________________
સૌથી મોટું પાપ સર્વજ્ઞને ન માને અને પોતાની જાતને સર્વજ્ઞ જેમ માને એટલે એની પાસે પાપ પણ એવું જ કરાવે અને આ વાત લોકોમાં મનાવા માટે ગમે તેવા પાપ કરવા પણ તૈયાર. ગોશાલો આનું દૃષ્ટાંત છે પૂર્વે પણ ગોશાલાએ ઈશ્વર શ્રેષ્ઠીના ભવમાં ગુરુની વાત ન માની અને નવો પંથ સ્થાપવાના ભાવમાં મરી દીર્ઘકાળ ભમીને ગોશાલો થયો. પરમાત્મા સર્વજ્ઞજિન છે એની એને જાણ છે અને લોકોમાં એ પ્રશ્ન ચર્ચાયો કે બે સર્વજ્ઞ (જિન) કઈ રીતે ? એણે આ જાણ્યું તેથી તે પરમાત્માનો નાશ કરવા માટે ગયો અને પરમાત્મા પાસેથી મળેલી જ વિધાનો ઉપયોગ પાછો પરમાત્મા પર જ કર્યો ફરી દીર્ઘકાળ સુધી ભમશે. ઉપકારને કદી ભૂલવો નહીં ને તેની માટે બધું જતું કરવાની તૈયારી હોવી જોઈએ. પરમાત્મા પણ નમો તિત્થસ્સ કહીને સમવસરણમાં બેસે છે. જગતને આદર્શ આપે છે. જ્યારે આપણે તો વાત વાતમાં દેવ-ગુરુ-વડીલો, વિદ્યાગુરુઓ સમક્ષ પણ ગમે તેમ બોલતા થઈ ગયા છીએ.
અભવી અંગારમર્દક આચાર્ય છતાં દુર્ગતિને પામ્યા ઃ
અંગારમર્દક આચાર્યનો જીવ અવિનો હતો. ૪૯૯ શિષ્યોને તે અભવી છે તેવી સ્પષ્ટ ખાતરી થતાં એમને છોડી દીધાં. પછીના ભવમાં બધા શિષ્યો રાજપુત્રો બન્યા. સ્વયંવર મંડપમાં પરણવા માટે ગયા છે ત્યાં ઊંટને ભાર વહન કરતાં જોયો ને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ઊંટનો જીવ પોતાના પૂર્વભવમાં ગુરુ હતા તે જાણ્યું. તેને જોઈને તેઓ ઉપકારી હતા તેથી પૈસા આપીને ઊંટને છૂટો કરાવ્યો પણ તે અભવ્ય હોવાથી તેને પ્રતિબોધ ન પમાડ્યો. ઉપકાર તો યાદ રાખવાનો જ છે. ગમે તેવા હોય દ્વેષ ભાવ તો નથી જ કરવાનો. માતાપિતાનો મોહ રખાય નહીં પણ સમાધિ ન જાય તેની કાળજી રાખવાની છે તેથી ખોટી રીતે આર્ત્તધ્યાનમાં ન ચડી જવાય તે જોવાનું છે.
ગોશાલાના પૂર્વભવમાં પણ એને સર્વજ્ઞના મત પર વિશ્વાસ ન હતો, તેથી તેણે બીજો મત સ્થાપી એવો અનુબંધ ત્યાં પાડ્યો ને વિજળી પડી ને મરી ગયો તેથી તેણે ગોશાલાના ભવમાં આજીવક મતની સ્થાપના કરી.
જીવવિચાર || ૩૧૨