________________
વિચાર કરવાનો છે. પરમાં સુખ માનનારને જીવનો વિચાર નહીં પણ પુદ્ગલનો (અજીવ) જ વિચાર આવશે. જ્ઞાનીઓએ આપણા પર કરુણા કરી આ જીવવિચાર પ્રકરણની રચના કરી છે.
જીવનો વિચાર એટલે દયાનો પરિણામ. જીવ જ્યારે જીવનો વિચાર કરશે ત્યારે તેમાં દયાનો પરિણામ સહજ આવશે. માત્ર દ્રવ્યપ્રાણની દયા તો પુણ્યનાબંધનું કારણ છે. સમ્યગ્દર્શનની હાજરીમાં દ્રવ્યદયાની સાથે ભાવદયાની પ્રધાનતા હોય છે. ભાવદયામાં ભાવપ્રાણોની પ્રધાનતા હોય. જેમ ભાવદયા વૃદ્ધિ પામે તેમ સમ્યક્ત્વ નિર્મળ થાય અને ચારિત્ર નજીક આવે. જે આત્મા ચારિત્ર ગ્રહણ કરીને પણ ભાવદયાની પ્રધાનતા વિના દ્રવ્યદયાની પ્રધાનતા કરી સર્વજ્ઞ વચન પ્રમાણે ક્રિયા, તપ, ત્યાગ, સંયમ અને જયણા પ્રધાન કષ્ટો સહન કરે તો તે નિમિત્તે પુણ્ય જ બંધાય અને તે પુણ્ય ઉદયથી દેવલોકની પ્રાપ્તિ થાય. દેવલોક એ સાતાને ભોગવવાનું સ્થાન છે.
ભવ્યાત્મા ઈશ્વરપણાને કઈ રીતે પ્રગટ કરી શકે ?
પરમાત્માના શાસનમાં કોઈપણ ક્રિયા કરવાની હોય તે પોતાની પૂર્ણતા પ્રગટ કરવા માટે કરવાની છે. તે માટેનો ઉપાય છે, સૌ પ્રથમ પોતાના જીવનો વિચાર કરવો પછી પરમાત્માનો વિચાર અને પછી સર્વ જીવોનો વિચાર કરવાનો છે. આમ સંપૂર્ણ જીવ દ્રવ્યનો વિચાર કરવો જરૂરી, તે જ સાચી રીતે પરમાત્માને ભક્તિ–વંદનાને યોગ્ય બને. વંદન કરીને પોતે પણ વંદનીય બનવાનું છે. જેટલા આત્માઓ સિદ્ધ થયા તે બધાએ આ જ પ્રક્રિયા વડે પોતાનું સિદ્ધત્વ પ્રગટ કર્યું. જેવો સિદ્ધનો સ્વભાવ છે તેવો સ્વભાવ અહીં મનુષ્યભવમાં પ્રગટ કરવાનો છે. દરેક ભવ્યાત્મામાં આ શક્તિ પડેલી છે. અર્થાત્ દરેક આત્મા સત્તાએ ઇશ્વર છે. જે આસન્નભવ્ય હોય તે જ પોતાના ભવોનું વિસર્જન કરવા સમર્થ છે અર્થાત્ સત્તાગત ઈશ્વરપણાને પ્રગટ કરવા સમર્થ છે.
પરમાત્મા કેવલજ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશવાળા છે. ત્રણ ભુવનમાં પરમાત્મા કેવલજ્ઞાનનો પ્રકાશ પાથરે છે. જીવો ૧૪ રાજલોકમાં ઠાંસી ઠાંસીને જીવવિચાર || ૩૦૦