________________
દિક્ષા એ મહાનધર્મ છે એ નથી લઈ શકતો તો હવે સંસારનો રસતોન જ જોઈએ. હવે મારો આત્મા જ મારો તે સિવાયની તમામ બાહ્ય પ્રવૃત્તિને છોડશો તેટલો અંદરમાં રસ વધશે અને બાહ્ય રસ ઓગળતો જશે. અશક્ય ભાવ પ્રતિબંધઃ જે જે આત્મા જિનાજ્ઞાનું પાલન કરવા શક્તિમાન ન હોય તે તે જિનાજ્ઞાનું ભવિષ્યમાં પાલન કરવાનો ભાવ
રાખે.
(૩) કપ્રશંસોપચારઃ જે જે આત્માજિનાજ્ઞાનું પાલન કરતા હોય તેની
અંતરથી અનુમોદના કરે. ત્રણ દંડથી વિરામ નહીં પામેલો જીવ ચાર ગતિમાં ભટકે.
જીવે મનદંડ, વચનદંડ અને કાયદંડ આ ત્રણદંડ દ્વારા જીવની વિરાધના કરી છે, જીવ દ્રવ્યને પીડા આપી છે એના કારણે ચાર ગતિમાં ભટકી રહ્યો છે. હવે એ પીડાથી મુકત થવું છે તો જીવ દ્રવ્યને પીડા આપવાની નથી, તેનાથી મુક્ત થવાનું છે. આગામોમાં પણ જીવ કઈ રીતે પીડા પામે છે અને બીજાને પીડા કઈ રીતે આપે છે તેની જ વાતો છે. પીડાને કારણે કર્મોથી દંડાય છે. નરકના જીવો સૌથી વધુ પીડા ભોગવે છે. જ્યાં માત્ર પંચેન્દ્રિય જીવો જ જાય છે. પોતાના આત્માને સૌથી વધારે દંડ આપવાનું કે દંડથી મૂકાવવાનુ એ બે કાર્ય સંજ્ઞી પંચેન્દ્રિય જ કરી શકે છે. મનદંડથી પાપ સૌથી વધારે થાય છે. અનુબંધ પડે મનથી, અનુમોદના પણ મનથી જ થાય. વચન અને કાયાને કાળની મર્યાદા છે, મનને કોઈ મર્યાદા નથી. ત્રણે દંડનો આત્માએ ચાર ગતિમાં ભટકતાં દુરુપયોગ કર્યો છે. હવે આ મનુષ્યભવમાં સાવધાન થઈ જાય તો કાર્યથઈજાય.
- વર્તમાનકાળમાં આપણને આ વેદનાઓ સુખરૂપ લાગે છે અને તેને મેળવવાનો જ આપણો પ્રયાસ છે. સુખ નથી છતાં સુખ માન્યું ને સુખરૂપે ભોગવ્યું, નિરંતર ન ભોગવ્યું હોય તો પણ ભોગવવાનો ભાવ નિરંતર હતો
જીવવિચાર || ૩૦૬