________________
૧૬
કેટલીક સંસ્થાઓએ આ કામદારો સાથે રહી તેમના અધિકારો માટે ચળવળ પણ કરી. પરંતુ, સુગર લોબી ખૂબ જ મજબૂત હોવાથી તેઓ તેમાં સફળ રહ્યા નહીં. મિત્તલ પણ નાણાંના અભાવે આ કામદારો સાથે આગળ કામ કરી શકી નહીં. તે નાસીપાસ અને હતાશ થઈ પછી અમદાવાદ આવી ગઈ. અમદાવાદમાં આવ્યા પછી એણે મીડિયા અને જુદી જુદી સંસ્થાઓ (N.G.O.) સાથે કામ શરૂ કર્યું.
પ્રબુદ્ધ જીવન
પત્રકાર તરીકે કોઈપણ પોલ કે અન્યાય છતાં થાય ત્યારે મીડિયા-વર્તમાનપત્રો સમાધાનની ભૂમિકા પર આવી જાય. કાર્યકરો કોઈપા આયોજન અંગે અહેવાલ તૈયાર કરે ત્યારે મોવડીઓ પોતાના નામે પ્રસિદ્ધ અથવા, રજૂઆત કરે. ક્યારેક મોવડીઓના અહમ્નો ભોગ નિષ્ઠાવાન કાર્યકર બને. આવા કડવા અનુભવોમાંથી પસાર થતાં થતાં ક્યારેક તે ડીપ્રેશનનો ભોગ પણ બનતી. મિત્તલને કાર્યમાં નિષ્ફળતા મળે તેનો રંજ નહોતો પરંતુ વિકાસની વાતને, સંઘર્ષની ભૂમિકાને, કાર્યક્રમને આગળ ધપાવવાની ક્ષણે દોર કપાઈ જાય; વિકાસની ગતિ અટકાવી દેવાય – કારણકે સંસ્થાના મોવડીઓની એવી માનસિકતા ન હોય - એનું એને દુઃખ હતું, પીડા હતી.
આવા અનુભવમાંથી પસાર થતી મિત્તલ એક દિવસ એક અનોખી સંસ્થા ‘જનપથ'ને આંગણે પહોંચી જ્યાં એને માટે નવું કાર્ય કરવાની દિશા મળી. એને રુચિકર વિષયમાં કામ કરવાની તક મળી. ત્યાં પણ એને હતાશા ઘેરી વળવાની હતી, નિરાશ થવાનું હતું, જાત સાથે સંઘર્ષ કરવાનો હતો. અહીં સંસ્થા તરફથી અને પૂરેપૂરી મોકળાશ હતી પરંતુ જે સમુદાયો સાથે એને કામ કરવાનું હતું એ સમુદાયની પીડા અને વ્યથા અનોખી હતી.
જૂન, ૨૦૧૧ થયો છે અને એ અંગે શોધનિબંધો પણ તૈયાર થયા છે. છતાં એનો નાશ, વાસ્તવિક ચિતાર ભદ્ર સમાજ સમક્ષ નથી મુકાર્યા. એમની પરિસ્થિતિનો માત્ર અભ્યાસ કરવા માટે ઘણા તૈયાર થાય પણ તેમને સંગઠિત કરી, તેમના પ્રશ્નોને વાચા આપી, નિરાકરણ માટે કાર્ય કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય. આ સમુદાયોનો સંપર્ક કરવો પણ મુશ્કેલ, કારણ કે અમુક સમુદાયો પડાવો બદલતા રહે. આવું આકરું કામ પડકારરૂપ હતું કે માત્ર નિષ્ઠા ધરાવનાર, નિસ્બત રાખનાર, સમર્પિત વ્યક્તિ જ કરી શકે. અને આનું બીડું ઝડપ્યું મિત્તલ પટેલે, જેો હજી ત્રીસી પણ વટાવી નથી.
