ગયા.
જિન પૂજા ભાવથી કરીએ તો ચિત્તની પ્રસન્નતા મળે. કેટલાંય લોકો ધર્મના સ્થળે આવે છે. પ્રભુ પાસે જઈને પોતાનું દુઃખ ગાયા કરે છે. શું આ બરાબર છે?
ભગવાનને પૂછો કે અમારે શું કરવા જેવું છે? તો પ્રભુ કહેશે આત્મકલ્યાણ કરવા જેવું છે.
ભગવાનને પૂછો કે અમારે શું કરવા જેવું નથી? તો પ્રભુ કહેશે કર્મ બંધાય તેવું કરવા જેવું નથી.
ધન્ના શેઠની સ્ત્રી પોતાના પતિને સ્નાન કરાવે છે. એ રડે છે. કહે છે કે મારો ભાઈ દીક્ષા લેવાનો છે. એ રોજ એક એક પત્નીનો ત્યાગ કરી રહ્યો છે. ધન્ના શેઠ કહે એમાં શું? હિંમત હોય તો બધાનો એક સાથે ત્યાગ ન કરે! સુભદ્રાને ખોટું લાગ્યું. શાલિભદ્ર માટે, પોતાના ભાઈ માટે કોઈ બોલી જાય તે કેમ ચાલે ? સુભદ્રા
કહે કે વાતો કરવી સહેલી છે! તમે કરો ને!
૨૬
આપણું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે કે ૮૪ લાખ પૂર્વનું તે ભૂલી જાવ. માત્ર સારા કામ કરવાની ટેવ પાડો. ભગવાનના અને સદ્ગુરુના શરણમાં જાવ. સદ્વિચારના ચરણમાં જાવ. સપ્રવૃત્તિના શરણમાં જાવ. પૂજા સંગ્રહ સરસ ગ્રંથ છે. એમાં માત્ર પૂજાઓ નથી પણ ભગવાનનું ધર્મ તત્ત્વ, ભગવાને કહેલી કથાઓ, ધર્મનો સદુપદેશ વગેરે બધું જ એમાં છે.
તમે કલ્પના કરી શકો છો કે જૈન ધર્મ શા માટે છે? જૈન ધર્મ આત્માના કલ્યાણ માટે છે. સંસારી વાતને અહીં કોઈ સ્થાન નથી.
ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, સમ્યક્તપની આરાધના કરીને કર્મમુક્ત થાઓ. ભગવાનનું વચન હોય પછી બીજું શું જોઈએ ? (૧૪)
પૂજા સંગ્રહમાં સૌથી પહેલી સ્નાત્રપૂજા છે. સ્નાત્રપૂજામાં ભગવાનના જન્માભિષેકનું વર્ણન છે. માત્ર જન્માભિષેકનું વર્ણન નથી પણ એ જીવાત્માએ શું શું કર્યું અને પરમાત્માના પદે કેવી રીતે પહોંચ્યા તેનું વર્ણન છે. વીરવિજયજી જ્ઞાની પુરુષ છે. વિદ્વાન સાધુ છે. આવા વિદ્વાન સાધુજનો વારંવાર મળતા નથી. વીરવિજયજી મહારાજ મહાન કવિ છે. ભગવાન વિશે વર્ણન કરતી વખતે પોતાને કવિકર્મ સિદ્ધહસ્ત છે. તે પ્રગટાવે છે.
જિનેશ્વર ભગવાનની પૂજાથી શું થાય? ઉપસર્ગોનો નાશ થાય, વિઘ્નો ટળી જાય, મન પ્રસન્ન થાય.
મનની પ્રસન્નતા એ પૂજનનું ફ્ળ છે એવું શ્રી આનંદધન કર્યું છે. આ ઘણી મોટી પ્રાપ્તિ છે. ચોવીસ કલાક તમારું મન ભમે છે. આકુળવ્યાકુળ રહે છે. દુ:ખી અને અતૃપ્ત રહે છે. એ સ્થિતિમાં
કે. જે. સૌમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન દૈનિઝમ જૈન તત્ત્વજ્ઞાનના પ્રચારાર્થે ગુજરાતી અને અંગ્રેજીમાં અભ્યાસમ યોર્જે છે.
ડિપ્લોમા કોર્સ ઈન જૈન ફિલોસોફી ઍન્ડ રિલીક્રિયન જુલાઈ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨ E પોસ્ટ ડિપ્લોમા કોર્સ ઈન જૈન ફિલોસોફી, ફિલીજિયન ઍન્ડ કલચરલ હિસ્ટરી જુલાઈ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨
સપ્તાહમાં બે દિવસ પ્રત્યેક દિવસ બે કલાક માટે, વધુ માહિતી માટે સંપર્ક કરો
મોબાઈલ : ૯૩૨૩૦૭૯૯૨૨ | ૯૭૫૭૧૨૪૨૮૨ ઑફિસ : ૨૧૦૨૩૨૦૯ ૬૭૨૮૩૦૭૪
અને ધળા શેઠ સડાક્ દઈને ઊભા થઈ ગયા. સુભદ્રાને કહ્યું કે ચાલ, બધું છોડ્યું. હું જાઉં છું!
સુભદ્રા અવાક થઈ ગઈ.
ધન્ના શેઠે શાલિભદ્રને બૂમ પાડી. અરે, હેઠી ઉતર! ત્યાગ તો એક ઝાટકે થાય.
ધર્મને કલેશ સાથે કાંઈ લેવા દેવા નથી. ભારતમાં આતંકવાદ ફૂલ્યો ફાલ્યો છે. કાશ્મીરમાં દેરાસર તોડ્યું. પ્રતિમાઓ અમદાવાદ લાવવામાં આવી. આ બધું શું છે? આ દેશના નેતાઓ નમાલા છે. શું દીર્ઘદૃષ્ટિ વિનાનો નેતા પોતે બેઆબરૂ થાય અને દેશને ડૂબાડે.
ઉદારતા મોટો સદ્ગુણ છે. યુધિષ્ઠિર રોજ દાન આપે છે, દેનાર અને લેનારની વચ્ચે બારી રાખી હતી. દાન આપવાનો નક્કી સમય હતો. એકવાર બારી બંધ થયા પછી કોઈ યાચક આવ્યો. યુધિષ્ઠિર કહે કે કાલે આવજે.
આ શબ્દો ભીમે સાંભળ્યા. એણે નગારા પર ઘાવ દીધો. યુધિષ્ઠિરે ભીમનો હાથ પકડી લીધો કહ્યું કે આ શું કરે છે? આ નગારે દાંડી તો જ પીટાય જો આપણે કોઈ યુદ્ધ જીત્યા હોઈએ!
ભીમ કહે, 'મોટાભાઈ, તમે ચોવીસ કલાક માટે કાળ પર વિજય ન મેળવ્યો ક
યુદ્ધિષ્ઠિરની આંખ ખૂલી ગઈ.
પૂજ્ય આચાર્યશ્રી ચાતુર્માસ દરમ્યાન સંતાંજ ટાવર, લોખંડવાલા કોમ્પલેન, અંધેરી-મુંબઈમાં બિરાજમાન છે.]
ભૂલસુધાર
'પ્રબુદ્ધ જીવન'ના જુન-૨૦૧૧ના અંકમાં લેખ નં. ૨ માં દિ. જૈન માતાજી (સાધ્વીજી) પ્રસન્ન માતાજીની કથા માં પ્રસન્નમતી માતા વાંચવા વિનંતિ. ભૂલ માટે ક્ષમા પ્રાર્થના. -તંત્રી