________________
નિર્ણય કરવાનો છે કે પીડા જોઈએ છે કે આત્માનું સુખ જોઈએ છે? દેવલોકમાં સાતાની પીડા છે પણ સમ્યગુદૃષ્ટિને જેટલા અંશે ગુણોનો ઉઘાડ થયો છે તેટલા અંશે સંતોષનો અનુભવ કરે છે, સંતોષનું સુખ મળે છે. સાતાની પણ પીડા જ છે માટે એને ઉપાદેય નથી માની. પંચમીગતિ પીડાથી સંપૂર્ણ રહિત છે. મોહના અભાવે (ઉપશમ) જેટલા સમય માટે મોહની વ્યાકુળતા ગઈ તેટલો જ સમય ગુણોના સુખનો અનુભવ કરે છે. દેવના સુખમાં જે આસક્ત છે તેની માટે એ દુર્ગતિ જ છે, પણ અનુકૂળતામાં જે આસક્ત નથી બનતો એ દેવલોકમાં સુખી છે, અનુકૂળતાને છોડી નથી શકતો એનું એને દુઃખ છે એના માટે દેવલોક સદ્ગતિ બનશે. જ્ઞાની ભગવંતો એ ચારેગતિને સંસાર જ ગણ્યો છે. મનુષ્ય ભવને માત્ર એટલા માટે જ ઉપાદેય ગણ્યો કે ચારગતિથી રહિત આત્મા અહીં જ મોક્ષની અનુભૂતિ કરી શકે છે. ભવભાવના પ્રકરણમાં પણ ચાર પ્રકારના ભવ (ગતિ) બતાવ્યાં છે. તેમાં પણ પ્રથમ નરકની જ વાત મૂકી, વ્યક્ત દુઃખનું મહાસ્થાન નરક છે. વ્યક્તદશામાં કર્મબંધ વધારે કરી શકે છે માટે વધારે સાવધાન બનવાનું છે. તે જીવે જીવમય બનવા જીવવિચાર ભણવાનું છે.
સર્વજ્ઞ બનવા શું કરવું? એનો ઉપાય પણ એ જ છે કે સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું તે ગણધર ભગવંતોએ ઝીલ્યું અને તે પછીના મહાપુરુષોએ પણ તે જ પ્રમાણે જે કહ્યું છે તે પ્રમાણે હું કહીશ–કરીશ. સર્વજ્ઞ બનવાનો ઉપાય એટલે જ "જીવવિચાર" ભણીને જીવમય બનવું છે. જીવે જીવ દ્રવ્ય પ્રત્યે કરુણાનો ભાવ લાવવાનો છે માટે ચારે ગતિનું સ્વરૂપ જાણવાનું છે.
મહાવ્રતધારી હોય તે સૂક્ષ્મ બાદર તમામ જીવોની હિંસા કરે નહીં, કરાવે નહીં, કરતાને અનુમોદે નહીં. માધુકરી ભિક્ષાવૃત્તિથી જીવનારા હોય. ભમરાની જેમ ભિક્ષા લે, અનેક ઘરોમાંથી થોડી-થોડી લે. ગૃહસ્થોને પણ લાભ થાય અને પોતાને પણ રત્નત્રયીનો લાભ થાય. સાધુએ ધર્મલાભસિવાય
જીવવિચાર // ૩૦૩