________________
જીવ વર્તમાનમાં જે ભોગવે તે જ બધાય અને તે ખપાવે નહીં તો તે જ ઉદયમાં આવે. આત્મા દ્રવ્ય અને ભાવ પીડાને ભોગવે છે તેથી તે જ બંધાય છે ને ઉદયમાં આવે ત્યારે સાવધાન ન રહે તો ફરી કર્મો બાંધે છે. નરકમાં આત્માને ભાન ન હોવાથી તે નવા કર્મોનું સર્જન કરે છે. અકામ નિર્જરાથી જ આગળ આવે છે. આત્મા પીડાને તો ઈચ્છતો જ નથી, સુખ અને આનંદ જ જોઈએ છે કારણ કે તેનો તે સ્વભાવ છે. તમને પીડા નથી જોઈતી તો તમે ચાર ગતિમાં પીડા પામી રહેલાને બરાબર જુઓ અને સર્વજ્ઞના વચનનો નિર્ણય કરો કે આત્મા અનાદિથી કર્મોની જાળમાં ફસાયેલો છે, માટે જ શરીરમાં પૂરાયેલો છે ને પાછો આત્મા તો અનુત્પન્ન છે, તો મારું અસ્તિત્વ તો છે જ. તો મારો આત્મા પણ અનંતા ભવો ભટક્યો તો છે જ કેમકે એ સર્વજ્ઞનું વચન છે તો એને જીવવિચાર ભણવાનું આવશ્યક લાગે, એને કંટાળો ન આવે. દવાઓ છંટાય તો નહીં, ધૂમાડો કરવાનું પણ કહેવાય નહીં, કોઈ કરે તો અનુમોદના પણ ન કરાય. ધૂમાડાથી મચ્છરને ગૂંગળામણ થાય તેનું પાપ પણ આપણને લાગે. ધૂમાડો વધારે થઈજાય તો આપણને પણ ગૂંગળામણ થઈ જાય. ઘણીવાર પ્રવૃત્તિ અલ્પ હોય પણ વૃત્તિ જોરદાર થઈ જાય તો રૌદ્ર ધ્યાન થઈ જાય તો નરકનું આયુષ્ય બંધાય માટે ખૂબ જ સાવધાન રહેવાનું છે.
જ્યાં સુધી જીવો પોતાના સ્વરૂપને જાણશે નહીં ત્યાં સુધી તે આત્મા પોતાના સ્વભાવમાં નહીં આવે. સ્વભાવમાં નહીં આવે ત્યાં સુધી તે પીડાથી મુક્ત નહીં બને. અનાદિકાળથી આત્મા પીડા જ ભોગવી રહ્યો છે. સ્વભાવની સ્થિરતાવિના ભાવ પીડાથી મુક્ત ન બને અને સ્વરૂપની પૂર્ણસ્થિરતા વિના પરની પીડાથી મુક્ત બની શકાતું નથી માટે સાધના કરતી વખતે ઉપયોગ રાખવાનો કે મારો આત્મા કોઈની પીડામાં નિમિત્ત ન બને. આ લક્ષપૂર્વક જો આરાધના થાય તો ભવનો અંત અને લક્ષવિના આરાધના કરવાથી સંસારમાં ડૂબવાનું બને છે. પરમાત્મા પ્રત્યે બહુમાન તે માટે જ થાય છે કે તેઓ પીડા પામતા નથી ને કોઈને પીડા આપતા નથી ને જગતને તે જ ઉપદેશ ફરમાવે છે. જીવવિચાર || ૩૦૯
ܕ