________________
વિચાર્યું તો તપ થયો, પણ આપતી વખતે તૃપ્ત થયા તો ક્ષુધાવેદના બંધાણી. હવે થોડીવાર એને નથી આપવું ને જોયા કરવું કે શું થાય છે ? તો ક્ષુધાવેદનીયના કર્મો ખરી જાય છે, નવા બંધાતા નથી. નિશ્ચયવાદી કહે છે કે કેરી, ગુલાબજાંબુ વગેરે આપો કારણ કે પુદ્ગલ પુદ્ગલ કો ખાતા હૈ. બસ રાગ દ્વેષ ન કરો. જો તમે એને ખાવાનું નહીં આપો તો એ અંદરથી ચરબી વગરેને ખાઈ જશે કચરો બધો જ નીકળી જશે, પછી માત્ર હાડકા જ દેખાય. કંટાળો લાવ્યા વિના આ તત્ત્વોને ઘૂંટવાના છે.
સહનશીલતા અને ધીરજથી સકામ નિર્જરા થાય.
કોઈ ગમે તેવું બોલે તેની સામે બોલે નહીં પણ મનમાં વિચાર ચાલુ હોય તે દ્રવ્યથી સહનશીલતા થઈ જેને શાસ્ત્રમાં અકામ કહે છે ત્યાં પણ બંધ સાથે ચાલુ જ છે. ભાવથી ક્ષમા એ જ મારો સ્વભાવ છે માટે મારે ત્યાં કાંઈ વિચારવાનું જ નથી મનમાં પણ એનો વિચાર ન આવે તો સકામ નિર્જરા થાય. સામો ગાળો આપીને કર્મનિર્જરા કરવામાં સહાયક બની રહ્યો છે તો તેની સામે મારે પ્રતિકાર કેમ કરાય ? મારે મારા સ્વભાવમાં જ રહેવું તો એકાંતે નિર્જરા જ થાય અને જો સામો ઉત્તમ આત્મા હશે તો વિચારશે - પશ્ચાતાપ કરશે તો તેને લાભ થશે તો ડબલ લાભ થાય, નહીં તો આપણું તો એકાંતે હિત છે જ અને કર્મલઘુતા માટેનો આ જ એક મોટો ઉપાય છે. શક્તિ સામર્થ્ય હોય અને પ્રતિકાર ન કરે તો આત્મહિત થાય જ, સત્યનો પ્રકાશ થયા જ કરે છે. દેર છે પણ અંધેર નથી, પણ આપણામાં ધીરજ નથી. આત્મામાં એક મોટામાં મોટો દુર્ગુણ છે કે તેને સારા થવાનો ભાવ છે સાચા થાવનો ભાવ નથી. સાચા થવાનો ભાવ નથી. સાચા બનવા માટે સહનશીલતાને કેળવવાની છે માટે જ અગ્નિમાં પડેલું સોનું દીપે છે, માત્ર જરૂર છે સહનશીલતાની ને ધીરજની.
સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં કર્મલઘુતા થાય. અનિચ્છાએ પણ આત્માએ કષ્ટો સહન કર્યા. જેમ નદીમાં અથડાતો- કૂટાતો- પછડાટ ખાતો પથ્થર પણ ગોળ બની જાય તેમ જીવ પણ સહનશીલતા કેળવી લે તો કર્મલઘુતા થાય. ઈચ્છા કે અનિચ્છાથી કષ્ટો સહન કરે.
જીવવિચાર || ૩૦૮