________________
બાળ્યાં છે, દાવાનળ રૂપ અગ્નિ પ્રગટાવીને જીવોને બાળ્યાં છે તેમને પરમાધામી દાવાનળમાં નાખીને બાળે છે તે પૂર્વના કરેલા કર્મો યાદ દેવડાવે છે. રાજા વગેરે શિકાર કરે છે ત્યારે નિર્દોષ જીવોને મારે છે અને તેના પર તે આનંદ માણે છે, માત્ર શોખ ખાતર અને શરીરની શક્તિની સમજણ પર બહાદુરી માને છે. શિકારવિંધાયછે તેના પર આનંદ અનુમોદના કરે છે તેવા આત્માઓને પરમાધામી આ વાત યાદ અપાવે છે ને સોયના અગ્ર ભાગમાં પરોવે છે, ને
જ્વાળામાં શેકે છે, શસ્ત્રોથી કાપે છે, તેને આખાને આખા શેકી નાંખે, વજમુખના પક્ષીઓ વિક્ર્વીને ચાંચ વડે આંખો ને માથા ફાડે છે. જેઓને શબ્દ રૂપ વગેરેમાં આસક્તિ હતી તેમને કાનમાં ગરમ સીસાનાં રસ રેડે છે.
ચાર ગતિકર્મ સતત જીવને બંધાય જ છે. આયુષ્ય કર્મ એક જ વાર બંધાય ને જે આયુષ્ય કર્મ બંધાય તે વખતે તે ગતિના બધા જ કર્મોનો સરવાળો ઉદયમાં આવે ને બાકીના સત્તામાં પડ્યા રહે. આયુષ્યને અનુસાર ગતિ કર્મ ઉદયમાં આવી જાય માટે જ એક સમયનો પણ પ્રમાદ ન કર. તમે ગમે તેટલો ધર્મ કર્યો પણ આયુષ્યના બંધ વખતે ખરાબ ગતિ બંધાય તો પહોંચી જાઓ નરકમાં.
મોહ વશ બનેલા આત્માએ, આત્માની પીડા રૂપ આર્તનાદને સાંભળવાનો છે. સત્તાગત આત્માએ આત્મામાં રહેલા અનાહત નાદને સાંભળવાનો હતો તે ન સાંભળ્યો ને બહારના શબ્દો - સંગીત સાંભળવામાં મસ્ત બને છે કે નહીં સાંભળવાનું સાંભળે છે ને સાંભળવાનું સાંભળતો નથી તે બે કાર્ય કરે છે. પરમાત્માના આત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મિથ્યાત્વની હાજરીમાં અધ્યાપાલકે આજ્ઞાન માની તો તેના કાનમાં ઘગધગતું સીસું રેડાવ્યું. મારી આજ્ઞા ન માની એવા અહંકારમાં આવીને વાસુદેવે શવ્યાપાલકને સજા કરી. આ ભૂલ જોઈને જીવે પોતાની ભૂલ સુધારવાની જરૂર હતી પરંતુ તેમના કર્યું. હવે કર્મસત્તા તેની સાથે તેવો જ બધો વ્યવહાર કરવાની જ છે. પરમાત્મા
જીવવિચાર // ૩૧૭