________________
હટયું છે એમ કહેવાય. પ્રતિકુળતામાં પરમાત્મા યાદ આવે છે એ મિથ્યાત્વનો મહાઉદય છે, કારણ દુઃખ નથી ગમતું માટે.
પરમાત્મા ગમ્યા અર્થાત્ આત્માના ગુણો ગમ્યા એટલે પરમાત્માની આજ્ઞા ગમે જ. દુઃખમાં રામ ને સુખમાં રમા યાદ આવે છે તે મિથ્યાત્વ છે. જ્યાં ગયો ત્યાં મન મસ્ત બની જાય છે. જો આત્મામાં સમકિતનો પરિણામ આવી જાય તો કોઈ પણ ક્રિયા કરતાં તેને પરમાત્મા સ્વરૂપ યાદ આવે. ક્રિયા કરવાની છે કાયા દ્વારા ને ઉપયોગમાંથી કાયા છૂટી જાય અને જ્ઞાનના ઉપયોગમાં ભળી જવાનું છે. આપણી સામાયિકાદિ તમામ ક્રિયાઓ પાંચમા છઠ્ઠા ગુણઠાણાની છે. સમગ્ર જીવરાશિનું જ્ઞાન હોય તેના પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ થશે ને સામર્થ્ય આવશે તો અભયદાન આપી શકાશે અને દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરશે આ વાત જિનશાસન સિવાય બીજે ક્યાંય નથી.પીડા જેવદ્રવ્યને જ છે. કારણ કે તે અજીવદ્રવ્ય સાથે જોડાયેલો છે. સિદ્ધના જીવોને કોઈ પીડા નથી કારણ કે તેઓ અજીવથી સંપૂર્ણ છૂટી ગયા છે. માટે અરિહંત હોય કે ગુરુ હોય મોક્ષ માર્ગ બધા માટે એક જ છે.
જીવના સ્વરૂપનું જ્ઞાન
પરમાત્મા વીર દ્વારા પૂ. શાંતિસૂરિ મ.સા.ને જીવોના સ્વરૂપનું જ્ઞાન મળ્યું તે કઈ રીતે મળ્યું? પરમાત્માને પ્રથમ જ્ઞાન પ્રગટ થયું અને પછી તેમણે આપણને કહ્યું. સર્વજ્ઞના વચન પર પરમાત્માના આત્માએ શ્રદ્ધા કરી અને તેના કારણે છદ્મસ્થ અવસ્થામાં પરમાત્માના આત્મામાં પણ મૈચાદિ ભાવો જીવો પર પ્રગટ થયા. આપણને તેવા ભાવો નથી થતાં પણ ભવો વધે તેવા ભાવો જીવોને જોઈને થાય છે તો સમજવું કે આપણે જીવોને સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે જાણતા નથી. જે પીડિત હોય તેના પર કરુણા થાય અને સુખી હોય તે પ્રમોદનો વિષય બને છે. જે આત્મા ધર્મ કરી રહ્યો છે તે પ્રથમ ધર્મથી જ પ્રભાવિત થવો જોઈએ તો જ તેની પાસે આવનાર પણ ધર્મના બહુમાનવાળો બનીને
જીવવિચાર // ર૯૭