________________
ફેબ્રુઆરી, ૨૦૧૧
પૂરી ખબર નથી. ભિક્તના જીવનમાં સમજણનો ઉદય થાય ત્યારથી ધર્મનો પ્રવેશ થઈ જવો જોઈએ. કર્મ કોઈ પણ વ્યક્તિને ઉદયમાં આવી શકે. દેવાનંદા માતાને પુત્ર શ્રી મહાવીરસ્વામીનો ૪૬ વર્ષના દીર્ધકાલીન વિયોગ થયો. કેમ ? આગલા ભવમાં બાંધેલું પાપ. દેરાણીએ જેઠાણીનો હાર ચોરી લીધો. સોનાની માયા. એક નાનકડા લોભને કારણે બંધાયેલું પાપ તીર્થંકર પરમાત્માનો આત્મા જેના ઘરે પધારે તે સ્ત્રી સામાન્ય ન હોય. દેવાનંદા સામાન્ય સ્ત્રી નથી. તે સતી છે, ગુણવાન છે. પણ કર્મ કોઈને છોડતું નથી. એટલે દેવાનંદા પણ તેનાથી મુક્ત રહી શકે નહીં પણ તે જ્યારે જાણે છે કે પ્રભુ મારો પુત્ર છે તે પળે એટલું જ કહે છે કે, ભગવાન, મારે કાંઈ જોઈતું નથી. માત્ર મારા આત્માના કલ્યાણ માટે અમને દીક્ષા આપો.
પ્રભુએ દીક્ષા આપી. ઋષભદત્ત અને દેવાનંદા મોલમાં ગયા. જીવનમાં દૃઢ સંકલ્પ કરો કે ક્યારેય કોઈ પાપ કરીશું નહીં. (૪)
પ્રબુદ્ધ જીવન
ધર્મનો માર્ગ શૂરવીરનો માર્ગ છે. એ પંથે ચાલવામાં આત્મશક્તિ જ સહાયક બને છે.
કાદવ અને પાણીની લડાઈમાં કાદવને કંઈ ગુમાવવાનું નથી, પાણીને ગુમાવવાનું છે. પણ પાણી પોતાનું કામ નિષ્ઠાથી કરે છે. પાણી પોતાનો રંગ બતાવે છે. ધીરે ધીરે કાદવ સાફ કરે જ છે. સ્થળ સ્વચ્છ બનાવે છે.
જેમ પાણી ભૂમિ શુદ્ધ કર્યાં વિના ન રહે, તેમ જિનેશ્વર ભગવાનની વાણી પણ આત્મા પર ચોંટેલા કર્મના કચરાને સાફ કર્યા વિના રહેતી નથી. અનાદિકાળના કર્મમળને તે ધૂએ છે.
જિનેશ્વરદેવની વાણીનો આ અનન્ય ચમત્કાર છે,
કવિવર ‘આંખડી અંબુજ પાંખડી' જેવા ઉત્તમ શબ્દો દ્વારા પ્રભુના નયનોને કમળ સાથે સરખાવે છે. ભગવાનના ગુજને વર્ણવે છે. ભગવાનનું શરીર શેનું બનેલું છે? 'ગુણ લહી પિંડયું અંગ લાલ રે!’- ભગવાનનો દેશ એટલે ગુણોથી ભરેલો સુવર્ણદેહ !
ધર્મતત્ત્વ સમજવું છે? તો પૂજાઓના અર્થ સમજી જાવ. ફક્ત વાતો કરનારાનું અહીં કોઈ સ્થાન નથી, જે આચરે છે, પાલન કરે છે તેનું સ્થાન છે. ધર્મનો પંથ એટલે સદાચારનો સન્માર્ગ,
શ્રી રત્નાકરસૂરિજી મહારાજની વાત સાંભળી છે ને ? તેમની પાસે સુવર્ણ હતું, રત્નો હતા. એક શ્રાવકે જોયા. એ શ્રાવક ખરેખર શ્રાવક હતો. તમારી જેમ વાણિયો નહિ, તમે શ્રાવક બનો. અભિમાન, ઉદ્ધતાઈ, ત્યજો, વિનય, વિવેક કેળવો.
શ્રી રત્નાકરસૂરિજી મહારાજ પ્રવચન કુશળ સાઘુપુરુષ હતા. પ્રવચનમાં તેમણે અપરિગ્રહની વાત માંડી. પેલો શ્રાવક! એ ત્યાં હાજર. એ કહે કે મને અપરિગ્રહની વાત સમજાઈ નહીં!
શ્રી રત્નાકરસૂરિજી વાતનો મર્મ પામી ગયા. એમણે સુવર્ણ, રત્નનો ત્યાગ કર્યો. પેલા શ્રાવકે આ પણ જોયું. શ્રી રત્નાકરસૂરિજીએ પુનઃ પરિગ્રહ અપરિગ્રહની વાત માંડી. પેલો શ્રાવક કહે, 'જ. ગુરુદેવ, મને સમજાયું !'
આ ઘટના પછી શ્રી રત્નાકરસૂરિજીના દિલમાં આગ લાગી ગઈ. એમને ધોર પસ્તાવો થયો. એમણે ‘રત્નાકર પચ્ચીશી'ની રચના કરી. એ હૃદયથી સર્જન પામેલું ગીત છે. આ પંક્તિઓ ગણગણો, તમને અદ્ભુત સમજાઈ જશેઃ
મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં, તપથી દી કાયા નહીં શુભ ભાવ પણ આવ્યો નહીં. એ ચાર ભેદુ ધર્મમાંથી ક ાંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. હું ક્રોધઅગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને? મન મારું માયાજાળમાં મોહન! મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં, જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બા હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તો વિભુ, પથ્થર થકી પણ કઠણો મારું મન ખરે ક્યાંથી હર્ષે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. ભમતા મહા ભવસાગરે પામ્યો પસાર્ય આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા;
૨૭
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ! કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકાર કે જઈને કરું?
‘રત્નાકર પચ્ચીશી’નું દરરોજ ગુંજન કરો. તમારા હૃદય, મન, વાણી પાવન થઈ જશે. ધર્મ પંથે જવાનું ગમશે.
ૐૐ હ્રીં અર્હમ્ નમઃ મહામંત્ર છે, પવિત્ર મંત્ર છે. તેના ખૂબ જાપ કરો. તેનાથી આત્મા કર્મમુક્ત થાય છે. પ્રભાવક મંત્ર છે.
(ક્રમશઃ)
ચટપટ ઝટપ
“આપણા દેશના ૩૦૦ જેટલા ઉદ્યોગપતિ બિઝનેસમૈનો અને બ્યુરોક્રેટો દરેક રૂ. ૭૫ લાખથી માંડીને રૂા. ૧ કરોડનો કંપનીને હિસાબે કે દેશને હિસાબે ખર્ચ કરીને આર્થિક પંચાત કરવા સ્વિટઝરલેન્ડના દાર્વાસ નામના હિલ સ્ટેશને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ'માં ગયા હતા.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો ઉદ્દેશ શું છે ? ‘ધીસ ફોરમ ઈઝ કમિટેડ ઈમ્પ્રેવિંગ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ.' અર્થાત્ જગતભરની આર્થિક, સામાજિક અને રાજકીય હાલત સુધારવાના પગલાં વિચારવા આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઊભું કર્યું છે.”’
–‘દિવ્ય ભાસ્કર’