________________
સુખ ભોગવવાનો પરિણામ પણ નથી. દેહમાં એ રીતે રહે કે દેહની મમતા નહીં. તત્ત્વજ્ઞાનની મસ્તીમાં મસ્ત છે. સર્વાર્થ સિદ્ધમાંથી આવેલા આત્માઓ અહીં પણ પરાક્રમ આવું જ કરે છે. બાહુબલી યુદ્ધના મેદાનમાં કાઉસ્સગ્ન ધ્યાનમાં રહી ગયા. ભરત મહારાજા અરિસા ભુવનમાં કેવલજ્ઞાન પામ્યા. પૃથ્વીચંદ્ર-રાજસિંહાસન પર બેઠાં-બેઠાં અને ગુણસાગર આઠ પત્નીઓના હાથ હાથમાં છે ને મોહના ઘરમાં ઘૂસીને મોહને પરાસ્ત કર્યો એ આત્માને ત્યાં જ ચોરીમાં ફેરા ફરતાં ફરતાં કેવલજ્ઞાન થયું.
નરકગતિથી પછી અધિક દુઃખ આત્મા તિર્યંચગતિમાં ભોગવે છે. નરકમાં કાળ મર્યાદિત છે જ્યારે તિર્યંચગતિમાં કાળ વધારે છે ને ગતિ પણ વિશાળ છે.જીવ નરક ને દેવનો એક જ ભવ કરી શકે ત્યારબાદ ફરજિયાત મનુષ્ય કે તિર્યંચગતિમાં જવું જ પડે, જ્યારે તિર્યંચ મરીને ફરી તિર્યંચ બની શકે છે. દેવોને સુખ ભોગવતા ન આવડે, સાવધાન ન રહે તો આત્માની દુર્ગતિ નિશ્ચિત છે માટે દેવતાઓ આયુષ્ય પૂર્ણ કરીને તિર્યંચગતિમાં, એકેન્દ્રિય કે પંચેન્દ્રિયમાં આવે. દેવો વિકલેન્દ્રિયમાં ન આવે. નરક ગતિવાળો પંચેન્દ્રિયમાં જ જાય તે સિવાયના દ્વારા તેમના માટે બંધ, ત્યાં ઉદાસીન રહે તો કાળ કરીને મનુષ્ય બને અને સાધના કરીને પાંચમી ગતિમાં પણ જઈ શકે છે. સમકિતની હાજરી સિવાય ત્યાં ઉદાસીન પરિણામે રહેવું મુશ્કેલ છે.
જીવ માટે સાધ્યઃ જીવને પુદ્ગલ દ્રવ્યથી જુદો કરવો.
જેને દુર્ગતિ ન જોઈતી હોય અને મોક્ષગતિ જ જોઈતી હોય તે દરેક માટે એક જ સાધ્ય, આત્માને પુદ્ગલ દ્રવ્યથી જુદો કરવો. સાધ્ય બધા માટે એક જ આત્મા પુદ્ગલ દ્રવ્યોથી રહિત થઈ જાય અને પોતાનું સ્વરૂપ પ્રગટ થાય પછી એ એના સ્વભાવ પ્રમાણે જ વર્તે, ભટકવાનું એનું બંધ થઈ જાય. પણ આત્મા પુદ્ગલમય બનેલો છે માટે ભટકવાનું ચાલુ છે. માટે જ સાધના પુદ્ગલથી છૂટવા માટે કરવાની છે. ભણ્યા પછી જ્ઞાનને ઉપયોગમાં લાવવું જ પડે તો જ જ્ઞાનનું કાર્ય થાય.જેને જીવો પ્રત્યે શ્રદ્ધા થાય તે જ જીવદયાનું પાલન
જીવવિચાર || ર૯૩