________________
(૯) અગુરુલઘુ નરકના જીવને જે પુદ્ગલો મળે છે તેનાથી તેને અશાતા મળે છે. નહીં હલકા નહીં ભારે એ અગુરુલઘુનો પરિણામ છે પણ નરકના જીવોને એ પીડાકારક બને છે, વિપર્યાસ થાય છે, ઉષ્ણ પુદ્ગલો આવે તે ગમતા નથી. (૧૦) શબ્દ : આ વ્યવહાર દ્વારા જ આત્મા સુખ - દુઃખની અનુભૂતિ કરે છે, વધારેમાં વધારે કારણ શબ્દ વર્ગણા જ છે. આપણને અનુકૂળ હોય તો એ સુખરૂપ લાગે છે ને પ્રતિકૂળ હોય તો દુઃખરૂપ લાગે છે. કોઈએ આપણને હલકા પાડવા માટે દ્વેષથી ભરેલા શબ્દો કહ્યાં ને આપણે એને ગ્રહણ કરીએ તો તે આપણામા અગ્નિ રૂપે ક્રોધના પરિણામ પામી જશે. જે હલકા ભાવોથી દુષ્ટ ભાવોથી જે શબ્દો છોડ્યા તેને ગ્રહણ કરીને આપણે પણ હલકા ને દુષ્ટ બની ગયાં. પણ જો એ ન ગ્રહણ કરીએ અને સમતામાં રહીએ તો અપૂર્વ નિર્જરા થાય. ગ્રહણ ને છોડવું એ આત્માનો સ્વભાવ નથી. પુદ્ગલ - પુદ્ગલને વળગે છે માટે મારે વળગાડથી દૂર રહેવું છે. વ્યક્તિ વ્યંતરથી અધિષ્ઠિત બને તેને વળગાડ થયો કહેવાય છે, તેમ શબ્દો રૂપે વળગાડ આપણે ગ્રહણ કરવો નથી. હું શુદ્ધ છું તો મારે શુદ્ધ જ રહેવું છે, શુદ્ધ જ બનવું છે માટે મારે “હું” નામના વ્યંતરથી અધિષ્ઠિત થવું નથી. અર્થાત્ મારે મોહ વળગાડને વળગાડવો નથી. જેને કષાય પર કંટ્રોલ હશે તે વ્યક્તિ જ ઉચિત વ્યવહાર કરી શકશે તે વિના તે ઉચિત વ્યવહાર પણ નહી કરી શકે. નરકમાં આત્માઓ વેદનાઓને (ત્રણે પ્રકારની) સહન કરી શકતા નથી માટે તેઓ સતત ચીસો પાડતા હોય છે. તે રૌદ્ર પરિણામથી એને ભયંકર વેદના થાય છે માટે શબ્દ વેદના સૌથી છેલ્લી બતાવી.
21
આ દસ પુદ્ગલના પરિણામ અશુભ રીતે નારકીમાં સતત ચાલુ છે. ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને આત્મા કષાયોના ભાવથી ભાવિત થઈને એ પુદ્ગલોને છોડે છે ત્યારે તે શબ્દવર્ગણા બનીને નીકળે છે. નબળાને એ તરત અસર કરે છે. જેમ વાતાવરણમાં ફેરફાર થયો તો જેની રોગ પ્રતિકાર શક્તિ નબળી છે તેને અસર કરે છે પણ જેની રોગ પ્રતિકાર શક્તિ સબળી છે તેને કાંઈ અસર થઈ થતી નથી, તે જ રીતે જે મોહથી વાસિત છે તેને અસર થશે જીવવિચાર // ૧૫૯