________________
૧૮
પ્રબુદ્ધ જીવન
મે ૨૦૧૧
જનજનના, ઊર્ધ્વગગનના ને અહિંસાના ઉદ્ગાતા ઉમાશંકર અને રવીન્દ્રનાથ બે મહાકવિઓ : 'વિશ્વશાંતિ' અને ‘વિશ્વભારતી'ના સર્જકો
૩પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા
જનજનના, લોકમનના, ‘જનગણમન’ના, ધરતીના કવિ હોવા છતાં આ યુગના આ બે કવિ-મનિષીઓ-એક પશ્ચિમ ભારત ગુજરાતે, બીજા પૂર્વના બંગતટે-ઊર્ધ્વગગનના ને અહિંસાના પણ સમાન ઉદ્દગાતા અને ઉપાસક બની રહ્યાં.
‘ગીત ગગનનાં ગાશું રે અમે ગીત મગનમાં ગાશું’–ના ગાનાર કવિ મનીષિ ઉમાશંકર અને ‘ગગને ગગને, આપનાર મને, કિ ખેલા તબ?’ જેવા અનેક આકાશગીતો પોતાના ‘રવીન્દ્ર સંગીત' દ્વારા ગાઈને, ઊર્ધ્વગગનના દ્રષ્ટા બન્યા બાદ, જન-મનની ધરતીની વાત કરતાં કરતાં ‘અંતર મનની રમત' નિહાળવા ભીતરમાં પણ ઉતરી આવતા-સર્વત્ર બાહ્યાંતર ઐક્ય સાધતા-અંતર્દષ્ટા રવીન્દ્રનાથ ! બંનેના અંતર ભાવોમાં, ભિન્નભિન્ન છતાં, ‘મિન્ન’ પ્રત્યેનાત્માની પ્રતીતિ કરાવવા છતાં, કેટલું બધું સામ્ય!!
બંને બાહ્ય પ્રકૃતિ અને અંતર્ પ્રકૃતિનાં દૃષ્ટા! બંને અહિંસા-ધર્મના પ્રખર પુરસ્કર્તા!
બને પદ-દલિત, ધૂલિ-પતિતને પણ ઊંચે ઉઠાવનારો માનવ-મહિમા ગાતા વિશ્વ-માનવ, મહામાનવના ઉપાસક ને પ્રતીક્ષા-રત આર્ષ-દ્રષ્ટા !!
બંને આત્મલક્ષી શિક્ષણની સૃષ્ટિના અને ‘વર્ગ-સ્વર્ગ’ના સ્ત્રષ્ટા!!! બંને સાહિત્યને, કવિતા-નાટક-વાર્તાદિ સર્વ સ્વરૂપો દ્વારા ‘સાંતથી અનંતના મિલન' સુધીની અમાપ્ય ઊર્ધ્વભૂમિમાં લઈ જનારા સ્વયંભૂ કાન્તદૃષ્ટા-જાણે ઉપનિષદના ‘વિસ્ મનીષિ પરિમૂ સ્વયંભૂ:।' જેવા ઉદ્ઘોષક-પ્રવકતા!
એકે ગુજરાતી કવિતાને ‘ગાંધી મહાકાવ્ય’, ‘વિશ્વશાંતિ’ જેવાં અનેક કવિત્ત-રત્નો આપીને વિશ્વ સાહિત્યની ઊંચાઈએ પહોંચાડી; બીજાએ વિશ્વસંસ્કૃતિના અતિથિ ભવન સમ ‘વિશ્વભારતી’ના સર્જન ઉપરાંત બંગલા કવિતાને અને તેમના ‘સોનાર બાંગલા’ને ગીતાંજલિ, શેખેર કવિતા, ચાંડાલિકા, ભારતતીર્થ, માલાકાર, ગીત પંચશતી, એકોત્તેર શતી જેવાં અનેક કાવ્ય-ગીત મણિહારો પહેરાવીને સમલંકૃત, વિશ્વ-વિદ્યુત, ગૌરવાન્વિત બનાવી!!
