________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
સાત કે આઠ ભવ સુધી રહી શકે છે, પછી તેની ગતિ બદલાઈ જાય છે. આ બધા ભવોમાં તેને સંસારના પદાર્થો મેળવવાની તથા ભોગવવાની આસક્તિ એટલી બધી હોય છે કે પ્રમાદનું સેવન કરતો કરતો તે જીવ શુભ અને અશુભ કર્મોને ભોગવતાં ભોગવતાં સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. શાતા અને અશાતાના ઉદયોમાં કષાય ભોગવતા ભોગવતા તે જીવ દુ:ખી થયા જ કરે છે. જૂનાં કર્મ ભોગવતાં તે નવાં કર્મો બાંધતો જાય છે; અને સંસાર લંબાવતો જાય છે.
આવા સંજોગોમાં મનુષ્યજન્મ મળવા છતાં જીવને આર્યત્વ (સુસંસ્કાર) મળતું નથી; કદાપિ પુણ્યયોગે આર્યત્વ મળે તો અવિકલ સંજ્ઞી પંચેન્દ્રિયપણું આવતું નથી; પૂર્ણ પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ થવા છતાં શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ મળવું તેથી પણ ઘણું દુર્લભ બને છે; ક્યારેક તેને ઉત્તમ ધર્મ સાંભળવાનો યોગ થાય તો પણ તેની શ્રદ્ધા થવી મુશ્કેલ બને છે, કારણ કે ઘણાં ઘણાં જીવો મિથ્યાત્વનું સેવન કરતા જ રહે છે. અતિ પુણ્યયોગે ધર્મની શ્રદ્ધા જન્મે તો પણ તે પ્રમાણેનું આચરણ કરવું તેને માટે અઘરું બને છે, કારણ કે આ શ્રધ્ધાળુઓ પણ કામભોગમાં આસક્ત રહી પ્રમાદને સેવ્યા કરે છે.
આ બધી જ મુશ્કેલીઓને ઓળંગી જીવ પૂર્ણ ઇન્દ્રિયો અને સંજ્ઞા સહિતનો ઉત્તમ મનુષ્યજન્મ, સત્કર્મનું શ્રવણ, ધર્મની શ્રધ્ધા આદિ મેળવે છે ત્યારે વય વધવાની સાથે તેનું શરીર જીર્ણ થતું જાય છે, અશક્ત થતું જાય છે, શ્રવણશક્તિ ઘટે છે, ચક્ષુ ઇન્દ્રિય નબળી બને છે, ઘ્રાણશક્તિ અલ્પ થતી જાય છે, રસનાશક્તિ ક્ષીણ થાય છે અને સ્પર્શેન્દ્રિય પણ શિથિલ થતી જાય છે, શરીરમાં રોગાદિનો ઉપદ્રવ વધે છે, અને તે બધાંને કારણે જીવ ધર્મનાં આરાધનમાં અનેકાનેક વિઘ્નોનો અનુભવ કરે છે. આ ઉપરાંત સંસારી પદાર્થોની લોલુપતા, ભોગઉપભોગની તીવ્ર કે મંદ વૃત્તિ, કુટુંબ, મિત્ર, સંપત્તિ આદિ સમૃદ્ધિનું બળવાન આકર્ષણ, વગેરે તત્ત્વો જીવને સાચા માર્ગે જતાં અટકાવી રહ્યાં છે. પરિણામે જીવનું સંસાર પરિભ્રમણ અટકતું નથી, અને જીવને મોક્ષનું સુખ મળતું નથી.
સંસારમાં પ્રવર્તતાં સર્વ વિપ્નોનું આવું તાદશ ચિત્ર આપી, શ્રી મહાવીર સ્વામી પોતાના શિષ્ય ગૌતમસ્વામીને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સમજાવે છે કે આ બધાં જ દુઃખો