________________
મે, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૨૮
– ડૉ. કુમારપાળ દેસાઈ
[કલમને ખોળે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા કરીને જયભિખ્ખુએ માત્ર લેખન પર નિર્ભર રહેવાના સંકલ્પ સાથે સરસ્વતી-ઉપાસનાનો પ્રારંભ કર્યો. જુવાનીના એ સમયે આર્થિક સંકડાશ અને વ્યવહારિક જવાબદારીઓ આ સર્જકને ઘેરી વળે છે અને એને પરિમામે તેઓ કાનું સર્જન કરી શકતા નથી. એક બાજુ સર્જકતાનો વહેતો કોય અને બીજી બાજુ વિષમ પરિસ્થિતિમાં વચ્ચેની જયભિખ્ખુના જીવનની મથામણનો આલેખજોઈએ આ અઠ્ઠાવીસમાં પ્રકરણમાં.]
સન્મતિથી
વિક્રમ સંવત ૧૯૯૦ના નૂતન વર્ષના પ્રભાતે ત્રીસ વર્ષના યુવાન જયભિખ્ખુનો સંકલ્પ કયો હોઈ શકે ? માંગલ્યદર્શી ભાવનાઓ ધરાવતા આ યુવાનને જૈન ધર્મના વ્યાપક તત્ત્વોએ જીવન જીવવાની દૃષ્ટિ આપી અને વાચનની વિશાળ સૃષ્ટિએ જયભિખ્ખુની એ જીવનદૃષ્ટિને માનવતાદર્શી બનાવી. પરિણામ એ આવ્યું કે એ કોઈ સાધુ-મહાત્માનું ચરિત્ર લખે, તો પણ એમાં એમના તપ અને ત્યાગથી ભેરલા જીવનવિકાસ પર એમની નજર ઠરેલી હોય છે. વિક્રમ સંવત ૧૯૯૦ના બેસતા વર્ષના મંગલ દિને આ યુવાનની મનોભાવનાનો પડઘો એમની પ્રભુ-પ્રાર્થનામાં અભિવ્યક્ત થાય છે. આ નૂતન વર્ષે તેઓ રોજનીશીના પ્રથમ પૃષ્ઠ પર લખે છેઃ
જન્મ જન્મ તું સન્મતિ દેજે,
બગડે નહિ ભવ કાયા રે,
કોટિક ભરનાં કલ્પિય નારો, એ મારું ભવ રાજા રે.
યુવાન જયભિખ્ખુ એવી જીવનજાગૃતિ ધરાવે છે કે પોતાનું જીવન સદાય ઉન્નત બનતું રહે અને એ જીવનને સન્મતિપૂર્ણ માર્ગે ગાળી શકાય. સાથેસાથે ભભવના જે પાપ એકત્રિત થયાં છે, તે દૂર થાય એવી ઈશ્વર પાસે માગણી કરે છે. પોતાના જીવનને સન્મતિથી સુમાર્ગે લઈ જઈ અને સત્કર્મ કરવાની સર્જક જયભિખ્ખુની મનોભાવનાના બીજ એમની આ નવા વર્ષની પ્રાર્થનામાં જોવા મળે છે.
૧૩
જીવનમાં પારાવાર આર્થિક વિટંબણાઓ હતી; પરંતુ આ સ્વમાની યુવાન ઈશ્વર પાસે એવી કોઈ માગણી કરતો નથી. માત્ર એને સાહિત્ય સર્જન કરવાની ધગશ છે. બેસતા વર્ષ પૂર્વે દિવાળીના દિવર્સ 'જય ચિતોડ' નામનું શ્રી આર્ય નૈતિક સમાજ નાટક મંડળીનું વીરસપ્રધાન નાટક જોયું. આ નાટ્યમંડળી ૧૯૧૫માં વડોદરામાં સ્થપાઈ હતી અને ૧૯૭૨ની ૩૦મી જાન્યુઆરીએ એો ‘જય ચિતોડ'નો પ્રથમ ખેલ રજૂ કર્યો હતો અને જયભિખ્ખુએ દિવાળીની રાત્રે અમદાવાદમાં એ નાટક જોયું. પછીના દિવસે બેસતા વર્ષે જાણે એનો પડઘો પાડતા હોય તેમ જયભિખ્ખુ લખે છેઃ ‘જય
ચિતોડ' જેવો જય જીવનમાં સાંપડજો.'
