________________
૨૨
પ્રબુદ્ધ જીવન
આજે જો લેખકના નામ વિના વાંચીએ, તો આ બંને તદ્દન ભિન્ન લેખકોની કૃતિ લાગે ! નવલકથામાં ઝડપી ઘટનાપ્રવાહ છે. છટાદાર સંવાદો છે અને માનવીય ભાર્યાની ભિન્ન ભિન્ન રમણીય લીલાઓનું આલેખન કર્યું છે. એ કલમમાંથી ક્યાંક વીરરસ વહેવા લાગ્યો. સાહસ અને બહાદુરીના વર્ણનો આલેખાવા લાગ્યાં. એ સાથે શૃંગારરસની વાતો પણ વણાઈ જતી હતી અને દર હપ્તે પ્રગટ થયેલી આ નવલકથાએ આ લેખક વિશે કૌતુક જગાડ્યું. એ સમયે ઘણાએ આશ્ચર્ય પ્રગટ કરેલું કે આ કોઈ સાધુ આવી વીર શૃંગારની નવલકથા લખે છે તે વિચિત્ર કહેવાય અને જીવનભર ‘જયભિખ્ખુ’લેખક લખે છેઃ એ ‘કોઈ ભિખ્ખુ’ છે એવી ધારણા કેટલીક વ્યક્તિઓએ કરેલી.
આ નવલકથાની ગુજરાતી ભાષામાં જે છટા દૃષ્ટિગોચર થાય છે, તેમાં ગુજરાતથી ઘણે દૂર ગ્વાલિયર પાસેના ગુરુકુળમાં રહીને કરેલી માતૃભાષાની આરાધનાનો ઉન્મેષ જોવા મળે છે. આ ‘ભાગ્યવિધાતા' નવલકથામાં હેમુની મહત્તાનો તો એક લસરકો માત્ર જોવા મળે છે; કિંતુ એની વીરતા આ નવલકથામાં સતત પડઘાતી રહે છે. એક રીતે કહીએ તો આ નવલકથા પર હેમુની છાયા છે અને કથા બહેરામખાન અને અકબરની ઇતિહાસકથા છે. સતત એક પ્રશ્ન આ નવલકથામાં આવે છે કે સાચો ભાગ્યવિધાતા કોણ ? પોતાનું ધાર્યું કરી શકો, નિર્દય બહેરામખાન, પોતાનો પ્રભાવ સ્થાપવા પ્રયત્ન કરતો શહેનશાહ અકબર કે પછી વીરની માફક મોતને વહાલું કરનાર વિક્રમાદિત્ય હેમુ? હેમુનો તલવારથી શિરચ્છેદ કરતા પૂર્વે બહેરામખાન અને હેમુ વચ્ચે સંવાદ થાય છે અને ત્યારે કંી બનેલા મુને બહેરામખાન કહે છેઃ
‘તને ખબર છે કે તું અત્યારે મોગલ સલ્તનતના ભાગ્યવિધાતાને તિરસ્કારી રહ્યો છે ? જેનો એક શબ્દ અત્યારે નવી સૃષ્ટિ સરજાવી શકે છે એવા ભાગ્યવિધાતાને અપમાની રહ્યો છે!'
માર્ચ, ૨૦૧૧
અશક્તોનું રક્ષણ કરી શકતી નથી એ કોક દિવસ યોદ્ધાને જ ભરખી જાય છે.’ આવાં પડકારરૂપ વચનો અને અહંકારી શબ્દોને સાંભળીને હેમુમાં અપૂર્વ તાજગી આવી ગઈ.
'ભાગ્યવિધાતા...' હેમુ ધીરેથી હસ્યો. એના હાસ્યમાં તિરસ્કારની છાંટ હતી. એની ઘણીખરી શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી, છતાં આવેશ ન દબાતાં એ મહામહેનતે ત્રુટક અવાજે બોલ્યો, ‘ભાગ્યવિધાતા! કોણ તું બહેરામ? હા, હા, હા, સલ્તનતના ઓ ભાગ્યવિધાતા! કાં ભ્રમણામાં ભમી રહ્યો છે ? સમય તને સમજાવશે કે સાચો ભાગ્યવિધાતા કોા છે?
