________________
પ્રથમ પગથીયું છે. આપણને આપણા આત્માના અસ્તિત્ત્વનું ભાન થાય ત્યારે જ આપણામાં સમ્યગદર્શન આવ્યું છે તેમ કહેવાય. હું ત્રણે કાળમાં વિદ્યમાન છું. તેથી અનંત ભવિષ્યકાળને સુધારવા માટે પોતાના આત્મા ઉપર અનુકંપા થાય. જે ઉત્પન્ન થાય છે તે જ નાશ પામે આવી જીવ કે અજીવ તત્ત્વ ઉત્પન્ન થતાં નથી માટે તે નાશ પણ પામતાં નથી, માત્ર તેના પરિણામ ફરે છે. જેમ સોનું લગડી રૂપે હતું તેમાંથી બંગડી વિગેરે બનાવી તો સોનું લગડી રૂપે નાશ પામ્યું પણ બંગડી વગેરે રૂપે ઉત્પન્ન થયું. પણ સોનારૂપે નાશ પામતું નથી, માત્ર પર્યાયમાં ફેરફાર થયો. તેમ જીવમાં પણ મનુષ્યાદિ પર્યાય ફરે પણ જીવનો નાશ ત્રણે કાળમાં ક્યારેય થતો નથી. નાસ્તિકને આ શ્રદ્ધા થતી નથી, તેથી ખાઓ, પીઓ, મજા કરો, કાલ કોણે દીઠી છે એ રીતે
જીવન જીવતાં હોય છે, તે ફક્ત વર્તમાન માટે જ જીવતો હોય છે. જીવનું વિસ્મરણ એ પ્રમાદ છે અને તે ભાવહિંસા સ્વરૂપ છે. દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા વધી જાય છે.
ચેતના લક્ષણો જીવ ચેતના એટલે જ્ઞાન શક્તિ કે સંવેદના. સુખ-દુઃખનો અનુભવ એક માત્ર આત્માને (જીવને) જ થાય, જીવને ગરમ-ઠંડાનો અનુભવ થાય, મડદાને ગરમ-ઠંડાનો અનુભવ ન થાય. ઠંડો પવન શરીર સાથે અથડાય તો સ્પર્શેન્દ્રિય વડે આત્માને ઠંડા પવનનું જ્ઞાન થાય પણ સાથે ઠંડો પવન જો સુખરૂપ લાગે તો તે રતિ મોહનીયનું કાર્ય છે. જો ઠંડાપણામાં સુખરૂપ આસક્તિ થાય અને ત્યારે જ જો આયુષ્યનો બંધ પડે તો વાયુકાયમાં ઉત્પન્ન થવું પડે. તેઉકાય-વાયુકાય અત્યંત તુચ્છ ગતિ છે. તે ગતિમાંથી સીધા મનુષ્ય ભવની પ્રાપ્તિ ન થાય, ફરી જલદી મનુષ્ય ભવ ન મળે. પવન ઠંડો છે કે ગરમ તેનું જ્ઞાન થવું તે દોષ નથી પણ ગરમમાં દુઃખની અનુભૂતિ થવી માટે દુઃખરૂપ અને ઠંડુ છે માટે સુખરૂપતેવાં અભિપ્રાય (માથું મારવા) રૂ૫ રાગદ્વેષ રતિ–અરતિ કરવી તે દોષરૂપ છે અર્થાત્ ઠંડો પવન હાશરૂપે થાય–ઉપાદેય લાગે, ગરમ પવન હેયલાગેતો આત્માનું અહિત થાય.
જીવવિચાર || ૩૪