________________
૧૨
પ્રબુદ્ધ અવા
માઈગ્રેન (માથાનો દુઃખાવો)થી માંડી ડિપ્રેશન-હતાશા અને એગ્રેશન-આક્રમકતા જેવી તંદુરસ્તીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે.
આ સુંદર ગ્રહ પર માણસ એક જ એવું મૂર્ખ પ્રાણી છે જે વર્ણસંકર, રસાયણયુક્ત, મૂળતત્ત્વો સાથે ચેડાં કરાયેલું, હોર્મોન અને જંતુનાશકોથી લદાયેલું, જથ્થાબંધ ઉત્પન્ન કરાતું વાસી હેમ્બર્ગર ખાય છે, જેને કૂતરાની વિષ્ટા પર નભતી ફૂગ સુદ્ધાં અડતી નથી! પછી તેના શરીરમાં ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, મેદસ્વીતા, ડેમેન્સીયા (ચિત્તભ્રમ), ઓટિઝમ (બાળકોમાં જોવા મળતી મનોવિકૃતિ) જેવી આફતોનો મેળો જામે તે વાતમાં નવાઈ શી? જો હજી પણ મેકડોનાલ્ડ, બર્ગરકિંગ, પિઝા હટ અને કેએફસીની ફાસ્ટ ફૂડ શ્રેણી તમારી તબિયત સાથે કેવા જોખમી ચેડાં કરે છે તેમાં તમને શંકા હોય તો ‘સુપર સાઈઝ મી' ચિત્રનું દસ્તાવેજી ચિત્ર જોવા ભલામણ કરું છું. જોકે, ચિત્રની સારી બાજુ
પંથે પંથે પાથેય : પચ્ચીસ કલાકનો જેલવાસ (અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ)
અનુભવ ખરેખર વિસ્મયકારક ભાથું જ બની રહ્યો.
જેલર સાહેબ શ્રી મહેશચન્દ્ર ગુપ્તાજીની દીર્ઘદ્રષ્ટિ અને માનવીય જીવંતતાને લીધે યોજાયેલ આ દસ દિવસીય શિબિરને કેદીઓએ સહર્ષ
વધાવી.
શિબિરના સાતમા–આઠમા દિવસે તો કેદીઓ ભાવવિભોર બની ગયા. મોટા ભાગના રડ્યા પણ ખરા. એમની અંગત વાતો-પરિવારના સભ્યોની વાતો પણ રજૂ કરી. આવી સંવેદનશીલ નાજુક ક્ષણે એક કેદીએ કહ્યું, ‘અમારી યાદ રૂપે કંઈક આપવાની ઈચ્છા થાય છે, પણ અહીં તો અમારી પાસે કશું નથી.' મેં કહ્યું મને આટલું જ આપો તો બસ છે! યોગાભ્યાસની નિરંતરતા અને અન્ય કેદીઓને યોગાભ્યાસ માટેની પ્રેરણા. અહીંથી બહાર નીકળીને પણ આ અભ્યાસનો ક્રમ જાળવી રાખજો.'
મે ૨૦૧૧
પણ છે-જો અણુયુદ્ધ થાય તો શું શું ન સંઘરવું તેની કમ સે કમ આપણને ખબર પડશે અને ફિલ્મસ્ટારો પણ વિચારે–વધતી ઉંમરની અસરને રોકવા મેકડોનાલ્ડ ફૂડનું પ્રવાહી ચહેરામાં ઈન્જેક્શનથી દાખલ કરવા જેવું ખરું !
જો તમારે ખરો-સાચો ખોરાક ખાવો હોય તો આવા ન બગડતા તમામ ખોરાકથી દૂર રહેજો. જો પ્રાકૃતિક વિઘટન જ નહીં થાય તો ખોરાક હોજરીમાં પંચશે શી રીતે ? પચવું એટલે તેમાં ફેરફાર થવા, જો ફેરફારો જ નહીં થાય તો પોષકતત્ત્વો જુદાં કેવી રીતે પડશે અને શરીરને ઉપયોગમાં કેવી આવશે?
