________________
એપ્રિલ, ૨૦૧૧
મંદિરો બંધાવો, મંદિરો બંધાવીને કડિયા, કુંભાર, મિસ્ત્રી, મજુરોને રોજગારી આપો. તમે દાન કરશો તેથી તેનું પુણ્ય એકોતેર પેઢી સુધી ચાલશે. છેક પાલીતાણાના ડુંગર ઉપર સેંકડોની સંખ્યામાં મંદિરો બંધાવે છે. અરે અમેરિકામાં ન્યૂયોર્ક પાસેના પર્વતમાં સિદ્ધાચલનું મંદિર બંધાવેલું છે. પટેલો પણ આ દાનધર્મ શીખ્યા અને સ્વામિનારાયણના પ્રમુખ સ્વામી જગતભરમાં મંદિરો બંધાવે છે. દાન કરાવે છે તેથી કર્યું પટેલોને પણ હું જૈન જ ગણું છું. મારી પત્ની શીલા જૈન છે. બ્રાહ્મણ તરીકે એ અમારી મર્યાદિત કમાઈમાંથી ઉદારતાથી આજુબાજુના કામવાળાને ખૂબ આપતી રહેતી તે મને ગમતું નહીં. પણ તેના આપતા રહેવાની વૃત્તિ થકી અમે બંને પૈસાથી નહીં પણ પત્રકારત્વમાં સમૃદ્ધ છીએ. વોલ્ટ બ્રીટમેન નામના કવિ જેમણે ‘લીવ્ઝ ઓફ ગ્રાસ' નામનું વિખ્યાત કાવ્ય અને સાહિત્યનું પુસ્તક પ્રગટ કરેલું તે દેખાવે ઋષિ જેવા હતા. તેમો આ કાવ્ય સંગ્રહમાં સોંગ ઓફ મુડન્સ (ડહાપણનું કાવ્ય) લખેલું. તેમણે કહેલું, ‘ચેરિટી ઈઝ એ ગ્રેટ ફોર્સ. ઈંટ ગીવ્ઝ એ મેન હીઝ સીકસ્થ સેન્સ...ચેરિટી એન્ડ પર્સનલ ફોર્સ આર ઓન્લી ઇન્વેસ્ટમેન્ટ વર્ષ એનીથીંગ...' જાણે કવિ વ્હીટમેન જૈનોના ચારીત્રને જાણી ગયા હોય તેમ આ સૂત્ર લખેલું. તેઓ પોતે પણ જાણે અજાણતા જ જૈન હતા. કુદરતમાં દૈવી તત્ત્વો છે તેવું માનતા. વૃક્ષોને અને વાસના દૃોને પણ જીવ છે તેમ માનતા. પક્ષીપ્રેમી હતા.
તેમના સૂત્ર મુજબ જ જેનોમાં ચેરિટીની ભાવના છે. સિકથ સેન્સ છે તેથી ધંધામાં અને શેરબજારમાં કમાય છે અને પર્સનલ ફોર્સ છે. છઠ્ઠી ઈન્દ્રિય ત્યારે જ જાગ્રત થાય જો તમે તપ, નિયમ, સંયમ અને ખાનપાનમાં ખૂબ જ ચીવટ રાખો. જેનો કંદમૂળ ખાતા નથી. પૂર્ણ શાકાહારી છે. દાનવીર છે અને તપસ્વી છે. તમામ જૈન તહેવારોમાં ઉપવાસ એક મોટું પર્સનલ ફોર્સ વધારનારૂં અને છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત કરનારું તત્ત્વ છે અને આ ઉપવાસને મહાત્મા ગાંધીજીએ ‘શસ્ત્ર’ તરીકે અને જૈનોની અહિંસાને સિદ્ધાંત તરીકે અપનાવેલ.
પ્રબુદ્ધ જીવન
જૈનોની સિકસ્થ સેન્સને કારણે જ તે શેરબજારમાં સૌથી મોખરે હોય છે. જૈનોને સ્પેક્યુલેશનમાં આનંદ આવે છે. ગુમાવે ત્યારે શ્રદ્ધા હોય છે કે તે પાછું મેળવશે જ. જેનો માટે સ્પેક્યુલેશન ઈઝ ધ રોમાન્સ ઓફ ટ્રેડ. સ્ત્રી સાથેના રોમાન્સ કરતાં વેપારમાં સ્પેક્યુલેશન એજ તેને માટે રોમાન્સ છે અને એ રોમાન્સમાં તે સરેરાશ સફળ રહે છે.
આપણે અહીં ફરીથી મહાન અર્થશાસ્ત્રી માર્શલે ૧૮૯૦માં ૧૨૧ વર્ષ પહેલાં પુસ્તક લખેલું તે ‘પ્રિન્સીપલ્સ ઑફ ઈકોનોમિક્સ’ને યાદ કરીએ. તેમાં જે જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે તે નિરૂપેલા છે. પણ માત્ર દાનનું જે સૌથી મોટું તત્ત્વ અર્થશાસ્ત્રમાં હોવું જોઈએ તેને આલ્ફ્રેડ માર્શલ ચૂકી ગયા છે.
