________________
આત્માને એના વિપાકો ગુણાકારરૂપે ભોગવવાના રહેશે. (૪) મહોરમ અનેક પ્રકારના ભેદ છે. મોટા સર્પઅઢીદ્વિીપની બહાર હોય. જમીનમાં જ ઉત્પન્ન થાય. પાણીમાં ઉત્પન્ન થાય પણ પાણીમાં ચાલી શકે ખરા. અવગાહના જુદી જુદી હોય. ૨ થી ૯ અંગુલ, ૨ થી ૯ત, ૨ થી ૯ હાથ, ૨થી૯કુક્ષી (રહાથ =૧કુક્ષી) ૨થી૯ ધનુષ, ૨થી લ્યોજનથી માંડી ૧૦૦૦યોજન પ્રમાણ પણ હોય. (ii) ભુજપરિ સર્ણ પગ વડે અને હાથ વડે ચાલનારા, ખાનારા. વાંદરા, નોળિયા, ખિસકોલી વગેરે જેની ભૂજા ખાવામાં, ચાલવામાં બન્નેમાં કામ કરે. મનને વાંદરાની ઉપમા આપવામાં આવે છે, તે સતત કૂદાકૂદ કરે ઠરીઠામ થઈને બેસે નહીં. જે આત્માને ઈન્દ્રિયોની અતિ ચંચળતા હોય તેનું મન પણ ચંચળ હોય.જે આત્માઓવારંવાર વિષયોની સેવનાવાળા હોયતેચંચળ હોય. જગતને નચાવે-કુદાવે સતત ભોગવવાની ઈચ્છાવાળો હોય તે આર્તધ્યાનમાં રહેતો હોય, ચિંતિત હોય તેથી આવા ભવોમાંથી તિર્યંચભવોમાંજતા વાર ન લાગે. (ii) ચતુષ્પદઃ ચાર પગવાળા. આખો દિવસ ગમે ત્યાં ફરવાનું, ખાવાનું પીવાનું, ભોગવવાનું દાત. ઘેટા, બકરા, ગાય, ભેંસ વગેરે. તેના ચાર પ્રકાર હોય છે. (૧) એક બૂરાવાળાઃ જેને પગમાં એક ખૂરી હોય છે. દા.ત. અશ્વ,
ગઘેડા, ખચ્ચર. (૨) બે બૂરાવાળા જેના પગમાં બે બૂરી હોય તે દા.ત. ઊંટ, ભેસ, ભુંડ, ચમરી ગાય, બકરી, સરભ, બોકડા આદિ.
એક ખરાવાળા
બે ખરાવાળા
જીવવિચાર || ૧૮૯