________________
કાંઈ બોલવાનું નથી. જે સદા સામાયિકમાં રહેનારો હોય તે ધર્મ સિવાય કોઈ ઉપદેશ ન આપે. સમતા પ્રગટ થયા વિના કદી પણ સર્વજ્ઞપણું પ્રગટ થાય નહીં.
સૌથી વધારે દુઃખ એકેન્દ્રિયમાં છે તે અવ્યકત છે અને પંચેન્દ્રિયમાં નરકમાં સૌથી વધુ વ્યકત દુઃખ છે. નરકમાં માત્ર પંચેન્દ્રિય જીવ જ જાય એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવો નરકમાં જતાં નથી. દેવો મરીને નરકમાં ન જાય અને નાક મરીને ફરી નારક ન થાય. 'નાયવ્વા' શબ્દ દ્વારા જાણવું યોગ્ય છે પ્રમાદ કરવા યોગ્ય નથી એમ કહ્યું, કારણ આત્માનો સ્વભાવ જ એ છે અને આત્માએ આત્માને સતત જણાવવાનું છે એનો ઉપયોગ રહેવો જોઈએ. ભણીને ભૂલવાનું નથી. આવા દુઃખો કઈ રીતે આવે ? એ જાણીને એવા ધંધા બંધ કરવા પડે. જ્યાં તિર્યંચોનું પ્રમાણ વધારે છે તેને તિńલોક કહેવાય છે. નરકમાં સમયે–સમયે અસંખ્યાતા જીવો આવે છે ને જાય પણ છે. મનુષ્યો તો સંખ્યાતા છે ને તેને ચારે ગતિમાં જવાની છૂટ છે માટે તિર્યંચોમાંથી અસંખ્ય નરકમાં ને અસંખ્ય દેવલોકમાં સમયે સમયે જીવો આવે અને જાય છે.
આત્માને ભવ પ્રત્યેનો અત્યંત ઉગ પ્રગટ થાય ત્યારે આત્મામાં ભાવનું પરાવર્તન થાય. સંસારનો ભાવ - સુખની ઈચ્છા એ જ ભવનો ભાવ છે. આત્માને પરમાત્મ તત્ત્વનું ભાન આવી જાય તો તે પરમાત્મા બનવા તૈયાર થાય, નહીં આવે ત્યાં સુધી સંસારનો ભાવ તો પડેલો જ છે ભવમાંથી છૂટવાનો ભાવ ચરમાવર્તમાં જીવ આવે પછી જ થાય ત્યાં સુધી નહીં થાય.
ચરમાવર્તમાં કાળની પરિપકવતા અને કર્મલઘુતા એ બન્નેની મહત્તા છે. કાળની પરિપક્વતા એ ભવ્યત્વનો પરિપાક છે એટલે હવે એને ભવ ન ગમે. જિન વચનની સ્પર્શના એ આત્માને પરોક્ષ રીતે થઈ શકે અને પ્રત્યક્ષ રીતે પણ થઈ શકે. પોતાનામાં રહેલું જે જિનપણું છે તે હવે એને ગમે. તેવા થવાનું મન થાય પરમાત્માને વંદના કરી ને પરમાત્મા બનવાનું મન થાય તો તે ભાવવંદના. જિનવાણી પર બહુમાનનો પરિણામ આવે ત્યારથી આત્માના
જીવવિચાર || ૩૦૪