________________
ફે
ફેબ્રુઆરી, ૨૦૧૧
પુસ્તકનું નામ : નાં પ્રોબ્લેમ લેખક : રોહિત શાહ
પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન નં. ૨૨૧૪૪૬૬૩.
મૂલ્ય ઃ રૂ।. ૧૫૦, પાના : ૮+૨૨૪. આવૃત્તિ ઃ પ્રથમ, ઑગસ્ટ, ૨૦૧૦, લેખક પોતે જ કહે છે તેમ આ તમામ લેખો છે મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી દૈનિક અખબાર 'મિડ-ડે'માં દર શનિવારે પ્રગટ થઈ ચુક્યો છે.
સવા બસો પાનામાં લખાયેલા આ દોઢસો લેખોના શીર્ષકો લેખના વિષયને રજૂ કરી દે છે. વાચકને અડધી વાત તો શરૂઆતમાં જ સમજાઈ જાય છે. છાપામાં લખાતા લેખોને ચાર પાનામાં વાતને રજૂ કરવાની મર્યાદા નડતી હોય છે. આ લેખોમાં લેખકના વૈચારિક આવેગો અને ભ્રાંતિઓ, ગેર સમજો અને દુરાગ્રહો તથા તેમના સંવેદનો અને વિચારો, ખ્યાલો અને માન્યતાઓ છે. સર્વત્ર લેખક પોતે જ છે તેની પ્રતીતિ થાય છે. આ લેખોમાં લેખકની નિષ્ઠા છતી થાય છે. તેમને જે કહેવાનું છે તે એટલે કે પોતાના વિચારો છે નિ:સંકોચ અભિવ્યક્ત કર્યા છે. ક્યાંય કશી દિલચોરી રાખી નથી.
‘નાં પ્રાબ્લેષ'ના શીર્ષક દ્વારા અનેક પ્રશ્નો લેખકે હળવી રીતે કહી દીધા છે. હળવી રીતે લખાયેલા લેખોમાં ઘણી ગંભીર વાતો લેખકે રજૂ કરી છે. કટાક્ષમય શૈલી હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. પુસ્તકમાં આપેલ ચિત્રો અને તેની નીચેનું લખાણ થશો બોધ આપી જાય છે.
XXX
પુસ્તકનું નામ : વિનોદ કથા લેખક : વિનોદ ભટ્ટ
પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૨૧૪૪૬૬૩ મૂલ્ય ઃ રૂ।. ૧૫૦, પાના ઃ ૨૫૦, આવૃત્તિ ઃ ઑક્ટોબર,૨૦૧૦,
આ પુસ્તક વિનોદ ભટ્ટે લખેલ તેમના ચાર કથા સંગ્રહોમાંથી એટલે કે “ઈદમ તૃતીયમ્', ઈદમ્ ચતુર્થમ્, આંખ આડા કાન અને આજની લાત તથા અન્યત્ર પ્રગટ થયેલ વ્યંગકથાઓનો સંગ્રહ છે. વિનોદ ભટ્ટની વ્યંગકથાઓ ગુજરાતના વાંચકોને રસ પમાડે છે. તેઓ માનવ સહજ નિર્બળતાઓ પર મરક મરક હસે છે. તેમનું હાસ્ય
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહ
વ્યક્તિ કરતાં વર્ગને લક્ષે છે. અને તેથી જ તે નિર્દેશ અને આસ્વાદ્ય બને છે. તેઓ પુરાણ કથાઓનું નિરૂપણ વિશિષ્ટ રીતે કરે છે. તેમની ક્થાઓમાં લાધવનો ગુણ તેમની હાસ્ય વાર્તાઓને માર્મિક તેમની હાસ્ય વાર્તાઓને માર્મિક બનાવે છે.
આ હાસ્યકથાઓ એટલી લોકપ્રિય છે કે કેટલાક હિન્દી કવિઓ કવિ-સંમેલનોમાં બોલતા અને ઘણી હાસ્યકથાઓ ચં.ચી. મહેતાએ (વૈતાળ કથાઓ) રેડિયો પર ભજવી હતી.
આજના ટેન્શનમાં જીવતા માનવીઓને આ ટચૂકડી હાસ્યકથાઓ મનને આનંદ આપે તેવી છે.
XXX
પુસ્તકનું નામ ઃ સ્વર્ણિમ ગુજરાતના સી. એમ. નરેન્દ્ર મોદી લેખક : રોહિત શાહ પ્રકાશક : અમરભાઈ ટી. શાહ
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, માંથી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, ફોન : (૦૭૯) ૨૨૧૪૪૬૬૩. મૂલ્ય । રૂા. ૨૫૦, પાના ઃ ૧૬,૨૨૦, આવૃત્તિ : પ્રથમ, ઑક્ટોબર, ૨૦૦૯.