‘હેમુ ! ચૂપ કર, એક પણ શબ્દ હવે ન કાઢ! મારી તલવાર હવે સબુરી નથી પકડી શકતી.’ બહેરામે ચીસ પાડી. ‘ફિકર નહિ, જે તલવાર
('ભાગ્યવિધાતા', પૃષ્ઠ ૩૦-૩૧/ લેખક એ પછી બહેરામખાનની નિર્દયતાની સાથોસાથ શહેનશાન અકબર સામે કરેલા કાવતરાની વાત કરે છે અને એ જ મુબારક
બહેરામખાનને પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે હણી નાખે છે, ત્યારે બહેરામની જિંદગીની અંતિમ પળો આલેખતાં
બહેરામની આંખ સામે અવનવાં દૃશ્યો ઊભરાવા લાગ્યાં. હેમુ, હાથીનો મહાવત, કત્લ કરેલા અસંખ્ય સૈનિકો ને સરદારોનાં પ્રેત તેની આગળ નાચવા લાગ્યાં. એની સામે હેમુ આવી ઊભો, બહેરામ ધીરેથી બબડો,
‘હેમુ! તું સાચો ! ભાગ્યવિધાતાનો ભેદ તેં સાચો જાણ્યો. ન હું કે ન તું, અકબર પણ નહિ, કોઈ પડદા પાછળ ઊભો લાગે છે, અહા, યા પરવરદિગાર!'
મોતને ટાણે માનવી કેવો દયામણો બની જાય છે ! આખી જિંદગી ગુમાનીમાં ફરનાર છેલ્લી ઘડીએ આશ્વાસન લેવા કેવાં ફાંફાં મારે છે! ('ભાગ્યવિધાતા', પૃષ્ઠ ૧૫૧)
નવલકથામાં વીરરસની સાથેસાથ લેખકે પ્રણયનું આલેખન પણ કર્યું છે. બહેરામખાન અને એની બેગમનાં પ્રણયદૃશ્યો તથા મહાવત બેજું અને સોનાના પ્રણયની કથા મળે છે. બહેરામખાન એની બેગમને પ્રેમ આપવા પ્રયત્ન કરે છે; પરંતુ રાજકીય શતરંજનો આ ખેલાડી એને માટે પૂરતો સમય આપતો નથી એવી એની બેગમની ફરિયાદ છે. જ્યારે શહેનશાહ અકબરના હાથી બિંદુને સંભાળનાર બેજુને બહેરામખાન મોતની સજા કરે છે. એનો ગુનો એટલો હોય છે કે એક વાર શહેનશાહ અકબરના હાર્થીએ બહેરામખાનના હાથીનો પગ ભાંગી નાંખ્યો હતો. આથી બહેરામખાનના સૈનિકો બૈજુને પકડવા આવ્યા. બેજુની પત્ની સોના કહે છે કે જ્યાં બેજુ જશે ત્યાં સોના જશે અને સોના બેજને
‘મણિભાઈ સ્મૃતિ ફંડ સમિતિ'ની રચના તા. ૩૧-૭- ૧૯૫૨ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના
મૃત્યુદંડ માટે લઈ જાય તે પહેલાં
સભાગૃહમાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખસ્થાને મળેલી શોકસભામાં 'મિશભાઈ સ્મૃતિ ફંડ સમિતિ”ની નિમણૂંક જ મૃત્યુ પામે છે. લેખકે આ પ્રસંગ કરવામાં આવી અને શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી અને શ્રી ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખ્યો
છે. બહેરામખાનના સૈનિકી
ધીરજલાલ ધનજીભાઈ શાહને મંત્રીઓ તરીકે જવાબદારી
સોંપવામાં આવી. આ સ્મૃતિ ફંડમાં રૂ।. ૨૫,૦૦૦નો ધનરામ આ સંચય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તદ્દનુસાર આ રકમ જૂન, ૧૯૫૪ સુધીમાં એકત્ર થતાં શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહને અર્પણ કરવામાં આવી છે.
બૈજુને લેવા આવે છે અને એ પરિસ્થિતિનું વર્ણન કરતાં લેખક કર્યું છે.
બેજુ। બેજું!' સિપાઈઓની ચીસો સંભળાઈ. એમને મન