________________
૨૮:
છે. તેથી તેઓ “ગુરુ” સ્થાને છે. મંત્રદિવાકરમાં મંત્ર, યંત્ર, તંત્ર, કલ્પ અને વૈદિક, જેનાગમથિત સુપ્રસિદ્ધ સિદ્ધિ પ્રયોયો અપાયા છે. -અને અનેક શાસ્ત્રના આધારે તેનું વિધાન રજૂ થયું છે. સાધનાની ઉત્કંઠા ધરાવનારને મારી વિનંતિ છે કે જે તેને ઉત્તમ ગુરુ ન જ મળે તે આ ત્રણે ગ્રંથો અને ગ્રંથકારને જે ગુરુ માની શ્રદ્ધાપૂર્વક સાધનામાં પ્રવૃત્ત થાય, તેને સિદ્ધિ અવશ્ય મળશે. એક રીતે આ ત્રણ ગ્રંથે એકબીજાના પૂરક છે, છતાં દરેક સ્વયં સ્વયંમાં પૂર્ણ તો છે જ. અભિવંદન અને અભિનંદન
સાહિત્યવારિધિ, વિદ્યાભૂષણ, ગણિતદિનમણિ શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈની નવીનતમ કૃતિ મંત્રદિવાકર પાઠકેના કરકમળમાં છે. મંત્રશાસ્ત્રના ઊંડા અભ્યાસી, મહાન લેખક, માતા પદ્માવતીના અનન્ય ઉપાસક તથા વિવિધવિદ્યાનિષ્ણાત શ્રી ધીરજલાલભાઈના સાહચર્યમાં હું છેલ્લા સત્તાવીશ વર્ષથી છું અને મંત્રશાસ્ત્રમાં મારા કુલપરંપરાગત સંસ્કાર હોવા છતાં એમના સંપર્કથી જ તે અંકુરિત અને પલ્લવિત થયા છે. મારા પ્રત્યે સહજ વાત્સલ્ય અને અનુ દેવાને લીધે આ ગ્રંથ ઉપર કાંઈક પ્રસ્તાવના રૂપે લખવાની જે આજ્ઞા એમની થઈ, તેને શિરોધાર્ય રાખી હું લખવા પ્રવૃત્ત થયા. એમના સાહિત્યિક સંબંધથી અને વિદ્યાદ–વયોવૃદ્ધતાથી હું ઘણું શીખે છું. એટલે મારે આ પ્રયાસ માત્ર “ઉબારિવ વામનઃ ની કેટિનો છે. પણ “વાને જન્મ તો ત્યારે જ સફળ થાય છે,
જ્યારે અદ્ભુત ગુણશાળી વ્યક્તિત્વનું પ્રશંસન થાય.” તેથી આવા ઉત્તમોત્તમ ગ્રંથની રચના કરવા માટે હું એમને અભિવંદન કરું છું તથા શતશત અભિનંદન આપું છું. જગદંબા એમની કૃતિઓને થી બનાવે અને એમને દીર્ધાયુષ્યપૂર્વક નિરોગ્ય આપે.
ડે, દેવ ત્રિપાઠી