________________
૨૪
વ્યક્તિ બોલાવે તો પણ ન જાઉં.
કેશીસ્વામી–રાજન! એવી જ વાત તમારા દાદી સાથે બની હોય. તે ઈચ્છવા છતાં મનુષ્યલોકની દુર્ગંધથી દેવલોકમાંથી ન આવતા હોય. ક્યારેક ત્યાં નાટક-ચેટક જોવા બેસે તો અહિંની પેઢીની પેઢીઓ વહી જાય એટલો સમય ચાલ્યો જાય.
પ્રબુદ્ધ અવા
પરદેશી-હજુ મને સંતોષ નથી થયો. મારો એક અનુભવ સાંભળો. એક વાર એક ચોર પકડાયો. મેં તેને એક લોખંડના નળામાં પૂરી દીધો. હવા ન જાય તે રીતે બધું બંધ કરી દીધું. થોડા સમય પછી જોયું તો તે ચોર મરી ગયો હતો. તે નળામાં કોઈ છિદ્ર પણ નહોતું તો જીવ બહાર ક્યાંથી જાય ? માટે હું માનું છું આત્મા શરીર એક છે.
કેશીસ્વામી-હે રાજન! કોઈ મોટું મકાન હોય, ચારે બાજુથી બંધ હોય, છિદ્ર રહિત હોય તેના મધ્યભાગમાં ઊભા રહીને કોઈ ભેરીને દંડથી જોર-જોરથી વગાડે તો તેનો અવાજ બહાર સંભળાય ખરો ?
પરદેશી-હા, સંભળાય.
કેશીવામી છિદ્ર ન હોવા છતાં જ અવાજ બહાર નીકળી શકે તો આત્માની ગતિ તો અપ્રતિહત છે. તેને દિવાલ, જમીન, પથ્થર, લોખંડ કાંઈ નડે નહિ, ચોરનો આત્મા પણ તે રીતે નીકળ્યો માટે તમે શ્રદ્ધા કરો કે બંને અલગ છે.
પરદેશી-તમારી વાત સાચી પણ હજુ મને શ્રદ્ધા થતી નથી. મારો બીજો અનુભવ એક ચોરને મારી, કોઠીમાં પૂર્યો, છિદ્ર ન રહે તેમ બંધ કર્યું, થોડા દિવસ પછી કોઠી ખોલી તો ચોરના શરીરમાં કીડા ખદબદતા હતાં. છિદ્ર પણ નહોતું તો કીડા ક્યાંથી આવ્યા? છિદ્ર હોત તો માનત કે ત્યાંથી આવ્યા માટે હું માનું છું. શરીર અને આત્મા એક જ છે.
કેશીસ્વામી-હે પરદેશી! તમે અગ્નિ પર તપાવેલ લોખંડ જોયું હશે. તે લોખંડને અગ્નિમાં નાંખીએ તો તે લાલ થઈ જાય છે. અગ્નિ તેમાં પ્રવેશે છે, એ તમે જાણો છો? માનો છો? સ્વીકારો છો પરદેશી-હા, લોખંડમાં અગ્નિ પરિણત થઈ છે એમ હું જાણું છું, માનું છું અને સ્વીકારું છું.
દેશીસ્વામી-નો કે પરદેશી! તે લોખંડમાં છિદ્ર હતું ? પરદેશી–ના તેમાં છિદ્ર નહોતું.
કેશીસ્વામી-જીવ અપ્રતિહત ગતિયુક્ત છે માટે કીડાના જીવો કોઠી બંધ હોવા છતાં અંદર પ્રવેશ કરી શકે છે.
પરદેશી-હજુ મને શ્રદ્ધા થતી નથી. આપ એ કહો કે કોઈ બાણ ફેંકવામાં નિપુણ હોય તો એકસાથે પાંચ બાણ ફેંકી શકે ?
કેશીસ્વામી હા, ફેંકી શકે.
મે ૨૦૧૧
ફરક પડે. સાધન પર આધાર છે. શરીર પણ સાધન છે. આત્મા તે જ હોય. બાળપણમાં આદત મંદ હોય, વૃદ્ધાવસ્થામાં જીર્ણ હોય, યુવાન જેવું ન થાય.