ગુજરાતની સુવર્ણજયંતી ઊજવાઈ આ છે એ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી છે.
આ પ્રસંગે ગુજરાતના ગૌરવવંતા કલાપારકો પોતપોતાની દૃષ્ટિએ નરેન્દ્ર મોદીને નિહાળે છે, મૂલવે છે, આલેખે છે.
આ ગ્રંથ વિરલ અને વિશિષ્ટ એ રીતે છે કે તેમાં નરેન્દ્ર મોદીની બહુમુખી પ્રતિભા ૨૩ લેખોમાં વિવિધ લેખકોની કલમ દ્વારા અભિવ્યક્તિ પામી છે.
નરેન્દ્ર મોદી વિશે અનેક વાર્તા, ગોસિપ અને દંતકથાઓ વાંચવા સાંભળવા મળે છે. પરંતુ અસલી મોદી ખરેખર કેવા છે ? તેમણે ગુજરાતને કર્ય માર્ગે દોર્યું છે ? તેમની નેતાગીરીની ટૂંકા માળાની અને લાંબા ગાળાની અસરો શી છે ? ? ‘જેને ચાહો કે ધિક્કારો, પણ અવગણી શકો નહીં' ‘જેને ચાહો કે ધિક્કારો, પણ અવગણી શકો નહીં એવી મોદીની છબીનું રહસ્ય શું છે?આ બધા
સવાલો ઉપરાંત નરેન્દ્ર મોદી અત્યારે જ્યાં છે
ત્યાં સુધી તેમને પહોંચાડનાર સંજોગો, પ્રસંગો અને તેમની ભવિષ્યની ગતિ જેવા અનેકવિધ વિષયો આ ગ્રંથમાં સમાવ્યા છે. આ પુસ્તકની ઝીણી ઝીણી
૩૫
વિગતો રસપ્રદ, પ્રેરક અને જિજ્ઞાસા ઉત્તેજિત કરે તેવી છે.
નરેન્દ્ર મોદીનો નિકટથી પરિચય આપવાનો આ પ્રયાસ રાજકારણમાં રસ ધરાવતા અને ન ધરાવતા બધા વાચકો માટે રસપ્રદ બને તેવો છે.
XXX
પુસ્તકનું નામ : કથાબોધ સંયોજક : વિજય પૂર્ણચન્દ્રસૂરિશ્વરજી મહારાજ
પ્રકાશક : મોક્ષમાર્ગ પ્રકાશન પ્રાપ્તિસ્થાન : જિનવાણીપ્રચારક ટ્રસ્ટ, ૫૯, બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ,૧૮૫, શેખ મેમન સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૩૪૨૭૦૬૧. મૂલ્ય રૂા. ૧૦૦, પાના ઃ ૩૪૦, આવૃત્તિ : પ્રથમ, વિ. સં. ૨૦૬૫.
:
જૈન શાસનના ચાર અનુયોગ (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ
જૈન શાસનને સમજવા, સમજાવવા માટે સૌથી સરળ અને સર્વ લોકભોગ્ય ઉપાય ધર્મકથાનુયોગ છે. જે કથામાં ઉપદેશની મુખ્યતા હોય તે કથાનુયોગ ગણાય.
વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજીના શ્રીમુખે કહેવાયેલી કથાઓ ઉપરાંત કથા પ્રસંગોમાંથી લેવાયેલી ૩૫ કથાઓ આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે. કોઈ ધર્માચાર્યના મુખે કહેવાતી કથાનું સ્વરૂપ કેવું હોય તેનું સચોટ દર્શન આ કથાઓ દ્વારા પ્રતીત થાય છે. 'જૈન પ્રવચન' સાપ્તાહિકના અંકોમાંથી સંયોજિત આ કથાઓ કે કયા પ્રસંગો જે જે વિષયના ઉપદેશના સમર્થનમાં કહેવાયેલી હોય, તે વિષયના ઉપદેશની કેટલીક હકીકતો દરેક કથાની આદિમાં કે અંતમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આથી આ સંગ્રહ કેવળ કથાત્મક જ ન બનતાં ઉપદેશાત્મક પણ બન્યો છે.
આ કથાઓ વિશે કહી શકાય ‘સત્યના સુવર્ણરસથી રસાયેલા તેઓશ્રીના ખડકસમા ખરબચડાં છતાં ખડતલ અને ચાબખા જેવા ચોટદાર શબ્દો લોકહૈયે વસી જાય તેવા છે.
વર્તમાનમાં દેશ, દુનિયા અને જૈન જગતમાં ભ્રાંતિભૂલક ક્રાંતિનો વાવંટોળ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે આ પુસ્તક ભ્રાંતિને દૂર કરવામાં સહાયરૂપ થાય તેમ છે.
XXX
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. ફોન નં. : (022) 22923754