________________
આપણા પરિણામ નિર્મળ થાય માટે આ ચાર ગતિના જીવોનું સ્વરૂપ કહ્યું છે. જીવો પ્રથમ તો પોતાના અસ્તિત્વને જ જાણતા નથી તેથી તે ભયંકર પીડા પામ્યા જ કરે છે ને ચાર ગતિમાં ભટક્યા કરે છે. પાંચ પ્રકારના પાપો હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ તેના દ્વારા તે કરેલા પાપો નરકના જીવોને પરમાધામી યાદ દેવડાવે કે તે આ પાપ કૃત્ય કર્યું હતું તેના કારણે તને આ વેદના આપું છું. નારકનો જીવ વેદના સહન ન કરી શકે, મને બચાવો એમ કહે ત્યારે પરમાધામી એને કહે કે હવે બચવાની વાત કરે છે પણ જ્યારે તે આ પાપ કર્યું ત્યારે તો તે આનંદ માણ્યો, ત્યારે પાપનો ડર ન લાગ્યો?
ભયંકરમાં ભયંકર ખરાબ વકીલાતનો ધંધો, ખોટાં ને સાચો કરવા તે માટે છેલ્લામાં છેલ્લા ઉપાયો અજમાવે. જજને પણ ફોડી નાખે, વિશ્વાસઘાતના મોટામાં મોટા પાપો કરવા પડે છે. લોકમાં જજન્યાયાધીશ માટે ઘણો વિશ્વાસ હોય છે. વસુરાજા એક જ વાર ખોટું બોલ્યા તો સિંહાસન પરથી નીચે પડ્યા ને સાતમી નરકે પહોંચ્યા. જેટલું સ્થાન ઊંચુ ત્યાંથી નીચે પડે તેટલા હાડકાં વધારે ભાંગે. ૩૩ સાગરોપમના આયુષ્યમાં સમાધિ ન રાખે પણ આર્તધ્યાન - રૌદ્રધ્યાન કરે, તો સાતા જે બંધાયેલી છે તે અસાતામાં ફેરવાઈ જાય.
એક જ ગુન્હો એક સામાન્ય માણસ કરે અને એક મોટો માણસ કરે તો બન્નેની સજામાં–પાપમાં ફરક પડે. જેમ સ્થાન ઊંચું તેમ લાભ વધારે તેમ દંડ પણ વધારે, કારણ કે લકોમાં તમે આદર્શ બન્યાં છો. ધર્મનો વહીવટ કરનારે પણ આ બાબતનો ખ્યાલ રાખવાનો છે કે જેના દ્વારા તીર્થકર નામકર્મ પણ બાંધી શકાય છે. તેમ પડવાનો ભય પણ વધારે છે. ઘણા આત્માઓ સેવા ખૂબ જ કરે, ઘાલમેલ ન કરે, વફાદારી પૂરેપૂરી હોય પણ સ્વભાવના કારણે એ અનાદર પાત્ર બની જાય તો પણ નુકશાન ઘણું મોટું છે.
જીવવિચાર // ૩૧૩