________________
સાધના મુખ્ય બે કરવાની.
પરમ ધ્યેય સ્વરૂપ એવા પરમાત્માને પૂ. શાંતિસૂરિ મહારાજા વંદના કરી રહ્યાં છે. જ્ઞાનના પરિણામથી તે પરિણત થયા છે ને પોતાને સાધક તરીકે જાણી રહ્યાં છે ને સાધ્યના સ્વરૂપના ઉપયોગમાં પરમાત્મા છે. સાધના સિદ્ધિ મેળવવા કરવાની છે અને તે સાધકે જ કરવાની છે બહાર સાધના કરવાની નથી. જે આત્માનું નથી તે કર્મકૃત સર્વેને છોડવા માટે અને જે આત્મામાં ગુણવૈભવ છે તેને પ્રગટ કરવાના એમ બે સાધના કરવાની છે. પરને જેટલો છોડતો જાય તેટલો સ્વને પકડતો જાય અને જેમ-જેમ સ્વમય બનતો જાય તેમતેમ સિદ્ધિપ્રગટ થતી જાય છે.
બધું જ અંદરમાં છે તો પણ પરમાત્માનું આલંબન શા માટે લેવાનું ? પરમાત્માએ પણ આ જ કામ કર્યું. સ્વયં સાધક બન્યા ને સિદ્ધિને પ્રાપ્ત કરીને પરથી પર થઈ ગયા માટે પરમાત્મા કહેવાયા. માટે જ તેમનું આલંબન લેવાનું છે. પરથી પર તો ઘણાં થયા તો પછી અહીં મહાવીર પરમાત્માને જ કેમ વંદના કરે છે ? કારણ કે આપણને માર્ગ એમણે બતાવ્યો છે. આપણા નજીકના ઉપકારી છે માટે. આલંબન એ એક ટેકો છે, ટેકો લઈને પછી તેને પણ છોડી દેવાનો છે. પરમાત્માનું આલંબન લઈને પછી પરમાત્મામાં પણ માત્ર જ્ઞેય બની જવાનું છે. (સ્વ-પરમાત્મામય) પરમાત્માને જોવાથી - સ્વરૂપનું જ્ઞાન થાય એટલે સાધકને પોતાના સ્વરૂપનું ભાન આવે ત્યારે જ આપણું સાધકપણું સાર્થક છે.
મિથ્યાત્વ આપણને આપણે પરમાત્મા સ્વરૂપ છીએ તે સ્વીકારવા દેતો નથી. પરમાત્માના દર્શન ખરેખર આપણને થયા તે ક્યારે કહેવાય ?
જયારે આપણને આપણા સત્તાગત પરમાત્માના દર્શન થાય ત્યારે દર્શન થયા કહેવાય. પરમાત્મા સિવાયના બીજા ઓછા ગમતા થાય. આત્મા સિવાયના સંબંધો, સામગ્રીઓ પરથી પ્રેમ ઓછો થાય ત્યાંથી હટી જાય ને પરમાત્મા પ્રત્યે પ્રીતિ આવી જાય તો મિથ્યાત્વ જીવવિચાર || ૨૯૬