૧૫
એટલું ખરૂં કે તેમના પછી લોર્ડ મેયનાર્ડ કેઈન્સે ડીમાન્ડ એન્ડ સપ્લાય તેમજ કન્ઝ્યુમર ઈઝ કીંગની થીયરી મૂકેલી તે પ્રમાદો કમાઓ અને વાપરો એ પણ એક જાતનું દાન છે કે રોજગારી પેદા કરે છે. અચ્છા તો આલ્ફ્રેડ માર્શલના અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા હતી? ઇકોનોમિક્સ એ શું છે ? બહુ જ ધ્યાનથી વાંચો. તમે જૈન હો તો પૂરી એકાગ્રતાથી વાંચો..
ઈકોનોમિક્સ ઈઝ એ સ્ટડી ઓફ મેન એઝ ધે લીવ એન્ડ મુવ એન્ડ થીક ઈન ધ ઓર્ડિનરી બીઝનેસ ઓફ લાઈફ.’ આટલું અંગ્રેજી લખીને બાકીનું હું તેમના સિદ્ધાંતનો અનુવાદ આપું છું. વાંચોઃ અર્થશાસ્ત્ર એ શું છે?
અર્થશાસ્ત્ર એ માનવના સંપૂર્ણ જીવનનો અભ્યાસ છે. માનવી આ દુનિયામાં કેમ રહે છે, તે કેમ વર્તે છે, કઈ રીતે વિચારે છે અને તે રીતે તેનું જીવન વિતાવે છે તેનો અભ્યાસ એટલે જ અર્થશાસ્ત્ર, પણ વાત અહીં અટકતી નથી...જે કોઈ માનવી જેનામાં કંઈક સત્ત્વ છે તે તેના બિઝનેસમાં તેનો થોડો ઉમદા સ્વભાવ પણ લઈ જાય છે. આ બિઝનેસમેનના નિર્ણો ઉપર તેની અંગત માન્યતાઓ, અંગત સંસ્કારી, ફરજનું વંશપરંપરાગત ભાન અને ઉચ્ચ આદર્શો પ્રત્યેનું માન અસર કરે છે.
આલ્ફ્રેડ માર્શલને પ્રથમવાર મેં અગાઉ અર્થશાસ્ત્રના અભ્યાસી તરીકે વાંચેલા તે વાત હું ભૂલી ગયેલો તે આજે યાદ આવે છે. તમે આ વ્યાખ્યા મુજબ તમારી આજુબાજુની વ્યક્તિઓને જુઓ. જૈનોની કુટુંબ ભાવના જુઓ. પત્રકાર તરીકે મારા તમામ ‘માલિકો’ જેનો રહ્યા છે. ગુજરાત સમાચાર, જન્મભૂમિ (ટ્રસ્ટી તરીકે શાંતિલાલ શાહ અને ચીમનલાલ ચકુભાઈ) અને આજે દિવ્ય ભાસ્કરના જૈન માલિકો છે. મારા એડવોકેટ મિત્ર વસંત પારેખ જે મહુવાના દાનવીર કાઝી શેઠની પેઢી સામે શેઠ શેરીમાં રહેતા હતા. તેણે કહ્યું કે સંયુક્ત કુટુંબની ભાવના સૌથી વધુ જેનોમાં છે. રાજસ્થાનના મારવાડી જૈન રાજમલજી લોખંડના ભંગારના વેપારી છે પણ ૪૮ સભ્યો એક બિલ્ડીંગમાં ૨હે છે. સાથે જમે છે. દિવ્ય ભાસ્કરના સ્થાપક રમેશચંદ્ર અગ્રવાલના ત્રર્ણય પુત્રો સંયુક્ત સાહસમાં કામ કરે છે. અદ્ભુત કુટુંબભાવના છે. પીરૂભાઈ અંબાણીના વેવાઈ અભયકુમાર કાસલીવાલ સંયુક્ત કુટુંબમાં રહ્યા અને મુંબઈમાં લગભગ પહેરેલે કપડે' આવેલા તે મોટા ઉદ્યોગપતિ થયા. પણ મોડે મોડે એક ભાઈની કુટુંબ ભાવના લુપ્ત થઈ તેનાથી થોડી બ્રેક લાગી. આવું જ હીરાના વેપારી કીર્તિલાલ મણિલાલ મહેતાના પુત્રોનું બન્યું છે. સંયુક્ત કુટુંબભાવના થોડી લૂપ્ત થઈ તેથી બ્રેક લાગી છે. તે દૃષ્ટિએ મફતલાલ મહેતા જેને અમે માત્ર મફતકાકા તરીકે ઓળખીએ છીએ, તેના પુત્રો આજે પણ એન્ટવર્પ, ન્યૂયોર્ક અને મુંબઈ વગેરે સ્થળે સંયુક્ત કુટુંબ ભાવનાથી રહે છે. આવું જ વૃત્તિમાં જેનો જેવા પટેલો જે ડાયમન્ડ ઉદ્યોગમાં છે તેમનું ભાવિ ઉજળું છે. કારણ કે ભાઈઓ