________________
જૂન, ૨૦૧૧
ધ્યાન કોષ્ટક એટલે ધ્યાનસ્થ બનીને પૂછતા હતા. ભગવાન મહાવીરને ધર્મકાર્ય તરીકે સંદેશવાહક મોક્લવાની જરૂર પડે ત્યારે ગોતમવામીને મોકલતા.
પ્રબુદ્ધ જીવન
ગુરુ ગૌતમસ્વામી શરીરથી પ્રભાવશાળી અને જ્ઞાનથી પણ પ્રભાવશાળી હતા અને તેમનો સ્વભાવ તો સૌને વશ કરે તેવો
૧૩
શ્રી પ્રશ્ન વ્યાકરણ અને શ્રી પત્નવણાસૂત્રમાં મળે છે. ગૌતમસ્વામીની પૂજા, ભક્તિ કે સ્તુતિ તો ઠીક, પણ એમનું નામસ્મરણ પણ મંગલકારી ગણાય છે. સંકટોને હરનારું અને મનનાં મનો૨થો પૂરા કરનારું મનાય છે–
હતો. વત્સલતા, સમતા, સરળતા, કરુણામયતા અને નિખાલસતા ભારોભાર હતા. મહાવીરના સંધના સ્થવિર (વડીલ) તરીકે સૌને સાચવવાની, સુધારવાની અને શીખવવાની જવાબદારી, પણ તેથી એમની પદ્ધતિ અનોખી હતી. વગર બોલ્યે સૌનાં સંશયો છેદાઈ જાય અને સૌને વ્રત-નિયમમાં સ્થિર રહેવાની પ્રેરણા મળે તેવું એમનું પવિત્ર જીવન હતું.
ત્યારબાદ ડૉ. કુમારપાળ દેસાઈએ અષ્ટાપદયાત્રાનું વર્ણન કરતા કહ્યું કે ગૌતમસ્વામી ચારણલબ્ધિથી વાયુવેગે સૂર્યના કિરણો પકડી અષ્ટાપદ તીર્થ પર ચડી ગયા હતા. ત્યાં એમણે જગચિંતામણીસૂત્રની રચના કરી અને અષ્ટાપદ પર રાત્રિ વાસ કર્યો. પાછા આવ્યા ત્યારે પંદરસો તાપસોને એક પાત્રમાં ખીર લઈને અંગૂઠો પાત્રમાં રાખીને પારણું કરાવ્યું, રસ્તામાં ગુરુ ભગવાનનું વર્ણન સાંભળતા ૫૦૧ તાપસને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા ૫૦૧ને સમવસરણની શોભા જોઈને અને ત્રીજા ૫૦૧ને મહાવીરના મુખારવિંદના દર્શન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આમ એમના હાથે જેણે જેણે દીક્ષા લીધી, એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માત્ર એમને ખુદને જ નહીં
લબ્ધિ નિધાન તરીકે ગુરુ ગૌતમસ્વામી પ્રસિદ્ધ હતા, પણ એમને ચમત્કારો સર્જવા પડતા નથી, આંતરિક શક્તિથી, આત્માની મસ્તીથી એ સર્જાઈ જાય છે. કેટલાક ચમત્કાર સર્જવા માટે સાધના કરે છે. ગૌતમસ્વામીની સાધના માત્ર આત્મસાધના કે યોગસાધના છે. ઋદ્ધિ, સિદ્ધિ કે લબ્ધિ આપોઆપ આવે છે. ગૌતમસ્વામીની અઠ્યાવીસ લબ્ધિઓની નોંધ શ્રી ભગવતી સૂત્ર, કેશીકુમાર શ્રમણ અને એમના શિષ્યોએ ભગવાન મહાવીરના
એ પછી પાર્શ્વનાથ પરંપરાના કેશીકુમાર કામણ અને ગૌતમસ્વામીની મુલાકાતનો પ્રસંગ આલેખ્યો અને કઈ રીતે
એક અવર્ણનીય અનુભવ : મહાવીર કથાથી ૠષભકથા
