________________
કેવળી પ્રભુનો સાથ
સર્વ સિધ્ધપ્રભુ સમાન છે. એમનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર – યથાખ્યાત ચારિત્ર તથા વીર્ય સમાન છે; તેમનાં પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા, અવ્યાબાધ સુખ, અરૂપીપણું, અગુરુલઘુપણું, સાદિ અનંત એવી અક્ષય સ્થિતિ તે સર્વ એકસરખાં અને સમાન છે. એટલે કે જુદા જુદા પંદર ભેદે (તીર્થકર રૂપે, અતીર્થકરરૂપે, ગૃહસ્થલિંગે, પુરુષ લિંગે આદિ પ્રકારે) સિધ્ધ થયા હોવા છતાં; અથવા તો ભૂતકાળ, વર્તમાનકાળ કે
ભાવિકાળના સિધ્ધ ભગવાન વચ્ચે પણ કોઈ ભેદ રહેતો નથી. તે સહુનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યમાં કે તેની વેદકતામાં કોઈ તફાવત રહેતો નથી. બીજી રીતે કહીએ તો શ્રી સિધ્ધભગવાનને કાળ કે તેમની છબસ્થ અવસ્થાની દશાનો તફાવત
સ્પર્શતાં નથી. તેનું કારણ જણાય છે કે સિદ્ધભૂમિમાં સર્વ આત્મા સમયે સમયે પૂર્ણપણે સમાન આજ્ઞાનું પાલન કરે છે. તેમને કોઈ યોગ, ભાવ કે પુગલ પરમાણુઓ સ્પર્શ કરી બાધા આપી શકતાં નથી. શ્રી તીર્થંકર પ્રભુ કે કેવળી પ્રભુને મન, વચન કે કાયાના યોગનો એક સમયનો સ્પર્શ શાતાવેદનીયની ભેટ આપે છે, તેનાથી પણ શ્રી સિદ્ધપ્રભુ પર છે. આમ જે આજ્ઞાનો માર્ગ એમણે સંસારમાં આરાધ્યો છે, એ જ આજ્ઞાનો માર્ગ તેઓ પૂર્ણપણે સિદ્ધભૂમિમાં પાળે છે.
સિદ્ધભૂમિમાં શ્રી સિદ્ધભગવાન આજ્ઞારૂપી ધર્મ તથા તપનું સતત પાલન કરતા જ રહે છે. તેઓ ત્યાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ સુખ અને યથાખ્યાત ચારિત્ર - પૂર્ણ શુદ્ધ સ્વભાવદશાને સતત માણતા રહે છે. જ્ઞાન, દર્શન અને સુખનો ભોગવટો એ આત્માનાં મૂળ ગુણો છે; એટલે કે શુદ્ધ આત્મા માટે એ ધર્મ છે.
આવા ગુણોનો અનુભવ કરતાં કરતાં શ્રી કેવળ પ્રભુને સમસ્ત લોકાલોકનું જ્ઞાન અને દર્શન થાય છે, તે જ્ઞાન તથા દર્શન એક સમય માટે યોગના કારણે શાતાવેદનીયરૂપ બને છે. શ્રી સિદ્ધભગવાન આ પ્રત્યાઘાતથી પર રહી, પરમ શુક્લ યથાખ્યાત ચારિત્રમાં સ્થિર રહે છે. ચારિત્રમાં સ્થિર રહેવાની આ પ્રક્રિયા તેમના માટે તત્પરૂપ છે.
આમ આજ્ઞારૂપી શુધ્ધ ધર્મ અને તપનું પાલન શ્રી સિદ્ધપ્રભુ કરતા હોવાથી સિદ્ધભૂમિમાં એમનાં જ્ઞાન, દર્શન અને વેદકતા સમાન જ રહે છે. જો એમના ધર્મપાલનમાં અંશમાત્ર પણ તફાવત હોત તો તેમનાં જ્ઞાન, દર્શન અને વેદકતામાં એ