________________
કેવળી પ્રભુનો સાથ
તથા કષ્ટો આવવાનું કારણ છે – “પ્રમાદ” – સ્વરૂપ મેળવવા માટેનો અનુત્સાહ. માટે જો સાચું સુખ મેળવવું હોય તો જીવે સાચું સમજી પ્રમાદ ત્યાગી ઉદ્યમી થવું જોઇએ. વિશેષમાં શ્રી પ્રભુ ગૌતમસ્વામીને એ પણ જણાવે છે કે તે સર્વસંગ પરિત્યાગ કર્યો છે, તેથી આત્માને શુદ્ધ કરવાનો ન્યાયપૂર્ણ માર્ગ તારા માટે તૈયાર જ છે; કાંટા કાંકરાવાળા માર્ગને છોડી તું રાજમાર્ગ પર આવી ગયો છે; માટે દેઢ શ્રધ્ધાથી એ માર્ગે સમયમાત્રનો પણ પ્રમાદ કર્યા વિના તું ચાલ. પ્રમાદ કરી, અન્ય આકર્ષણ વેદી અવળા માર્ગે જતાં પસ્તાવાનો વખત આવે છે, માટે તું તે માર્ગે ન જઈશ; તું મહાસાગરના કિનારે આવી ગયો છે, તો અપ્રમાદી ઉદ્યમ કરી સિધ્ધત્ત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણિને મેળવીને અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કર.
શ્રી મહાવીરસ્વામીના આ બોધ પરથી ફલિત થાય છે કે ગમે તેટલો વિકાસ કર્યા પછી પણ, પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં જીવ જો પ્રમાદ કરે છે તો તેનો વિકાસ અટકી જાય છે; અને ઘણીવાર તે જીવ પાછો પડે છે. તે સંજોગોમાં જીવ જો ગાફેલ બને તો ઠેઠ અગ્યારમા ગુણસ્થાન સુધીનો વિકાસ કર્યા પછી પણ તે ઠેઠ પહેલા ગુણસ્થાને આવી જવા જેવી પછડાટ ખાઈ પીછેહઠ કરી નાખે છે. આવી પીછેહઠ ન કરવી પડે તે માટે પ્રમાદ ત્યાગી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ અને સંગ સ્વીકારવો જીવને માટે ખૂબ ખૂબ ઉપકારી થાય છે, એ હૃદયમાં કોતરી રાખવા જેવી હકીકત છે.
શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને આપેલો આ બોધ આપણા સહુને માટે પણ ખૂબ જ સૂચક છે. દુ:ખ આવવાનું અને પરિભ્રમણ વધવાનું મુખ્ય કારણ જીવનો પ્રમાદ છે. અપ્રમાદથી જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. તેથી આપણે એ સમજવાનું અને વિચારવાનું છે કે પ્રમાદ આપણને ક્યાં, કેટલો અને કેવી રીતે નડે છે; તથા તેનો ત્યાગ કરવા માટે, સુખ સુવિધા અને સુગમતા મેળવવા માટે ક્યા ઉપાયો કરવા ઘટે!
જો આત્માર્થે આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરવી હોય તો પ્રમાદ છોડી, અપ્રમાદી બની, જેમણે આ કાર્ય કર્યું છે એવા આત્માના જાણકાર અને અનુભવીનું