________________
ગાથા: ૭.
ઉભામગ ઉદ્ધલિયા, મંડલિ મહ સુલ રાજવાયા ય ઘણ-તણ-વાયાઈમા, ભયા બલુ વાઉકાયસ્સા છા
ને વાત ઉલ્કામક કહ્યો, ઉચે ભમાવે જે હવા; રેખા પડે ધૂળમાંહિ જેથી, વાય જે નીચે રહી, તે જાણ ઉત્કલિકા વળી, વંટોળીયો વાયુ સહી; મહાવાયુને શુક્રવાયુ, ગુંજ શબ્દ કરતો વાયુ છે;
ઘનવાતને તનવાત આદિ, વાયુના બહુ ભેદ છે. ૭ વાયુકાય જીવોના પ્રકારઃ * ઉલ્કામક વાયુ ઘાસાદિને ઊંચે ભમાડે–ઊડાડે.
ઉત્કલિક વાયુ રહી રહીને વાય, ઘાસાદિને એક સ્થળેથી બીજા સ્થળે નાખે ધૂળમાં રેખાઓ પડે તે. મંડલિક વાયુઃ વંટોળિયા ગોળ-ગોળ ભમે, આથી પાંદડાદિ ગોળ ગોળ ભમવા લાગે. ગોળ–ગોળ ભમતાં પાંદડાદિ જોઈ આપણને તે જોવાનું ગમે તેમાં આનંદ આવે તો પણ આપણને કર્મ બંધ થાય. શુલવાયુ જે વાયુ મંદ-મંદ વહેતો હોય તે શુદ્ધવાયુ કહેવાય. ગુજવાયુ સીસોટી જેવો અવાજ કરતો વાયુ. મહાવાયુઃ મોટા વંટોળિયા, વાવાઝોડા. પાંચ સ્થાવરમાં માત્ર વાયુકાય જીવોને શરીર (વૃદ્ધિ) વિદુર્વાની શકિત હોય છે. અસંખ્યાત વાયુકાયમાંથી સંખ્યાત જીવોને (પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી કંઈક ન્યૂન તેટલા પ્રમાણ) વૈક્રિય શરીર બનાવવાની શક્તિ હોય છે. વટોળિયો વૈક્રિય શરીરરૂપે છે અને તેના વડે મોટાં-મોટાં નગરો, જંગલો આદિનો મહા વિનાશ સર્જે છે. તે જ રીતે દરિયામાં પણ જે તોફાન આવે છે, મોજા ઉછળે છે, તેનું મૂળ કારણ વિવિધ રીતે
જીવવિચાર | ૮૫