________________
માટે નરકમાં નિરંતર ભોગવવાનું આવ્યું. ભરબપોરે જવું પડે એમ હતું માટે ગયા ને રસ્તામાં હારબંધ વૃક્ષોની છાયા આવી જીવ તરત ત્યાં વળી જ જાય ને પાછી અનુમોદના ચાલે એટલે મનમાં તો શીતલતાનું સુખ પડેલું જ હતું પણ એને નિરંતર ભોગવવા નરકમાં જવું પડે. અવધિજ્ઞાન પણ પરિમિત ક્ષેત્રનું હોય. અહીં બધો જ ફેરફાર થયા કરે છે પણ ત્યાં તો ગરમી કે ઠંડીની ડીગ્રીમાં કોઈ જ ફરક નહીં પડે. દુઃખી દીન અને સુખલિતુ જીવ છે જ ને તેમાં વળી પંચેન્દ્રિયપણું મળ્યું અને પુણ્ય સાથ આપ્યો તો તે મહા કર્મબંધનું કારણ બની જાય. સમ્યગ્દર્શન આવે ને તત્ત્વની વિચારણા કરે તો ભવ સફળ થઈ જાય.
શરીર સંબંધી જબધી પીડાઓ છે. શરીરને સુખ આપવા માટે આત્માને પીડા આપી એટલે એને પીડા ઉદયમાં આવી, સુખ એ જ પાપ. મોહના ઉદય વિના શરીરમાં સુખનો અનુભવ ન થાય માટે એ વખતે ઉદાસીનભાવ કેળવવાનો છે તો તમને શરીરમાં સુખનો અનુભવ નહીંથાય. ચારિત્રમોહનીય એ શરીરમાં સુખરૂપ લગાવે છે ને મિથ્યાત્વમોહનીય શરીરમાં સુખ છે એવી ભ્રાન્તિ ઊભી કરાવે છે, માટે જ સમાધિ શબ્દની વાત છે. શરીર પ્રત્યે રાગ નહીં ને શરીર પ્રત્યે દ્વેષ નહીં. શરીર એ સાધન છે, સાધનામાં કામ આપે છે. મિથ્યાત્વની ભ્રાન્તિ ભયાનક રીતે પ્રસરી ચૂકી છે એટલે પેટી પેક છે ને માલ ગાયબ છે અચિત્ત વાયુ, અચિત્ત પાણીમાં જીવોની વિરાધના નથી તો પણ શરીરને જો સુખરૂપ લાગે, ઠંડક મળે, એ ગમે તો એ ભાવપીડા છે અને એની પ્રશંસા કરે, એમાં ભાન ભૂલી જાય, એમાં ગરકાવ બની જાય તો એ જીવની ભયંકર પીડા છે. ગિરિરાજની યાત્રા કરીને ધોમ તડકામાં આવ્યા ને એ.સી. રૂમમાં ઘૂસ્યા ને ત્યાં હાશ થાય. ઊતરતી વખતે પણ જલદી પહોંચવાની જ લેશ્યા હતી, કષ્ટ વેઠવાની તૈયારી ન હતી. ધર્મના મર્મને ન સમજ્યો માટે જ મર્યો છે. ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યાં પછી કોઈ ન બાંધે કર્મ આ વાત ન સમજાઈ. જ્યાં શરીરમાં પ્રતિકૂળતા રૂપઘટના બની તેને છોડીને અનુકૂળતામાં ગયા તો બન્નેમાં માર ખાધો. બન્નેમાં હકીકતમાં તો કમાણી જ કરી લેવાની હતી. પરમાં તૃપ્ત થવું નહીં અને સ્વમાં તૃપ્ત થવું તે જ તપ. ક્ષુધા વેદનીયનો ઉદય થયો ને આ
જીવવિચાર // ૩૦૭