પ્રાર્થના
નવા વર્ષે જીવનમાં ઉત્કર્ષ સાધવાની પ્રબળ ઈચ્છાના અહીં દર્શન થાય છે. બેસતા વર્ષના દિવસે સવારે ઊઠીને જયભિખ્ખુ દિલ્હી દરવાજા બહાર શાહીબાગના રસ્તે આવેલા શેઠ હઠીસિંહ અને શેઠાણી હરકુંવારે નિર્માણ કરેલા 'હઠીસિંહનાં દેરાને નામે જાણીતા જિનમંદિરમાં દર્શન કરવા જાય છે. આ વર્ષથી એટલે કે ઈ. સ. ૧૯૭૩થી એમણે દર રવિવારે અને શુભ દિવસોએ હઠીભાઈની વાડીના જિનમંદિરે દર્શન કરવા જવાનો નિયમ રાખ્યો હતો. દર રવિવારે સવારે ઊઠીને સ્નાનાદિથી નિવૃત્ત થઈને હઠીભાઈની વાડીએ દર્શન કરવા જાય અને દર્શન કર્યા પછી બહાર ઓટલા પર થોડી વાર બેસે. એકલા હોય તો સ્વજીવનનું ચિંતન કરે અને વર્તમાન
જીવન ઘટનાઓ અંગે મનોમંથન કરે. જો કોઈ સાથે હોય તો એની સાથે બહાર બેસીને અને જૈન ધર્મની કોઈ ગૌરવગાથા કહે. કોઈ જૈન તીર્થ કે દેરાસરના નિર્માણની યશગાથા સંભળાવે.
દેરાસરમાં જાય, ત્યારે ભંડારમાં અચૂક પૈસા નાખે. ઘણી વાર તો બંડીના ખિસ્સામાં જેટલા પૈસા હોય, તે બધા જ ભંડારમાં નાખી દે! પહેલેથી જ ઈશ્વરમાં અપાર શ્રદ્ધા. તપશ્ચર્યા કે ક્રિયાકાંડી ઓછાં કરે, પરંતુ એમની ઈશ્વરશ્રદ્ધામાં સહેજે મીનમેખ નહીં. ફિલ્મ અને નાટકના શોખીન હોવાથી અગાઉ દિવાળીના દિવસે જય ચિતોડ' નાટક જોયું હોવાથી થોડા મોડા ઊઠે છે, પણ હઠીભાઈની વાડીના જિનમંદિરે જઈને દર્શને જવાનું ચૂકતા નથી.
એ સમયે અમદાવાદમાં નવા-સવા આવેલા લેખક જયભિખ્ખુએ પોતાના મિત્ર ધીરજલાલ ટોકરશી શાહના જ્યોતિ કાર્યાલયમાં બેસવાનું રાખ્યું. અહીં તેઓ જ્યોતિ કાર્યાલયને માટે જુદાં જુદાં પુસ્તકો લખતાં હતાં અને ‘જૈન જ્યોતિ’ સાપ્તાહિક સંભાળતા હતા. ધીરજલાલ ટોકરશી શાહે એમને એક મહિનાની કરેલી લેખન કામગીરી પેટે પુરસ્કાર આપ્યો. કારતક સુદ બારસના દિવસે એમને ચાલીસ રૂપિયાનો માસિક પુરસ્કાર મળ્યો.
૧૯૩૩ના વર્ષમાં સેનગુપ્તા, એની બેસન્ટ અને વિઠ્ઠલભાઈ પટેલ એ ત્રણેય અગ્રણીઓનું અવસાન થાય છે. યુવાન જયભિખ્ખુને લાગે છે કે આ વર્ષ દેશને માટે દુર્ભાગ્યનું વર્ષ છે. એમાં પણ વિઠ્ઠલભાઈ પટેલના અવસાનની ઘટના તો આ યુવાન સર્જકના