હું ‘પ્રબુદ્ધ જીવન'નો વર્ષોથી ગ્રાહક છું, એટલે ચાહક છું, તેના પૂર્વ તંત્રી મહાશયો શ્રી પરમાનંદ કાપડીયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અને ડૉ. રમણભાઈ શાહનાં લેખાશો, પ્રવચનોથી પણ પરિચિત ખરો. આવા સંસ્કારી પુરુષોને પગલે ‘પ્રબુદ્ધ જીવન'ને સરળ અને વિદ્વાન તંત્રી શ્રી ધનવંતભાઈ શાહ મળ્યા અને ‘પ્રબુદ્ધ જીવન' માસિકે સાહિત્ય ક્ષેત્રે, અધ્યાત્મ ક્ષેત્રે હરણફાળ ભરી. તેની નિયમિત કોલમો જિનવચન, આચમન, જયભિખ્ખુ જીવનધારા, સર્જન સ્વાગત, પંથે પંથ પાર્થેય વાંચનમાં અવિરત રસ પીરસતી જ રહી છે. ગત વર્ષે પર્યુષણ વ્યાખ્યાન માળાનાં વ્યાખ્યાનો ઘણાં સમૃદ્ધ અને વૈભવસભર રહ્યાં. સાથે સાથે રચનાત્મક કાર્ય માટે દર વર્ષે ઉઘરાવાતો સ્વૈચ્છિક ફાળો ઘણો ઊંચો થયો. ગત્ વર્ષે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મહાવીર જયંતીને દિવસે ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા મહાવીર કથાનો નવતર પ્રયોગ કરી ભાવિકો, વિચારકો અને અધ્યાત્મ જિજ્ઞાસુઓમાં નવા વિચાર અને નવી ચેતનાનો સંચાર કર્યો હતો. ભગવાન મહાવીરના જીવનના કેટલાક નવા પાસાઓ વિશ્વનું પહેલું સાચું મહાભિનિષ્કમણ) કુમારપાળભાઈએ ઉંઘાડી આપ્યાં. અદ્ભુત! એ જ શૃંખલામાં આ વર્ષે ભગવાન મહાવીરનાં પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની કથા કરી વિશિષ્ટ ચિંતન અને દર્શન દ્વારા આપણને આ મહાપુરુષનો સાચો પરિચય આપ્યો.
અત્યાર સુધી આપી ‘ગૌતમ સ્વામી'ને દિવાળીના દિવસે નવા
વર્ષની મિતિ નાખતી વખતે ‘ગૌતમ સ્વામીની લબ્ધિ હજો' એવા આપણને લાભદાયી વિચારો સુધી જ સીમિત રાખ્યા હતા, પણ કુમારપાળભાઈએ કથામાં ઈન્દ્રભૂતિ ગૌતમ વિષે કેવી કેવી અદ્ભુત વાતો કરી! આપણે ગણધરવાદથી ઉપરછલ્લી રીતે પરિચિત છીએ, પણ એ ગુરુ મહાવીરે ગૌતમને ૩૬૦૦ વાર ‘ગોયમ્’ કહીને સંબોધ્યા તો આ વિનયી શિષ્યે ભગવાનને પણ ૩૬૦૦ વાર ‘ભંતે’ કહી કેટકેટલા પ્રશ્ન પૂછેલાં એ આપણને ક્યાં ખબર હતી? ખીચોખીચ ભરેલા પાટકર હોલમાં અમે પદ્મ નગર સિનિયર સિટીઝન ફોરમનાં ૧૨ સભ્યોએ ત્રણ દિવસ ભાગ લઈ, અમારી જીવન સંધ્યામાં રંગ પૂરતી ધન્યતાની એ પળો અંતર આનંદથી માણી હતી. એટલે જ યુવાન ગાયક શ્રી મહાવીર શાહનું ભક્તિ સંગીત ‘ગુરુ ગૌતમ'ની મીઠી ધૂન હજુ પણ અમારા કાર્તામાં ગુંજે છે. આવતા વર્ષે “મહાવીર જયંતી'ના દિવસે જાહેર થયેલી, પુરાણ પુરુષ – વર્તમાન ચોવીસીનાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુની કથાની ઉદ્ઘોષણા સાંભળી અમે ભક્તિભાવથી છૂટા પડ્યા.
આ કાર્યક્રમોમાં અમૂલ્ય યોગદાન આપનાર ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ધનવંત શાહ, શ્રી મહાવીર શાહ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો સવિનય આભાર માનું છું.
Dવિનોદભાઈ યુ. શાહ સી-૫૩, પદ્મનગર, ચકાળા, અંધેરી (પૂર્વ), મુંબઈ. મો.૯૩૨૦૧૨૮૬૬૦