વર્ષો અગાઉ ગામડાને આધારે જીવતા લોકો, વિચરતા અને વિમુક્ત સમુદાયના લોકો, જેની સંખ્યા આ દેશમાં આશરે બેથી અઢી કરોડની છે તેઓ આ દેશમાં રહેતા નથી, રઝળે છે. છેલ્લી સદીમાં ધીરે ધીરે હાંસિયામાં ધકેલાતા આ સમુદાયો કોણ હતા? ક્યાં છે? શું કરતા હતા અને શું કરે છે? એનો ત્રૂટક તૂટક અભ્યાસ
સતત બે-ત્રણ વર્ષનું પરિભ્રમણ નહીં પણ રઝળપાટ, વાતો નહીં પણ સંવાદને પરિણામે મિત્તલ આ સમુદાયોની કથા-વ્યથા આપણા સુધી લઈ આવી. આ સમય દરમિયાન તે ઘણી વખત આ સમુદાર્થોના ગામડાના પડાવો કે વસાહતોમાં રહી છે, અડધું પડધું ભોજન લીધું છે, અડધી પડધી ઊંધ લીધી છે, જાગરણભરી રાતો વિતાવી છે. આપણો સમાજ જેને જાકારો આપે છે, ગુનેગાર ગકો છે, તેવા આ લોકોએ શુભ્રાંત સમાજમાં તિરસ્કૃત ગણાતા વ્યવસાયો ન છૂટકે આજીવિકા માટે અપનાવ્યા છે. દારૂ ગાળવો, નાની મોટી ચોરીઓ કરવી, બહેનોનું દેહવ્યાપારમાં ધકેલાવું... આ બધું કઈ મજબૂરી અને લાચારી એમને કરાવે છે એની વાતો મિત્તલ કહે છે ત્યારે હૈયું વલોવાઈ જાય છે. એમની જીવનશૈલી, રૂઢિચુસ્તતા સામાજિક વ્યવસ્થા, સામાજિક રિવાજોનું ફરજિયાત બંધન ઈત્યાદિની વાતો અંદાજે ૨૦૦ પાનાંના અહેવાલ (ગુજરાતના વિચરતા-વિમુક્ત સમુદાર્થો)માં મિત્તલે સમાવી છે. ગુજરાત રાજ્યમાં વિચરતા અઠ્ઠાવીસ સમુદાયો અને વિમુક્ત બાર સમુદાયોની કથની આમાં આલેખાઈ છે.
વૈશ્વીકીકરણના યુગમાં ગરીબો ઉત્પાદનના સાધનો પર પકડ ગુમાવતા જાય છે. એમના પરંપરાગત આજીવિકાના સાધનો છીનવાઈ ગયાં છે. સામુદાયિક ઉપયોગની સંપત્તિ પર એકહથ્થુકરણનું આક્રમણ બેરોકટોક ચાલે છે. શેરબજારનો આંક (સેન્સેક્સ) હજારોની સપાટી કુદાવતો જાય છે જ્યારે બીજી તરફ ખાલી પેટે રોટલા માટે રઝળપાટ કરતા લોકોની સંખ્યા સેન્સેક્સને પણ કુદાવી જાય છે. ઉત્પાદન અને આજીવિકાના સાધનોનાow Powerty Line) નથી, BPL કાર્ડ નથી એટલે ગરીબોને મળતી અભાવમાં ગરીબો અને વંચિતો હવે જીવન જીવવાના અધિકારની
લડાઈ લડે છે – વિના ખડગ અને વિયારો,
મિત્તલનું કાર્ય અહેવાલ સાદર કરીને અટકી ગયું નહીં. એના અભ્યાસને કારણે મિત્તલ એ તારા પર આવી કે અસ્થાયી રહેના સમુદાયોને સ્થાયી સ્થાન, ઘર મળે તો એમના પ્રશ્નોના નિરાકરણની દિશામાં એક કદમ આગળ વધી શકાય. ઘર નથી એટલે સ૨નામું નથી, સરનામું નથી એટલે રેશનકાર્ડ બનતું નથી. રેશનકાર્ડ નથી એટલે ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ તરીકેનું પ્રમાાપત્ર (Be
છૂટછાટો મળતી નથી; સસ્તા દરે ઘઉં, અનાજ કેરોસીન મળતાં
નથી: સરકારી યોજનાનો લાભ નથી મળતો. અરે... મતદાર તરીકેનો અધિકાર પણ મળતો નથી. આ દેશમાં અઢી કરોડની વસ્તીને સરનામું નથી, એથી વધારે શરમજનક બીના કઈ હોઈ શકે ? અને તેથી મિત્તલનું ધ્યેય હતું કે ગુજરાતના આ ભટકતા સમુદાયોના ૪૦ લાખ જેટલા લોકોમાંથી શક્ય તેટલાને ઘર અપાવવામાં અને સરનામું મેળવવામાં મદદ કરવાનું.