ખરેખર એમણે બપોરના સમયે અન્ય કેદીઓને આસન શીખવવાનું શરૂ કર્યું. મનની શાંતિ માટે એમને આ અોઘ શસ્ત્ર લાધ્યું. પ્રાણધારણાનો અભ્યાસ એમને બહુ શાતાદાયક લાગ્યો. ચૈતન્યાસનમાં તો એમને અનેરી શાંતિ લાગતી. મનના ભાવને રૂપાંતર કરવા માટેની જાણે એમને ચાવી જડી સંકલ્પબળની પ્રાપ્તિ
કરી શકાય એવો વિશ્વાસ જન્મ્યો. ઉપરાંત નાની નાની અન્ય
સમસ્યાઓ માટે એમણે માર્ગદર્શન/સમાધાન મેળવ્યું-પ્રશ્નો પૂછાવા લાગતાં સમજાયું કે એઓ સૌ ખરેખર રસપૂર્વક જિજ્ઞાસાથી શીખતા હતા, માત્ર સમય પસાર નહોતા કરતા. જેલ એ ચિંતાલય છે એને ચિત્તાલયમાં ફેરવાતી અનુભવી. એક ભાઈએ કહ્યું હવે અમે અહીં ચિત્તપૂર્વક રહીશું અને કર્મ અનુસાર જે ફળ મળ્યું છે એને શાંતિથી ચિંતા વગર ભોગવીશું.
એટલે મેકડોનાલ્ડ કે કોઈ પણ ફાસ્ટ ફૂડ શ્રેણીનાં બર્ગર ન ખાવ. તે કરતાં તેનું ખોખું ખાઈ જશો તો તે કદાચ તંદુરસ્તી માટે વધુ લાભદાયક નીવડશે-કમ સે કમ તેનું વિઘટન બર્ગર કરતાં તો વધુ ઝડપથી થશે ! (સપ્રેસ.)
*** -(સૌજન્ય સર્વોદય પ્રેસ સર્વિસ)
અંતિમ દિવસ આવી પહોંચ્યો. સૌ કેદી ભાઈઓએ વિદાય સમારંભ ગોઠવ્યો. જેલર સાહેબે જિલ્લા ન્યાયાધીશને અતિથિ તરીકે આમંત્ર્યા. એમનું પ્રેરણાદાયક પ્રવચન અને કેદીઓની અનુભવવાણીથી વાતાવરણ ઉત્સાહજનક રહ્યું.
ગુનાના એક કેદીભાઈ શ્રી નંદકિશોર ખંડેલવાલને યાદગાર ભેટ આપવાની વાત મનમાં ગુંથાયા જ કરી હતી તે તેણે પૂરી કરી. પાસે કશું ન હોવા છતાં કપડાં ધોવાના સાબુમાંથી એણે યોગેશ્વર કૃષ્ણની મૂર્તિ ઘડીને ભેટ કરી આબેહૂબ નકશીદાર ગળામાં હાર, ખેસ, મોરપીંછ, મુગટ, પાછળ ચક્ર, હાથમાં વાંસળી અને પગ પણ એકબીજા પર ગોઠવાયેલા હું દંગ રહી ગઈ.
મને કેદીઓએ માતા તરીકે સંબોધી અને કહ્યું-‘ગીતાને તો કૃષ્ણની જ મૂર્તિ અપાય ને !' હૃદયના અટલ ઊંડાણમાં રહેલા પ્રેમના ભાવથી ઓતપ્રોત થઈ વગર સાધને સ્વહસ્તે કંડારેલી સતત પ્રેરણા આપતી રહે એવી મારા પ્રિય સખાની મૂર્તિ આંખમાં હર્ષાશ્રુ સાથે ઉલ્લાસથી સ્વીકારી
મહાદેવી વર્માનું એક વાક્ય વાંચ્યું હતું કાંટો વગાડી કાંટાનું જ્ઞાન તો દુનિયા આપે જ છે, પણ કળાકાર કાંટો વગાડ્યા વિના એની ખટકની તીવ્ર મધુર અનુભૂતિ બીજાને આપવામાં સફળ બને છે.’-આ વાક્યની અદલોઅલ સાર્થકતા આ ભેટમાં અનુભવતા શ્રી માતાજીના શબ્દોથી જેલવાસ પૂર્ણ કર્યો.
એ કદાપિ ભૂલશો નહિ કે તમે એકલા નથી. ઈશ્વર તમારી સાથે છે, તેઓ તમને દોરી રહ્યા છે અને મદદ કરી રહ્યા છે. એ એક એવો સાથી છે જે કદાપિ તમારો સાથ તજો નથી; એવો સખા છે જેનો પ્રેમ તમને આશ્વાસન તેમજ બળ આપે છે. ઈશ્વરમાં થતા રાખો અને એ તમારે માટે સર્વ કંઈ કરી આપશે.’
૧૨, હીરા ભુવન, કુણાલ જૈન ચોક, મુલુંડ (૫.), મુંબઈ-૪૦૦ ૦૮૦. મોબાઈલ : ૯૯૯૧૧૦૫૮/૦૪૦,૫૮૫૬૬૫