________________
સિદ્ધને નથી દેહ તેથી, આયુ કે કર્મો નથી, દ્રવ્ય-પ્રાણો તેહથી નથી, યોનિઓ નથી તેહથી,
એકસિદ્ધ આશ્રયીને, સિદ્ધની સ્થિતિ કહી; જિર્ણદકેરા આગમે, સાદિ અનંતી છે સહી. ૪૮ (સંસારી જીવોની જેમ) સિદ્ધના જીવોને શરીર, આયુષ્ય, પ્રાણ, યોનિ, જેવું કાંઈજ નથી. જિનાગમમાં તેઓની સ્થિતિ સાદિ અનંત કહી છે.
સિદ્ધ ભગવતો સર્વકર્મથી રહિત અવસ્થાવાળા છે. અર્થાતુ આઠ કર્મોનો અભાવ થવાથી કર્મના ઉદય અવસ્થા રૂપ આયુષ્ય કર્મનો પણ અભાવ હોવાથી કોઈપણ ભવમાં (શરીર) હવે રહેવાનું નથી અને ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય (અભાવ) થવાથી આત્માના પોતાના જ્ઞાનાદિસ્વભાવ રૂપ ભાવ પ્રાણો પૂર્ણ પ્રગટી ગયા છે તેથી હવે ઈન્ડિયાદિદ્રવ્યપ્રાણોની જરૂર નથી. દ્રવ્યપ્રાણોના અભાવના કારણે જન્મ મરણ રૂપ અવસ્થા ચાલી ગઈ તેથી હવે આત્માની કયારે પણ જન્મ થવા રૂપ- અર્થાતુ પરના સંગ થવા રૂપ અવસ્થા થવાની નથી. હવે આત્માની પોતાની શુદ્ધ નિઃસંગ, નિરાકાર, નિર્વિકાર, સ્વાભાવિક અવસ્થા સદા માટે (કાયમી – અનાદિકાળ સુધી) એમને એમ જ રહેવાની છે. જિનવચન વિના જીવને પીડા ભોગવવા વિવિધ યોનિમાં ભમ્યા કરવું પડે. ગાથા : ૪૯
કાલે આશાઈનિહ, જોવી–ગહરબિ ભીસ ઈન્ડ, ભણિયા ભમિહિતિ ચિર, જીવા જિ–વયમલા હતા જા
અન ને આદિ વિનાના આ સકળ કાળે અરે! વિકરાળ યોનિ-ભ્રમણથી, બિહામણા ભવ–સાયરે, જિનવચન નવ પામતા, જીવો ભમ્યા ભમશે ખરે! ચિકરાળ સુધી જાણી એવું ધર્મ કર ચેતન! અરે! ૪૯
જે જીવોને જિનેશ્વર પરમાત્માનું વચન પ્રાપ્ત થયું નથી. અર્થાત્ પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થયો નથી તેવા જીવો પ્રાપ્ત થતા ભવોમાંદેહમાં
જીવવિચાર | ૨૮૨