પરદેશી–હજુ મને શ્રદ્ધા નથી બેસતી. એક ચોરને રક્ષકો પકડી લાવ્યા. મેં તેનું વજન કરાવ્યું પછી મારી નાંખ્યો. પાછું તેનું વજન કર્યું. તો બંને વજનમાં જરાપણ ફેર ન પડ્યો. જીવ શરીરમાંથી નીકળી જાય તો વજન તો ઘટે જ ને?
પરદેશી–બાળપણમાં એવું નથી થતું. જેમ જીવ મોટો થાય તેમ તેની શક્તિ વધે. આથી હું માનું છું કે જીવ અને શરીર એક છે.
કેશીસ્વામી–તેમાં જીવના સામર્થ્યનું કારણ નથી, સાધનનું કારણ છે. યુવાન પુરુષ તે જ હોય પરંતુ નવું ધનુષ હોય તો તેનાથી બાણ સારી રીતે ફેંકાય, જૂના ધનુષથી ફેંકી શકાય પણ શક્તિમાં
કેશીસ્વામી છે રાજન! તમે ક્યારેય મશકમાં ધમણમાં હવા ભરી છે? ભરાવરાવી છે?
પરદેશી હા. જી.
કેશીસ્વામી- તમે હવા ભર્યા પહેલાં મશકનું વજન કરી, હવા ભરીને વજન કરો તો વજનમાં ફેર પડતો નથી. હવા તો રૂપ છે. ગુરુ-લઘુ છે છતાં તેનું વજન થતું નથી તો આત્મા તો અરૂપીઅગુરુલઘુ છે. વજનમાં ફેર ન પડે તે સ્વાભાવિક છે.
પરદેશી–હવે એક વધુ અનુભવ સાંભળો. એક ચોરને મેં મારી નાંખ્યો. પછી તેના બે કકડા કરીને જોયું તો પણ જીવ ન દેખાયો. પછી તેના વધુ ને વધુ કંકડા કરતો ગયો પણ જીવ મને ક્યાંય દેખાયો નહિ, આથી માનું છું કે જીવ-શરીર એક છે.
કેશીવામી કે પરદેશી! તમે પેલા કઠિયારા કરતાં પણ મૂર્ખ છો. પરદેશી-તે કઠિયારાની શું વાત છે?
કેશીસ્વામી કઠિયારાઓ લાકડા કાપવા જંગલમાં ગયા. ક કઠિયારાને કહ્યું કે આ અરણીનું લાકડું છે. અમે આવીએ ત્યાં સુધીમાં તું લાકડાથી અગ્નિ પેટાવી રસોઈ કરી રાખજે. પેલો રસોઈ કરવા અગ્નિ પ્રગટાવવા બેઠો. લાકડામાં અગ્નિ દેખાયો નહિ. લાકડાના બે કટકા કર્યાં, તો ય ન દેખાયો. પછી તો કેટલાય કટકા કર્યા પણ અગ્નિ ન દેખાયો કે ન પ્રગટી શક્યો. અરણીના લાકડાને ઘસવાથી અગ્નિ જરૂર પ્રકટે. તેની અંદર છે ખરો પણ દેખાય નહિ, તેથી શું તેમાં અગ્નિ નથી?
પરદેશી તમારી વાત ઘણી તર્કબદ્ધ છે, આપ ઘણા નિપુણ છો. શું શરીરમાંથી જીવને કાઢી વસ્તુની જેમ દેખાડી શકો ?
દેશીસ્વામી-રાજન! આ વૃક્ષની ડાળીઓ અને પાંદડાઓ હલી રહ્યા છે તે તમે જુઓ છો ?
પરદેશી-તા.
કેશીસ્વામી-વનસ્પતિને કોણ હલાવે છે એ તમને ખબર છે ? પરદેશી-હા છે પવન વાયુ.
દેશીસ્વામી-તમે પવનને જોઈ શકો છો ?
પરદેશી-ના.
કેશીસ્વામી–હે રાજન ! તમે રૂપી-શરીરયુક્ત એવા પવનને જોઈ શકતા નથી તો હું આત્માને કેવી રીતે બતાડી શકું. એ તો અરૂપી છે.
પરદેશી–હે પૂજ્ય! હાથી અને કંથવાનો જીવ સરખા પરિણામવાળો છે કે ન્યૂનાધિક પરિણામવાળો છે?
કેશીસ્વામી-બંને સરખા પરિણામવાળા છે.