વર્ગમાં સ્વર્ગ દર્શાવનારા આર્ષદષ્ટા
‘વર્ગને સ્વર્ગ માનજો અને તૈયારી કર્યા વિના વર્ગમાં જશો નહીં.'
૨૧મી જુન, ૧૯૬૦ના દિવસે અમદાવાદમાં પ્રથમ વાર હિન્દી અધ્યાપક તરીકે જોડાયો. શ્રી સ્વામીનારાયણ કૉલેજમાં જતાં પહેલાં આશીર્વાદ લેવાની વેળાએ પ્રભાતમાં જ પૂજ્ય ઉમાશંકરભાઈએ આ પ્રેરક શબ્દોથી એક મંગલ શિક્ષાપાઠ ભણાવ્યો. સાથે કૉલેજના પ્રાચાર્યશ્રી પ્રેમશંકર ભટ્ટ પર નાનકડો પત્ર પણ લખી આપ્યો. પૂજ્ય પંડિત સુખલાલજીના તો પ્રથમ આશીર્વાદ સાથે જ સર કુંજથી પ્રસ્થાન કરી તેમના નિવાસસ્થાન ‘સેતુ’ પર પહોંચ્યો હતો.
આમ બબ્બે સારસ્વત પ્રાજ્ઞ ગુરુજનોનાં આશીર્વાદોથી ધન્ય થઈને મારી અધ્યાપક તરીકેની કારકીર્દિ પ્રસન્ન આનંદપૂર્વક આરંભાઈ હતી. એ બંનેના સમાન આદેશોને અનુસરતાં પૂર્વતૈયારીના અધ્યયનમાં સાચે જ અનેરો આનંદ આવતો. એ તૈયારીના આનંદની પ્રતિછાયા, વર્ગ-સ્વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક, અનેક અવનવી માહિતીઓ સાથે ભણાવતાં અચૂક પડતી. પરિણામે સોએક છાત્રછાત્રાઓના એ વર્ગો ઉપરાંત ઘણીવાર બહારના અન્ય છાત્રો પણ તેમાં આવીને બેસતા. ખૂબ પ્રેમથી સાંભળતા. વિદ્યાર્થી વર્ગના આ પ્રેમ અને નિકટતાનું પ્રતિકૂલન મારા જ લખેલા એક નાટકને ભજવવામાં થયેલું. પ્રતિભાવ અને પ્રતિસાદ પામેલું એ લાંચ-રૂશ્વત વિરોધનું ભારતના શહીદોની અંત ર્ભાવનાને વાચા આપતું નાટક 'નવ મુદ્દે શ્રી નાતે હૈ જ્યારે પ્રથમ વાર અમદાવાદના મંગળદાસ ટાઉન હૉલમાં ભજવાયેલું ત્યારે શ્રી સ્વામીનારાયણ કૉલેજને એ ખૂબ ખ્યાતિ આપી ગયેલું. બીજી વાર ગુજરાત લૉ સોસાયટીની નાટક પ્રતિયોગિતામાં પણ આંતર કૉલેજોમાં એણે પ્રથમ સ્થાન અપાવેલું. આ કૉલેજથી આરંભાયેલ આ નાટક-મંચન અને અધ્યયનપૂર્ણ અધ્યાપનનો, આગળ અનેક વર્ષો અને અનેક કૉલેજોમાંના કાર્યકાળમાં, ભારે સફળ પ્રભાવ પથરાયેલો રહ્યો. ત્યારથી અધ્યાપન પૂર્વેનું મારું અધ્યયન કદી છૂટ્યું નથી. તેથી છાત્ર-પ્રેમનું ઝરણું પણ સદાય વહેતું રહ્યું છે.
આ સારો યે અનુગ્રહ, એક સફળ અધ્યાપક બનાવનાર બંને ગુરુજનો-પૂજ્ય પંડિતજી અને પૂજ્ય ઉમાશંકરભાઈનો રહ્યો, એ કદી ભૂલી શકું નહીં.
જનજનના, ઊર્ધ્વગગનના ને અહિંસાના એ ઉદ્દગાતા !